________________
118
બંસીધર ભટ્ટ
SAMBODHI
ક્ષર = નાશવંત. અ-ક્ષર = અવિનાશી. પુત્વ = ચેતનતત્ત્વને તાત્ત્વિક ભાષામાં પુરુષ કહે છે; શુદ્ધ ચેતન તત્ત્વ. મૂત = (૧) ઉત્પન્ન થયેલાં ભૌતિક તત્ત્વો.
(૨) જન્મેલાં પ્રાણીઓ, મનુષ્યો વગેરે. ૧૫ ૧૭ ચ = જે કાંઈ આગળ દર્શાવ્યું હોય તેનાથી “બીજું, “જુદું”.
મવિશ્વ, મા + Vવિમ્ –માં પ્રવેશવું અને જેમાં પ્રવેશવાનું હોય તેની ઉપર સત્તા રાખવી), કચય = અવિકારી, ફેરફાર કે વિકાર વગરનું.
ર = શાસન કરનાર.
વિપત્તિ, V9 ધારણ કરવું, ટકાવવું, ૧૫:૧૮ અતીત, = દૂર ગયેલો, કોઈ વસ્તુથી કે બાબતથી જુદો, ઊંચે દરજે પહોચેલો. (“લોકમાં આ બે પુરુષ છે, ક્ષર અને અક્ષર જ. ક્ષર સર્વે ભૂતો છે, અક્ષર ફૂટસ્થ કહેવાય છે (૧૬). ઉત્તમ પુરુષ (તો) બીજો (જુદો), પરમાત્મા તરીકે નિર્દેશ્યો છે, જે અવ્યય અને ઈશ્વર, (ત્રણે લોકમાં) પ્રવેશી, (તે)ત્રણે લોકને ધારણ કરે છે (૧૭). કારણ કે, હું (કૃષ્ણ) ક્ષરથી અતીત (દૂર, જુદો) અને અક્ષરથી પણ ઉત્તમ છે. આથી લોકમાં અને વેદમાં પુરુષોત્તમ
તરીકે જાણીતો છું (૧૮).”) | ગીતાના ૧૫:૧૬માં તાત્ત્વિક પરિભાષાનો અસમાન્ય પ્રયોગ થયો છે. (૧) સામાન્ય રીતે તત્ત્વજ્ઞાનમાં અને ખાસ કરીને સાંખ્ય વિચારધારામાં પુરુષ શબ્દ ફક્ત ચેતન, અવિકારી કે અવિનાશી અક્ષર તત્ત્વ માટે યોજાય છે. પરંતુ ૧૫:૧૬માં ક્ષર (વિકારી) સાથે પુરુષ શબ્દ યોજાયો છે. (૨) સામાન્ય રીતે તત્ત્વજ્ઞાનમાં પુરુષથી (જીવોથી), અથવા અચેતન તત્ત્વથી, બીજા ઉપરી ચેતનને પુરુષોત્તમ કે એવી કોઈ જુદી સંજ્ઞા આપવામાં આવે છે. પરંતુ અહીં ૧૫.૧૬માં બે પુરુષ થી જુદા તત્ત્વને પુરુષોત્તમ કહ્યું છે. ગીતાના ૧૫મા અધ્યાયના આ શ્લોકોનો સંબંધ, તે જ અધ્યાયના ૧-૧૫ શ્લોકો સાથે જોડી શકાય એવું નથી. ૧-૧૫ શ્લોકોમાં ખાસ વિશ્વરૂપદર્શન, સ્તુતિ, અને સાકાર-કૃષ્ણ-રૂપ ચેતનનું વર્ણન છે, જ્યારે ૧૬-૧૮ શ્લોકોનો વિષય જુદો થઈ જાય છે. તત્ત્વજ્ઞાનની પરિભાષાથી સ્વતંત્ર રીતે ગીતાએ ૧૫.૧૬માં પુરુષ શબ્દ સામાન્ય રીતે કે કોઈ વિશિષ્ટ પરિભાષામાં યોજયો છે તેનો નિર્ણય આવશ્યક છે. એ માટે ગીતા-૧૫.૧૬-૧૮ના શ્લોક-સમૂહના એકમનું વિશ્લેષણ નીચે જણાવ્યા મુજબ કરવાનું રહે છે.