________________
116
બંસીધર ભટ્ટ
SAMBODHI
દૃષ્ટિએ ગુપ્ત સમયનું સૂચન કરે છે. ગીતામાં ૧૦:૨૫નો (---સ્થાવર હિમતિ:----) ઉલ્લેખ કાલિદાસે કુમારસંભવ ૬.૬૭માં (થાને ત્યાં સ્થાવરાત્માનં વિષ્ણુમg:----! સરખાવો વલ્લભદેવ અને મલ્લિનાથ -
---સ્થાવર-રૂfi----“થાવર હિમાલય:" રૂતિ સરખાવો ગાર્બે પ૮) કર્યો છે. (૩) ગીતા–સમગ્રના પરંપરાગત વિભાગ -
ઉપર જણાવ્યા મુજબ, ગીતા–સમગ્રનું પ્રથમ દૃષ્ટિએ વિશ્લેષણ કરી તેના ૧૮ અધ્યાયોને કુલ બે વિભાગમાં જેમ કે, વિભાગ ૧ = અધ્યાય ૧-૬ અને ૧૩-૧૮ તથા વિભાગ ૨ = અધ્યાય ૭-૧૨, એ મુજબ વહેંચ્યા છે. તે રીતે ગીતા-પરંપરામાં પણ ગીતાના ૧૮ અધ્યાયોને કુલ ત્રણ સમૂહમાં, જેમ કે અધ્યાય ૧-૬, અધ્યાય ૭-૧૨, અને અધ્યાય ૧૩૧૮ એ પ્રમાણે વહેંચી દરેક અધ્યાય-સમૂહને અનુક્રમે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ, એવાં નામ આપવામાં આવ્યાં છે. ગીતાની આવી પરંપરામાં ગીતાના વિશ્લેષણનો હેતુ તો ન જ હોઈ શકે, પણ ગીતાના અધ્યાયોને આમ ત્રણ સમૂહમાં વહેંચવા પાછળ એટલું તો નિશ્ચિત કહી શકાય કે ગીતાગ્રંથની ચાલી આવતી પરંપરામાં પણ ગીતા એક જ વિષયના - કર્મયોગના - નિબંધ પૂરતી મૌલિક રહી શકી નથી; પણ તેમાં સાકાર-કૃષ્ણ-તત્ત્વનાં જ્ઞાનવિજ્ઞાન અને ભક્તિ (અધ્યાય ૭-૧૨), ઉપરાંત સાકાર-કૃષ્ણ-તત્ત્વના જ્ઞાનની સાથે સાથે તેની પૂર્વે ચાલ્યા આવતા પરંપરાગત જ્ઞાન (અધ્યાય ૧૩-૧૮) જેવા વિચારો પણ વિશેષ તરી આવે છે. ગીતાના તાત્વિક વિચારો સરળ, આકર્ષક વ્યવહારુ અને આદરણીય થતાં કાળક્રમે તેમાંની શ્લોક-વિચાર-વૃદ્ધિ સ્વાભાવિક છે, પણ તે મૌલિક ન હોઈ શકે. કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં, યુદ્ધની તૈયારીની પળોમાં અર્જુનને ભક્તિનો કે જ્ઞાનનો બોધ કરતાં કર્મયોગનો બોધ આવશ્યક હતો; જે આપણને ગીતાના પ્રારંભમાં જ મળી આવે છે; તે કેમ મૌલિક ન હોય ? ગીતામાં આવા કર્મયોગની, ખાસ કરીને અધ્યાય ૧-૬માં પણ, વિશેષ તો અધ્યાયો ૨-૬માં જ ગીતાની મૌલિક્તા શોધવી રહી, જેનું સૂચન કાંઈક સમાંતર જતા ૩:૩૫ અને ૧૮:૪૭ શ્લોક દ્વારા પણ થાય છે. (શ્રેયાન્વધ વિમુન: પરધર્માત્ વનકિતત્---> જેમાં ૩૩૫ શ્લોકોનો મૂળ ઉત્તરાર્ધ ૧૮:૪૭માં જુદો કરી દીધો છે ! ગીતા ૧-૬ અધ્યાયોના પરંપરા-ગત જ્ઞાન કે કર્મના વિચારો લગભગ ઈ.સ.ની બીજી સદીથી પહેલાંના હોય એવું માની ન શકાય. બૌદ્ધોના સંયુક્ત ૪:૧-૨૦૪ની અસર ગીતા ૨:૧૪માં (સરખાવો ઃ માત્રા-સ્પ, શીતોષ્ણ.., મામા પાયિન, નિત્ય) સ્પષ્ટ છે. ગીતાના કેટલાક શ્લોકોની સાથે સમાંતર જતા કઠ ઉપ. (જેમકે ર.૧૦) સિવાય અન્ય ઉપનિષદોમાં આવી પરિભાષા નથી. ગીતાના સાંખ્યવિચારો ઔપનિષદકાલીન છે, તે સમયે પાતંજલ યોગશાસ્ત્ર અસ્તિત્વમાં નહોતું. ગીતા ૧૩-૧૮ અધ્યાયોમાં અધ્યાય ૧૩મો, અધ્યાય ૧૪માની પ્રસ્તાવનારૂપે જોડી દેવામાં