________________
SAMBODHI
112
બંસીધર ભટ્ટ (૨) ગીતામાં સાકાર-કૃષ્ણ-તત્ત્વનું જ્ઞાન અને વિજ્ઞાન. (a) આ વિભાગમાં સાકાર-કૃષ્ણ-તત્ત્વનું જ્ઞાન અને વિજ્ઞાન દર્શાવતા વિચારો થોડીક સ્પષ્ટતા
માગી લે છે. વિભાગ ૧માં પરંપરાગત જ્ઞાનના વિચારો સામાન્ય રીતે દર્શાવાયા છે; પણ સાકાર-કૃષ્ણતત્ત્વમાં મળતા પ્રથમ વિભાગ જેવા જ વિચારોમાં વિશેષ તો પ્રથમ પુરુષ (એકવચન) સર્વનામનો કે ક્રિયાપદનો પ્રયોગ જોવા મળે છે. એટલે કે વિભાગ ૧માં જે જ્ઞાન દર્શાવ્યું છે; તેને વિશિષ્ટ રીતે સાકાર-કૃષ્ણ-તત્ત્વના વિચારોમાં “હું, મારું, મારાથી” જેવાં સર્વનામોનો પ્રયોગ કરી ફક્ત સાકાર-કૃષ્ણ-તત્ત્વને જ પ્રાધાન્ય આપ્યું છે, જેમ કે “હે ધનંજય, મારાથી વધારે ઊંચે સ્થાને બીજું કોઈ (તત્ત્વ) નથી. જેમ દોરામાં મણિ-ગણ, તેમ મારામાં આ આખું (જગત) પરોવાયું છે” (ગીતા. ૭.૭). “પરમ (સં)સિદ્ધિએ પહોંચેલા મહાત્માઓ મારી પાસે જઈને, અશાશ્વત (અનિત્ય) અને દુઃખોના સ્થાનરૂપ પુનર્જન્મ પામતા નથી” (ગીતા. ૮.૧૫). “જે મારામાં મન જોડીને, (મારાથી) નિત્ય-યુક્ત થઈ મને ઉપાસે છે, તે ઊંચા પ્રકારની શ્રદ્ધાવાળા, મારા “યુક્તતમ” (મને જ જોડાયેલા) મનાય છે.” (ગીતા. ૧૨:૨; સરખાવો ૬:૪૭, ઉપર વિભાગ ૧) !
આ સાકાર-કૃષ્ણ-તત્ત્વના જ્ઞાન-વિષયક વિચારો છે. (b) આ જ સાકાર-કૃષ્ણ-તત્ત્વનો, અમુક તત્ત્વોમાં કે પદાર્થોમાં, સાક્ષાત્કાર, દર્શન, અનુભવ
કરાવતા વર્ણનમાં-શ્લોકોમાં-સાકાર-કૃષ્ણ-તત્ત્વનું વિજ્ઞાન સ્પષ્ટ થાય છે. આવા લગભગ એકેએક શ્લોકમાં પ્રથમ-પુરુષ-સર્વનામના પ્રયોગો વિશેષ તરી આવે છે. આ સાકાર-કૃષ્ણતત્ત્વનો સાક્ષાત્ અનુભવ થતાં. અર્જુનના અને સંજયના મુખમાં પણ એ કૃષ્ણ-તત્ત્વનાં દર્શન થયાના જ ઉગારો રહ્યા છે ! સાકાર-કૃષ્ણ-તત્ત્વના વિજ્ઞાનના (વિશેષ પ્રકારના જ્ઞાનના, સાક્ષાત્કાર, અનુભવ, દર્શન, વગેરેના) સંદર્ભમાં કોઈ વાર યોગમાયા (૭:૨૫; માયાવી યુક્તિ ?) તો કોઈ વાર ઐશ્વરયોગ (૯:૫ અને ૧૧:૮; અસાધારણ યુક્તિ ?), કોઈ વાર દિવ્ય આત્મ-વિભૂતિ (૧૦:૧૯; પોતાની કે આત્માની અલૌકિક વિભૂતિ) કે યોગ (યુક્તિ ?) અને વિભૂતિ (૧૦૭ અને ૧૮) કે ઐશ્વર-રૂપ (૧૧૩ અને ૧૧:૯ અસાધારણ રૂ૫) કે આશ્ચર્ય (૧૧:૬) અથવા સાકાર, અવ્યય આત્મ-સ્વરુપ (૧૧ઃ૪) જેવા પ્રયોગો થયા છે. (અહીં “યોગ” શબ્દ અસ્પષ્ટ રહ્યો છે; જુઓ ૧૦:૭ = ----યોri ----યોન ---? યોગ-શબ્દ બે વાર એક જ અર્થમાં છે કે ભિન્ન અર્થમાં ?) વિજ્ઞાન-વિચારોમાં, કોઈ કોઈ સાત્ત્વિક તત્ત્વો કે “ભાવ” (રૂપરહિત ભાવ-પદાર્થ, સંજ્ઞામાત્ર, અંતઃકરણથી અનુભવગમ્ય), તેજ, તપ,