________________
સુધી પ’ચપરમેષ્ઠીઓની કરૂણા અને દિવ્યશકિતને ખૂબ સ્પષ્ટપણે અનુભવ થયેા છે.
તે વિના ઝીણામાં ઝીણી વિગતા સ્થલ, સમયની ઝીણવટ સાથે માહિતી મેળવી શી રીતે શકું ? તેથી તે બદ્દલ હું શ્રી નમસ્કાર મહામંત્રને ખૂબ જ ઋણી છું કે આ રીતે સફળતા સહુ આગળ ધપી રહ્યો છુ.
પૂ.
આ ઉપરાંત મારા તારક આરાધ્યપાદ ગુરૂદેવ શ્રી ઉપાધ્યાય ભગવતશ્રીની અદૃશ્યકૃપાના પણ એશી ગણુ છું.
વધુમાં આ ગ્રંથના ફ્ર્માં બધા જોઈ તપાસી ટૂંકુ પણ માર્મિક શ્રદ્ધાંજલિરૂપ “આદર્શ સયમધરની” ઉચ્ચ જીવન ગાથા”ના શીર્ષક તળે. પ્રાંજલ લખાણ લખી આપવાની ઉદારતા દર્શાવનાર પૂ. ગણી શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ. (કે જે પૂ. આ. શ્રી નેમિસૂરિમના શિષ્ય પૂ. આ. શ્રી અમૃતસૂરિમના શિષ્ય પૂ. આ. શ્રી વિજયદેવસૂરિજી મના શિષ્ય પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મના શિષ્ય રત્ન છે.) ના પણ ઉદાત્ત ધર્મપ્રેમની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઉં છું.
છેવટે પરમકૃપાલુ પરમતારક શ્રી જિનશાસન ગગનના તેજસ્વી તારકસમા પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીના અદ્ભુત લાકોત્તર વ્યકિતત્વના પરિણામે યથાશકય ચકાસણી અને જાતમહેનતભર્યાં પુરૂષાર્થીના માપદ’ડથી પ્રમાણિત થયેલ વિગતાના આધારે આલેખાયેલ આ જીવનચરિત્રમાં