________________
આ રીતે મહાપ્રયને આલેખાયેલ આ જીવનચરિત્રને સ્વતંત્ર પુસ્તકનું રૂપ આપવાનું પણ કુરેલ, તે મુજબ આ ગ્રંથનું સ્વતંત્ર અસ્તિત્વ થવા પામ્યું છે.
આ ગ્રંથને આલેખનમાં દેવ–ગુરૂ-કૃપાએ ઉદયપુરના ગડીજી ઉપાશ્રયની ઓરડીમાંથી મળી આવેલ જૂના પત્રોને ફાળે ઘણે છે.
ઉપરાંત વિ. સં. ૧૯૪પમાં પ્રકાશિત અને
ઉદયપુર શ્રી સંઘ “શ્રી ગોડીજી મહારાજ મંદિરને વૃત્તાંત” પુસ્તિકાને પણ સહકાર ઘણો મલ્ય છે.
આ સિવાય સાગર-શાખાની પટ્ટપરંપરા, તપાગચ્છપટ્ટાવલી, આદિ ગ્રંથને પણ પ્રામાણિક સહારો મેળવ્યા છે.
આ લેખનને વધુ સફળ બનાવવામાં અનેક ધર્મપ્રેમી પુણ્યાત્માઓને સહયોગ મળે છે.
જેમાં ખાસ કરીને પ્રેસ-કોપી વગેરે બનાવવામાં મુનિશ્રી નિરૂપમસાગરજી મ. મુનિશ્રી હેમચંદ્રસાગરજી મ. મુનિશ્રી પુણ્ય શેખર સાગરજી મ. આદિના ઉદાત્ત ધર્મપ્રેમભર્યા સહકારની ગુણાનુરાગભરી અનુમોદના કરૂં છું.
મને તે આ જીવનચરિત્રના કાર્યમાં અથથી અંત