________________
(અમરેલી પ્રતાપરાય આર્ટ્સ કોલેજના સહ પ્રાધ્યાપક હતંભરા પ્રજ્ઞાવાન સહૃદયી સન્મિત્ર ડો. વસંતભાઈ પરીખે ભારે અસ્વસ્થ દેહસ્થિતિ વચ્ચે પણ અમરેલીમાં વર્તમાન શ્રીમદ્ રાજચંદ્રજી જન્મજયંતી તા. ૪-૧૧-૨૦૧૭ના પ્રસંગે ચિંતનીય પ્રવચન આપ્યું. તદુપરાંત આ અભ્યાસપૂર્ણ વિવેચન પણ સાભાર લખી આપ્યું.) રાજગાથા' ગ્રંથ પુરોવચન:
જ્ઞાન પ્રતાપ | કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતિ જ્યારે વિશ્વભરમાં યોજાઈ રહી છે ત્યારે શ્રીમદ્ગ જ્ઞાનસભર ભાવાંજલિ અર્પતો શ્રી પ્રતાપકુમાર ટોલિયાનો “રાજગાથા ગ્રંથ જિજ્ઞાસુઓ અને ભાવકો માટે અનેક રીતે ઉપયોગી બનાવતો પ્રકાશિત થઈ રહ્યો છે તે ખરેખર એક “અપૂર્વ અવસર' છે.
શ્રી પ્રતાપભાઈના સંઘર્ષપૂર્ણ જીવનનો હું સાક્ષી છું. તેમણે અનેક કષ્ટો વેક્યાં છે, પણ કદિયે આત્મવિશ્વાસ ખોયો નથી. સદ્ગુરુઓનો સંગ, સૉંથોનું વાંચન અને સતત આત્મચિંતન એ ત્રણ અદ્ભુત સાધનો તેમને સહાયરૂપ નીવડ્યાં છે. વિશેષતા શ્રીમદ્ રાજચંદ્રના સંપૂર્ણ જીવન અને સર્જનનું એમણે કરેલું ગહન ચિંતન તેમના જ્ઞાનને પ્રતાપી બનાવી રહ્યું છે. વર્ધમાન ભારતીના નિયામક તરીકે એમણે જેનધમી અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક પુસ્તકો લખ્યાં છે. સ્વયં એક કુશળ સિતારવાદક અને ગાયક કલાકાર હોઈ શ્રીમદ્ગી ગાથાને સંગીતમાં ઢાળી અનેક સીડી પણ બહાર પાડી છે. વળી શ્રીમના “આત્મસિદિકશાસ્ત્રને એકી સાથે સાત ભાષાઓમાં પ્રકાશિત કરી તેમણે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે.”
પ્રસ્તુત ગ્રંથમાં પાને પાને એમનું શ્રીમદ્ગા ગ્રંથનું અર્થઘટન અને જૈન તેમજ ઈતર દર્શનનું જ્ઞાન પ્રગટ થયું છે. વળી તેમણે ગાંધીજી, વિનોબાજી, પં. સુખલાલજી, પૂ. વિમલાજી, પૂ. સહજાનંદઘનજી જેવા મહાન ચિંતકોના પૂ. રાજચંદ્રજી વિષેના વિચારોનું દોહન કરી ગ્રંથને વ્યાપક પરિમાણ આપ્યું છે.
ગણધરવાદ વિશેનો લેખ એમના સન્નિષ્ઠ સંશોધનનો પરિપાક છે. આ ગ્રંથમાં સુશ્રી સુમિત્રાબેન ટોલિયાનો એક સુંદર લેખ છે. આ બધું જોતાં શ્રીમદ્ભાં જ્ઞાન, કર્મ, ભક્તિ અને ધ્યાનનો કેવો દિવ્ય ચતુષ્કોણ રચાયો છે તેની પ્રતીતિ થાય છે. ભગવાન મહાવીર પછી વર્ષો વીત્યાં બાદ આનંદઘનજી અને તેમના પછી વરસો બાદ શ્રીમદ્ રાજચંદ્રજી મળ્યા અને આજે હવે શ્રી પ્રતાપ ટોલિયા મળે છે એમ આ જ્ઞાનધારા નિરંતર ચાલુ જ રહેશે એવી આશા જાગે છે. પ્રા.શ્રી પ્રતાપ ટોલિયાના આ રૂડા ગ્રંથનું ભાવપૂર્વક સ્વાગત કરું છું.
શ્રીમની ૧૫૦મી જન્મજયંતિ અમરેલી, ૪-૧૧-૨૦૧૭
ડો. વસંત પરીખ