Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 13
________________ આ લેખન – ઉપક્રમમાં ઉપર્યુક્ત શ્રીમજીના પ્રત્યક્ષ સમર્પિત અને પરોક્ષદર્શી જે સપુરુષોનું દૂરથી અને નિકટથી જે દર્શન-અંતર્દર્શન થયું છે તે પ્રાયઃ તો અદૃશ્ય રહ્યું છે. અહીં તેમના શ્રીમદ્જી વિષેના આ પ્રકારના ઉલ્લેખનીય પ્રતિભાવો મૂક્યા છે. વધુમાં, આ લખતાં આ યુગના થોડા પ્રવાહો અને વ્યક્તિઓ–વ્યક્તિસમૂહોનું નિરીક્ષણ પણ થયું છે : (૧) શ્રીમદ્જી પ્રત્યે શ્રધ્ધાવાન્ સમયદ્રષ્ટા પુરુષો અને સંતજનો (૨) તેમના પ્રત્યે પ્રગ્નદૃષ્ટિએ, કટાક્ષદૃષ્ટિએ નિહાળનારા તથાકથિત મુનિજનો શ્રીમદ્જીથી અનભિજ્ઞ, અપરિચિત તથાકથિત વિદ્વાનો, સાક્ષરો, પત્રકારો ગાંધીજી-વિનોબાજીના શ્રીમદ્જી પ્રતિ પૂજ્યભાવ છતાં તેમના પ્રત્યે સંદેહભાવ ધરાવતા, શ્રીમદ્ સાહિત્ય અભ્યાસ-વિહીન સ્વય ગાંધીજનો ! (૫) ગુજરાતનો જ જનસમાજ, ઘરના હીરાને જ નહીં ઓળખતો સમાજ (૬) ગુજરાત બહાર ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વભારતનો જન સમાજ, જેમાં દક્ષિણભારતમાં શ્રીમદ્પરિચય કરાવવાનું મહાકાર્ય શ્રી સહજાનંદઘનજીએ કર્યું. (૭) વિદેશમાં વસવા છતાં આ લખનારના પ્રત્યક્ષ અનુભવ મુજબનો શ્રોતા સમાજ, અભ્યાસીવર્ગ અને જિજ્ઞાસુજનો : કેલિફોર્નિયા, બોસ્ટન, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, શિકાગો, સિધ્ધાચલમ્, લંડન આદિ અમેરિકા ઈંગ્લેન્ડના. આ સર્વની વચ્ચે સદ્ભાવથી કે ક્યાંક સ્પષ્ટ પ્રતિભાવ-પ્રતિકારથી પણ શ્રીમદ્જીનું મહિમાગાન કરવાનું જે અન્ય સામર્થ્ય સાંપડ્યું તે આ પામર અધાત્મા પર ઉપર્યુક્ત સર્વ પ્રત્યક્ષ-પરોક્ષ પરમગુરુઓનો પરમ અનુગ્રહ જ. તેમના વિષયક આ લખાણોમાં જ્ઞાત-અજ્ઞાતપણે દોષ, આશાતના-વિરાધના થયાં હોય તો ત્રિવિધે ક્ષમાપ્રાર્થના. આ પ્રકાશનના સર્વ સ્વનામધન્ય નિમિત્તજનોને વિશેષરૂપે પુરોવચન લેખક સુહૃદ ડો. શ્રી વસંતભાઈ પરીખ અને સમર્પિત મુદ્રક શ્રી નોતમ રતિભાઈ લાલભાઈ સોમચંદ શાહને અનેકશઃ ધન્યવાદ. પરમગુરુ કૃપાકિરણ પ્ર. બેંગ્લોર - હેપી : ગુરુપૂર્ણિમા, ૯-૬-૨૦૧૭. E-mail : pratapkumartoliya@gmail.com Mobile : 09611231580 IX

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 254