________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* જ્ઞાનપંચમી
શાસકાર મહર્ષિ સમજાવે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની તિથિ કેઈ નક્કી નથી, પણ એક ગુણને લઈને જ્ઞાનપંચમી નક્કી થઈ છે.
જ્ઞાનપંચમી પાછળ દીર્ધદષ્ટિને મહાસાગર પડયો છે. એને શાસ્ત્રદષ્ટિથી જોવું પડશે.
આ જીવ આઠ કર્મની જાળથી સંસારમાં ભટકી રહ્યો છે. આત્મા પર કર્મનાં પડ લાગેલાં છે. તેથી આત્માનું હીર અર્થાત્ શુદ્ધ સ્વરૂપ દેખાતું નથી. આત્માનું સ્વરૂપ જ્ઞાનથી જણાય છે.
આત્માને ગુણ જ્ઞાન છે. જેમ જેમ જ્ઞાન આવતું જાય, તેમ તેમ આત્મા શુદ્ધ બનતું જાય છે. સ્વ અને ૫રને પ્રકાશિત કરનાર જ્ઞાન છે. | મુતજ્ઞાન બેલતું છે, ત્યારે કેવળજ્ઞાન મૂંગું છે. કેવળજ્ઞાનને બતાવનાર શ્રુતજ્ઞાન છે. સિદ્ધને ઓળખાવનાર અરિહંત છે. અરિહંતે પણ સિદ્ધને જ નમસ્કાર કરે છે. સંસારને પાર કરનાર જ્ઞાન છે. શ્રુતજ્ઞાન આત્માને ઓળખાવે છે. છે અજ્ઞાનથી કર્મબંધન કરે છે.
ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં ઊંઘતી વખતે સંગીત બંધ
For Private And Personal Use Only