________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
જગતના મહાન કાર્યોના સર્જનમાં અખૂટ શ્રદ્ધા રહેલ છે. શ્રદ્ધાથી નિર્બળ શરીર પ્રબળ કાર્ય કરી શકે છે. મહાસતી સુલસાની ધર્મશ્રદ્ધા અખૂટ હતી. શરીર થાતું નથી, મન થાકે છે. ઈચ્છાઓના મેરુપર્વતથી શરીર ત્રાસી જાય છે. શરીર પાસેથી કામ લેવાનું છે, તેથી તેને ટકાવવા માટે પિષવાનું છે, પણ તેના ગુલામ બનવાનું નથી, માલિક બનવાનું છે. કાયાને આજ્ઞાંક્તિ બનાવવાની છે. શરીર કામ નથી કરતું, પણ શ્રદ્ધા કામ કરે છે.
સ્ત્રી કદી સાતમી નરકે જતી નથી, પુરુષ સાતમી નરકે જાય છે, કારણ કે સ્ત્રીનું સાતમી નરકનું આયુષ્ય બાંધે એવું રૌદ્ર પરિણામ થતું નથી. પુરુષના અધ્યવસાય સાતમી નરકના આયુષ્ય બાંધવા જેવા અતિરૌદ્ર બની શકે છે. આપણું તન સંસારમાં હોય છતાં મન તે મેક્ષમાં હોવું જોઈએ. આથી તેની દરેક પ્રવૃત્તિ મેલ મેળવવા માટેની હશે. તનની દરેક પ્રવૃત્તિનું ધ્યેય મનને તેના દયેયને પહોંચવા સહાય કરવાનું છે.
જેણે મન સાધ્યું, તેણે સઘળું સાધ્યું. એકવાર તનને સંયમિત બનાવી શકશે, તેને સમજાવી શકશે, તે તેની પાસેથી ધાર્યું કામ લઈ શકશે. પરંતુ જે મોક્ષમાર્ગના મૂળમાં છે, તે મનને પ્રેમથી, શ્રદ્ધાથી, જ્ઞાનથી, ચિંતનથી, મનનથી, ધ્યાનથી કેળવો તે તે મન મક્ષપંથે અવશ્ય લઈ જશે. મોક્ષ અતિદુષ્કર છે પણ મન એ રીતે કેળવાય તે મેક્ષ હાથ વેંતમાં છે.
૩૫
For Private And Personal Use Only