________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
મેળવવા ધવલશેઠે શ્રીપાળને દરિયામાં ધકેલ્યા. ત્યાં મગર નાવરૂપે મળી ગયે ને થાણાના દરિયાકિનારે સહીસલામત આવે. મદનરેખા અને મદનમંજૂષા શ્રીપાળને મરીને બેભાન થાય છે, ત્યારે ચશ્વરી દેવી આવે છે, ધવલશેઠને તેનાં દુકૃત્યેની શિક્ષા આપે છે. ધવલશેઠ ત્યાંથી નાસી છૂટે છે. છેવટે શ્રીપાળને થાણામાં હેરાન કરવા પ્રયત્ન કર્યો. શ્રીપાળને ધવલશેઠના કુકર્મો જોઈને ખૂબ દુઃખ થાય છે. ધવલશેઠ એક વખત મુશ્કેટાટ બંધાયા હતા, તે શ્રીપાળે તેમને છોડાવ્યા હતા. શ્રીપાળ ધવલશેઠને ઉત્તમ જીવન બનાવવાનું કહે છે, પણ ધવલશેઠ માને ખરા! છેવટે ધવલશેઠને ખૂરે અંજામ આવે છે. મરીને તે સાતમી નરકે જાય છે.
ધવલશેઠના મરણના સમાચાર મળ્યા. શ્રીપાળને દુઃખ થયું. શ્રીપાળને ધવલને પૈસે જોઈ તે નથી. તેમાં દુઃખ, વ્યથાને નિસાસા હતા. શ્રીપાળ ધવલશેઠના પુત્ર વિમલને ૨૫૦ વહાણે આપી દે છે. વિમલ શ્રીપાળના ચરણમાં નમન કરે છે ને તેનું જીવન બદલાઈ જાય છે.
શ્રીપાળ ને મયણાસુંદરી નવપદની આરાધના કરીને જીવનને ઉત્કૃષ્ટ કોટિનું બનાવે છે. સુરસુંદરીના જીવનને સુંદર બનાવવા પ્રયત્ન કરે છે. પિતાનાં ભેગવવાનાં કર્મને સમતાપૂર્વક સહન કરીને, હૃદયમાં અરિહંત, સિદ્ધ આદિ પંચપરમેષ્ઠિને સતત સ્મરીને જીવન ત્યાગમય બનાવ્યું.
For Private And Personal Use Only