________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આપણે આપણને ભૂલી ગયા છીએ. ‘હુ” ના ગમનાગમનના, કાય ના, ઉદ્દેશના વિચાર નથી કર્યાં. આપણા સુખને, આપણી શાંતિને, ચિત્તની પ્રસન્નતાને, વર્ષોંના આનંદને એક ક્ષુલ્લક ક્રાધથી ભસ્મીભૂત કરવાના નથી. જીવન પ્રસન્નાપૂર્વક વ્યતીત કરવાનું છે.
આ વિશ્વ તે ધર્મશાળા છે, તેમાં અત્યારે આપણે રહીએ છીએ. જ્યારે મરણ આવશે, ત્યારે પુણ્ય–પાપનુ પેટલું લઈને ચાલ્યા જવાનુ છે. જિઈંગી માગી લાવેલ આભૂષણ જેવી છે. જિંદગીમાં એવાં કાર્યાં કરવાં કે જેથી મૃત્યુ સમયે શીલ કે વીલના પ્રશ્ન ઊભા ન થાય.
“ તારું લેશ માત્ર નથી, આ આંખ મધ થતાં.” આવું યાદ આવતાં બે ઘડી સ્મશાન-વૈરાગ્ય આવી જાય છે, અને તે વરાગ્ય પાછા ચાલ્યા જાય છે. માનવતાવાળા માનવ મહાન છે, દેવ મહાન નથી. “આજ આજ, ભાઈ અત્યારે” કહીને ધર્મ અત્યારે જ કરી લેવાના છે, કારણ કે કાલ કોણે દીઠી છે? ’
ઘડપણમાં ધર્મના વિચાર કરવા, તે કરતાં ઘડપણ આવતાં પહેલાં જ ધર્મ જીવનસાત્ થવા જોઈએ, તેા જ મનુષ્યજન્મ સફળ બની શકે.
જીવનમાં ધનના, સત્તાના, રૂપને, યુવાનીના ગ કરવાના નથી; આ બધા ફૂલાવેલા ફૂગ્ગા સમાન છે, એકાદ ટાંકણી અડતાં હવા ઊડી જશે.
૭૫
For Private And Personal Use Only