________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંવાદ
આજે આપણને ધર્મની કિંમત સમજાય છે, કારણ કે લેકેમાં દુઃખ તથા દર્દ છે. અશાંતિ તેમ જ દુઃખથી રાત્રે ઊંઘ આવતી નથી. દુઃખ દૂર કરવાને ઉપાય ધર્મ જ છે. લોકોને ધર્મથી મળતું સુખ, શાંતિ, સ્વાસ્થ જોઈએ છીએ, પરંતુ ધર્મ કરવાને માટે પડતું કષ્ટ-દુખ જોઈતું નથી, માટે ધર્મને આપણા જીવનને અમૃત–કુંભ બનાવે.
આજે તે માણસ બેલે છે કાંઈને મનમાં વિચારે છે કાંઈ, અને કાયાથી આચરણ કરે છે કાંઈક જુદું જ. આમ જ્યાં સંવાદિતતા નથી, ત્યાં શાંતિ નથી. એક બીજા પર મૈત્રીભાવ પ્રદર્શિત કરે જોઈએ તે માટે છેવટે રવિવારને દિવસ દિલને દેવા માટે છે, તે દિવસે ગુરુ પાસે જવાથી જીવનને સંગીતમય બનાવવાની અદ્દભુત પ્રેરણા મળે છે.
આત્મા ઉપર આવરણ અશુદ્ધિના, અજ્ઞાનનાં, વિષયકપાયનાં ચઢી ગયાં છે તેને દૂર કરે, એટલે પરમાત્મ સ્વરૂપ પ્રગટશે. જ્યાં સુધી આ અધમ ક્યરે છે, ત્યાં સુધી ગુરૂને કલ્યાણકારી ઉપદેશ દિલ સુધી પહોંચતું નથી. તે માટે મન, વચન અને કાયાની વૃત્તિ, પ્રવૃત્તિ એકમય બનવી જોઈએ.
For Private And Personal Use Only