________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આપણે જીવનને મધુર બનાવવાનું છે, સંવાદમય બનાવવાનું છે. તે માટે મન, વચન ને કાયાના વિચાર, વાણું ને વર્તનને સંવાદિત બનાવવાનાં છે. તેમાં એકરૂપતા લાવવાની છે. તે માટે જીવનને ચંદનની માફક ઘસીને સૌરભ અન્યને અર્પવાની છે. જીવન તે પશુ, પક્ષી, માનવ, કીડા, કીડી આદિ જીવે છે, પણ જીવન નિમકહરામ ન બનાવતાં, નિમકહલાલ બનાવવું જોઈએ. કૂતરે જેનું ખાય છે, તેને માટે જીવન સમર્પિત કરે છે. તેની સેવા વફાદારીપૂર્વક કરે છે. તે પિતાના માલિકને કદાપિ બેવફા બનતે નથી. જમાઈ નિમકહરામ બને છે, ખાનારનું ખોદે છે, કૃતજ્ઞતાને બદલે કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે. આવું જીવન તે જીવન નથી.
જીવનમાં આવતા ઝંઝાવાતાને શાંતિપૂર્વક સામને કરો. તે માટે આવશ્યકતા છે દેવની કરુણકૃપા, ગુના આશીર્વાદ અને ધર્મની પ્રેરણું. આ જે પ્રાપ્ત થશે તે જીવન જીવવા જેવું ને માણવા જેવું લાગશે. જીવનમાં જ્યોતિ પ્રગટશે, અને તે તિનાં શીત કિરણમાંથી સુસંવાદિત સુરાવલી જીવનને પ્રસન્ન કરશે અને જીવનને સંવાદમય–સમય–સૌરભમય બનાવશે. તેવું જીવન વીતરાગમાગી બની શકશે.
For Private And Personal Use Only