SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આપણે જીવનને મધુર બનાવવાનું છે, સંવાદમય બનાવવાનું છે. તે માટે મન, વચન ને કાયાના વિચાર, વાણું ને વર્તનને સંવાદિત બનાવવાનાં છે. તેમાં એકરૂપતા લાવવાની છે. તે માટે જીવનને ચંદનની માફક ઘસીને સૌરભ અન્યને અર્પવાની છે. જીવન તે પશુ, પક્ષી, માનવ, કીડા, કીડી આદિ જીવે છે, પણ જીવન નિમકહરામ ન બનાવતાં, નિમકહલાલ બનાવવું જોઈએ. કૂતરે જેનું ખાય છે, તેને માટે જીવન સમર્પિત કરે છે. તેની સેવા વફાદારીપૂર્વક કરે છે. તે પિતાના માલિકને કદાપિ બેવફા બનતે નથી. જમાઈ નિમકહરામ બને છે, ખાનારનું ખોદે છે, કૃતજ્ઞતાને બદલે કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે. આવું જીવન તે જીવન નથી. જીવનમાં આવતા ઝંઝાવાતાને શાંતિપૂર્વક સામને કરો. તે માટે આવશ્યકતા છે દેવની કરુણકૃપા, ગુના આશીર્વાદ અને ધર્મની પ્રેરણું. આ જે પ્રાપ્ત થશે તે જીવન જીવવા જેવું ને માણવા જેવું લાગશે. જીવનમાં જ્યોતિ પ્રગટશે, અને તે તિનાં શીત કિરણમાંથી સુસંવાદિત સુરાવલી જીવનને પ્રસન્ન કરશે અને જીવનને સંવાદમય–સમય–સૌરભમય બનાવશે. તેવું જીવન વીતરાગમાગી બની શકશે. For Private And Personal Use Only
SR No.008733
Book TitlePrerna
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1982
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy