________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
પારસમણિ લેઢાને સુવર્ણ બનાવે છે, તેમ આ દેહની કઠીમાં શુદ્ધ સ્વરૂપી આત્મા પડેલ છે. તેનું જ્ઞાન દેવ, ગુરુ, ધર્મરૂપી પારસમણિના સ્પર્શથી થાય છે. તે માટે રવિવારે પ્રભુપૂજા કરો અને ગુરુવાણી સાંભળે.
પ્રભુપૂજન શા માટે? તે તે એટલા માટે કે તેમનામાં દિવ્યતા, પરમ ઉચ્ચતમ માનવતા, ત્યાગ તેમ જ સર્વજી પ્રત્યે વહેતે અનંત કરુણાને ધેધ છે. તેને એક અંશ પ્રાપ્ત કરી તદુરૂપ બનવા માટે પ્રભુપૂજન છે. આથી જીવન ઊર્ધ્વગામી બને છે. જીવનમાં શાંતિ, સંતેષ ને સમતા પ્રગટે છે.
આ માટે આપણે આપણને સમજવાની જરૂર છે કે હું કેણ છું? મારું ધ્યેય શું છે? આજે આપણે આપણી જાતને ઓળખતા નથી. નહિતર માનવ ધારે તે બની શકે છે. માનવ તે મહામાનવ બની શકે છે. આપણે નિશ્ચય કરે જોઈએ કે મારે કાંઈક બનવું છે, તેમ જ કાંઈક ઉત્તમતા પ્રાપ્ત કરવી છે. હું શું ન બની શકું?” આને માટે અંતઃકરણપૂર્વકનો પુરુષાર્થ કર જોઈએ, અને તે જ ગૌરવની વાત છે. આ જગતમાં તમે પ્રવેશ કર્યો, ત્યારે બધા હર્ષ પામતા હતા, તમે રડતા હતા અને જગતમાંથી વિદાયગીરી લેશે ત્યારે તમારા સતકૃત્ય સ્મરીને જગત રડતું રહેશે, અને પ્રાપ્ત થયેલ પુણ્યથી પ્રકાશ પ૧ જતાં તમે હસતા હશો.
For Private And Personal Use Only