________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | જીવન એક સ્વપ્ન
સંસારમાં જળકમળવત્ રહેવાનું છે, તેમાં લપેટાઈ જવાનું નથી. આત્મા પ્રવાસી છે, વાસી નથી. આ જિંદગી એક સોહામણું સ્વપ્ન છે. આ જીવનમાં ગમે તેટલી સંપત્તિસમૃદ્ધિ હશે, તેય છેવટે તે તેને ત્યાગ કરીને જવાનું નિશ્ચિત છે. પરલોકમાં જતી વખતે સુકૃતનું ભાથું લઈને જવાનું છે. શરીરની સગાઈ બેટી છે, આત્માનું સગપણ સત્ય છે.
- પતિ-પત્ની વચ્ચે અપાર પ્રેમ હોય, પણ પતિને આત્મા ચાલ્યા જાય, તે તે મડદાની પાસે એક ક્ષણ પણ બેસી શકતી નથી. તે જ્ઞાની પુરુએ કહ્યું છે કે જિંદગીના સ્વપ્નને અમર બનાવી દે, પ્રમાદ ત્યજી દે, પુરુષાર્થ પ્રારંભે. પ્રભુ મહાવીરે ગૌતમને વારંવાર કહેલ છેઃ “હે ગૌતમ, એક ક્ષણને પણ પ્રમાદ ન કરીશ.”
આપણું ધ્યેયને આપણે શાંતિથી વિચાર કરવાને છે. જીવનભર સુકૃત્ય કરવાનાં છે. મન, વચન અને કાયાથી સદાચરણ અને શુભભાવના ભાવવાની છે. પિતાને શોધવા માટે અંતરમાં ડૂબકી મારવાની છે. જ્ઞાનીઓ તે દષ્ટા છે, બતાવનાર છે, તેમણે બતાવેલ માર્ગે આપણે જવાનું છે.
For Private And Personal Use Only