________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
*| શ્રીપાલચરિત્ર
'
શ્રી રત્નશેખરસૂરિએ શ્રીપાલચરિત્રનું સુદર આલેખન કર્યું છે. તેઓ કહે છે: · વીતરાગની વાણીને હું આપવાના છું.' પ્રભુની વાણી સૂર્ય જેવી છે. વીતરાગની વાણીરૂપ સૂર્યપ્રકાશ મળતાં લોકોનાં હૃદયકમળ ખીલી ઊઠે છે.
નવપદ્ આલેખન જગતમાં શ્રેષ્ઠ છે. જેવી રીતે ચક્ર મળતાં ચક્રવતી ને છ ખંડ મળી જાય, તેમ ભવ્ય આત્માને છ સિદ્ધચક્ર મળતાં ચૌદરાજલેાક પર વિજય મળે છે.
જેના હૃદયમાં સિદ્ધચક્રના પ્રભાવ છે, તે આત્મા ધન્ય અની જાય છે.
મયણાસુંદરીએ નવપદની આરાધના કરી, તેનું સૌભાગ્ય સાળે ક્ળાએ ખીલી ઊઠ્યું.
પ્રજાપાળ રાજાને એ રાણીઓ હતીઃ સૌભાગ્યસુંદરી અને રૂપસુ દરી, સૌભાગ્યસુંદરીથી સુરસુંદરી નામની રાજકન્યા જન્મી અને રૂપસુંદરીથી મયણાસુંદરી થઈ.
મયણા ને સુરસુંદરી અને દરેક કળાને સા અભ્યાસ કરે છે. એક વખત તેમના પિતાએ-પ્રજાપાળ રાજાએ તેમને પ્રશ્ન પૂછ્યો : “ પુણ્યથી શું મળે છે?”
r
સુરસુંદરીએ ઉતાવળે જવાબ આપ્યા: “ ધન, યૌવન, હાશિયારી, તંદુરસ્તી, મનગમતા પ્રિયતમ, બધુ પુણ્યથી જ મળે છે.”
૦
For Private And Personal Use Only