________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
અહિંસાને પાલક જેમાં જીવહિંસા થતી હોય તેવાં સાધને–ચરબીયુક્ત કપડાં, લીવરનાં ઇજેકશને, કેડલીવર ઓઈલ, ક્રમના બૂટ ન વાપરે. અહિંસા વિના મનની સ્વસ્થતા જળવાય નહીં. અહિંસા સાથે સાદાઈને સત્યની માવજત કરવાની છે. સાદાઈથી મન સરળ બને છે. કપડાં ઉંમરને શેલે તેવાં પહેરવાનાં છે. ઉદુભટ પહેરવેશ પહેરવાનું નથી. આથી મનમાં ગ્લાનિ લાવવાની નથી. ચિત્તને સંયમમાં રાખવાનું છે.
સામાયિકમાં સમતા ને સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્યની જરૂર છે. સંયમીના મુખ પર કાતિ હોય છે. તેના આત્મામાં પવિત્રતાને પમરાટ હોય છે. જેટલું બ્રહ્મચર્યનું તેજ સંચિત થાય તેટલું મગજ સરસ કામ આપે છે. તેમાં વિચાર-વિકલ્પ આવતા નથી. કરેલ જળની માફક સુંદર લાગે છે. દૂધ ઠરે તે જ દહીં બને છે. મગજ શાંત થાય તે જ ગૂંચને ઉકેલ મળે છે. તેથી કેટલાય પ્રશ્નોને જવાબ બાદ મુદ્દતે મળી આવે છે. સામાયિક એ જ જીવનનું લક્ષ હોવું જોઈએ, તેથી જીવન સમતાથી સભર બનશે. રાગદ્વેષનાં કબ્દો હેરાન નહીં કરી શકે. તે વખતે જે અનન્ય આનંદ આવશે, તેથી જે પ્રસન્નતાની સુરખી મુખ પર વિલસી રહેશે તે અદ્ભુત અને અનન્ય હશે.
For Private And Personal Use Only