________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
આપણું શરીર નિર્બળ હેય, છતાં મન જે મજબૂત હોય તે ધાર્યું કામ પાર પાડી શકીશું. સમક્તિી આત્મા સંસારમાં હોવા છતાં હરહંમેશ કર્મનિર્જરા કર્યા કરે છે.
આપણું જીવન સતત વિચારશીલ, ચિતનશીલ તેમજ સ્વમશીલ હેવું જોઈએ, અને જીવનનું ધ્યેય મેક્ષ હોવું જોઈએ. આપણે ખરાબની સોબત કદી ન કરવી, નહિતર
જેવો સંગ તેવો રંગ.” દઢપ્રહારી જેવા મહા પાપી આત્મજ્ઞાનની સોબતથી પ્રાતઃસ્મરણીય થઈ ગયા. ગુણસાગર ચેરીમાં બેઠા બેઠા સંયમના વિચાર કરે છે. અને તેમને પરણનાર આઠ કન્યાઓ વિરતિની સંમતિ આપે છે. આ છે સંયમને સંગ ને સંયમને રંગ.
તેથી ઘરના વડિલેએ ઉચ્ચ જીવન જીવવું જોઈએ, તેઓ જેવું જીવન જીવશે, તેવું જીવન તેમને પરિવાર અનુસરશે.
નેમ ત્યાગી થયા તે રાજુલા ત્યાગી થયા.
રામ ઉત્તમ જીવન ગાળતા તે સીતાનું ચારિત્ર ઉત્તમ હતું સ્ત્રીમાં લાગણીવશતાનું તત્વ પડેલું છે. જે ક્ષેત્ર પ્રત્યેલાગણી થાય તે ક્ષેત્રમાં પિતાનું સર્વસ્વ આપી દે છે, જે તેનું મન વૈરાગ્યમાં કે ધર્મમાં વળે તે ધર્મમાં જ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે. તેથી પુરુષની પ્રતિમા સ્ત્રી છે. પુરુષ માર્ગદર્શક છે, સ્ત્રી પ્રેરણાદાયી છે. પુરુષ પ્રગતિ છે, તે સ્ત્રી પ્રવૃત્તિ છે.
૩૪
For Private And Personal Use Only