________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
આવી રીતે અંતરમાં તેજ આવી જતાં માણસની વૃત્તિ હળવી બને છે; ને જીવ કર્મ મુક્ત બની જાય છે. એક્વાર આદ્યાત્મિક પ્રકાશને સ્પર્શ થાય એટલે કર્મનિજ થવાની ને અનેક ભવ ઓછા થઈ જવાના.
અંતરમાં રહેલ તિમિરને બહાર કાઢવા માટે જ્ઞાનીને સંપર્ક, શાસ્ત્રનું વાચન અને શ્રવણ તથા નૈસર્ગિકતાની જરૂર છે. નિસર્ગમાં રહેલ પુષ્પને ખીલતું ને કરમાતું જોઈને જીવનમાં વૈરાગ્ય પ્રગટે છે. ચિત્ર, મૂર્તિ, આકૃતિ જોઈ માનસ પલટાઈ જાય છે, પાલીતાણામાં આદિનાથ દાદાની મૂતિ જોતાં અંતરમાં ઉલ્લાસના ફુવારા ફૂટે છે.
નબળું બનેલ મન વ્યાખ્યાનથી સબળું બને છે. કેઈ સારા નિર્ણયને વિલંબ થતું હોય તે પ્રભુની વાણી તેમાં સ્કૃતિ પ્રેરે છે. જ્ઞાનની વાણી જ સંસારના ઝેરને દૂર કરે છે. સારા વાચનથી મન મઘમઘતું બને છે.
આ બધાથી સમ્યક્ત્વ પ્રગટે છે. તે એક પ્રકાશ છે. તેથી સંસાર છોડવા જેવું લાગે છે. મરણ-ધન–કે કઈ પદાર્થને હેતુ તે સમજી શકે છે. સમ્યકત્વનું દર્શન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ચારિત્ર વિના ચાલશે, પણ સમ્યકત્વ વિના નહિ ચાલે. આવા આધ્યાત્મિક જ્ઞાનની કિંમત છે.
સંસારમાં તિમિર ને તેજ છે. આપણે આત્મા અજ્ઞાનના કારણે તિમિરિમાં અટવાઈ રહેલ હોય છે, તેને સમ્યક્ત્વ–આધ્યાત્મિક જ્ઞાનને સ્પર્શ થશે તે ત્યાં પ્રકાશ પથરાઈ રહેશે.
For Private And Personal Use Only