________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
૨
જે ધર્મનું ફલક આવી જાય તે ભૂંસાતી જતી ભારતની ભવ્ય સંસ્કૃતિ મરી નથી ગઈ તેવું સુખદ આશ્વાસન લઈ શકીએ.
પ્રકૃતિને નિયમ છે કે તે દરેક વસ્તુને પલટો લાવી દે છે. લોખંડ કાટ ખાતું થઈ જાય છે, ફેકટરીઓ ૨૫ વર્ષ જૂની થઈ જાય છે, તે માનવી જૂને કેમ ન થાય? માનવી માનવીનું મૂલ્ય બદલી રહ્યો છે. માનવી સાધનેનું મૂલ્ય વધારી રહ્યો છે, તેથી માનવતાની કિંમત ઓછી થઈ છે; દાનવતાની કિંમત વધી છે. માનવે વસ્તુઓ પર સ્વામીત્વ મેળવવાનું છે, સાધનને દાસ નહિ, પણ સાધનને દાસ બનાવવા જોઈએ. માણસે વસ્તુની આસપાસ ફરવાનું નહિ, પરંતુ સેંટરમાં રહીને વસ્તુને પિતાની આસપાસ ફેરવવાની છે. અમીબામાંથી માણસ નથી બન્યું, પરંતુ અમીબાને માણસ બનાવવા માટે માણસ બન્યું છે. આ બધું ફક્ત ધર્મરૂપી ચક્ષુથી દેખાશે. તે ધર્મજ્ઞાન સમતુલા જાળવશે.
For Private And Personal Use Only