________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણી
આપણું ઉપર વિર્ષના વિકારને, અને ક્રોધાદિ કષાયને ભય રહે છે, તે સમયે ઈન્દ્રિયેને કાબૂમાં રાખવાની છે. ઇન્દ્રિયને વશમાં રાખીને શઠો મહાસંતે બન્યા છે. આવા સદ્દગુણ સંતે ચાલ્યા જાય છે ત્યારે તેમનાં સંસ્મરણ યાદ કરીને રડીએ છીએ. - સાધુ ન થવાય તે પણ ઈન્દ્રિયને સદુપયોગ કરીને સજ્જન તે બનવાનું જ છે. સજજન માણસ સાધુની નજીક જ છે, માણસની ઇન્દ્રિયે આશીર્વાદરૂપ બને અને શાપ ફેલાવી શકે છે. આત્માને ઈન્દ્રિય સંત કે શેતાન બનાવી શકે છે. જીભને કાબૂમાં રાખવાથી શાંત મધુર વાણી બેલાય છે, ને તેથી શીતળતા પ્રસરી રહે છે.
સર્પ જેને કરડે તે જ મરે, પણ દુર્જન તે એકના કાન કરડે અને બીજો મરી જાય છે. તેથી માણસે વચનને સદુપયોગ કરે જોઈએ.
વચનને સદુપયેાગ સ્વર્ગને આસ્વાદ ચખાડે છે, વચનને દુરુપયોગ નરકની દુર્ગધથી ગૂંગળાવે છે. પ્રભુ મહાવીરદેવ કોઈને “દેવાનુપ્રિય” કે “મહાનુભાવ” વિના સંધતા ન હતા.
સામે માણસ ખરાબ હોય તે આપણે તેના લેવલમાં આવવાનું નથી, પરંતુ તેના પર અનુકંપા, દયા, સહાનુભૂતિ દાખવી તેને ઉચ્ચ સ્થાને લઈ જવાને છે, ઊર્ધ્વગમન માટે જ આ મનુષ્યભવ મળે છે. ૮૪ લાખ જીવનમાં
- ૫૯
For Private And Personal Use Only