________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
જીવનને લક્ષ સહિત ક્રિયાશીલ બનાવવાનું છે. તે માટે : અંતરને સાફ કરવાનું છે. “જેનું અંતર સાફ છે, તેનું જીવન સ્વર્ગ છે, જેનું અંતર મેલું છે, તેનું જીવન નરક છે.” સાફ અંતર માટે મૈત્રી, પ્રમેહ, કરુણા ને માધ્યસ્થભાવની આવશ્યક્તા છે. આ ચારને વિકાસ થશે, એટલે અંતર અમીથી ભરાતું જશે. ત્યાં શુદ્ધતા ને સ્વચ્છતા આવશે. પછી થશે કે “અબ હમ અમર, ભયે ના મરેંગે.” હવે મૃત્યુને ભય નહિ રહે અને જે દેહ ભૌતિક જરૂરિયાતમાં બંધાયેલ છે, તે જરૂરિયાત પૂર્ણ કરવા માટે રેગ, શોક, ચિંતા ને ભયને ભોગ બને છે, તેને બદલે ત્યાં અમરતા દશ્યમાન થશે. જિંદગીને અર્થ સમજાશે. જીવન ક્ષણભર આનંદ માટે વિષય-કષાયથી વિષ વેલડીથી મુક્ત બનશે અને સાચું સ્વાસ્થ પ્રાપ્ત કરી શકશે.
- જીવન વેડફી દેવા માટે નથી. બાહ્ય સ્વાસ્થ મેળવવા જે તે ખાવાનું, પીવાનું કે મોજ માણવાનું નથી. આંતરિક સ્વાસ્થ હશે તે બાહ્ય સ્વાસ્થ ખીલી ઉઠવાનું છે. હેજરી કે આંતરડામાં બગાડ થાય તે શરીર વિકારમય બને છે. પરંતુ આંતરિક સ્વચ્છતા ને શુદ્ધિ હશે તે બાહ્ય સ્વાસ્થ આપોઆપ પ્રાપ્ત થશે માટે જરૂર છે અંતરની શુદ્ધિ, આત્માની સ્વસ્થતા, મનની નિર્મળતા, હૃદયની ઉદારતા ને ચિત્તની પ્રસન્નતા, ઇચ્છિત સ્વાસ્થને મર્મ છે.
પ૦
For Private And Personal Use Only