________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
“જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ. દુર્યોધનને રાજસભામાં બધા જ ખરાબ લાગ્યા, અને ધર્મરાજાને તે સભામાં બધા જ સારા લાગ્યા. ગાંધીજીને ગાળીને કે મરવાને ભય ન હેતે, કારણ કે તેઓ પિતાની સમાન બધાને અવેરી સમજતા. ઘણું સમજાવ્યા છતાં મહાવીર પ્રભુ દષ્ટિવિષ ચંડકૌશિક પાસે ગયા, કારણ કે તેમની દ્રષ્ટિમાં જ્ઞાનરૂપી અમૃત હતું, તેમણે વિષને અમૃત બનાવ્યું.
બાળકને–તેફાની બાળકને સમજાવવા માટે હકારાત્મકથી, પ્રેમથી વાત કરવાની છે. દરેક માણસના ગુણ જોવાના છે, ને જીવનની ક્ષણેક્ષણ મંગળમય બનાવવાની છે. જગત તે સારામાં સારું છે, પણ શુભ જ્ઞાનદષ્ટિના અભાવે આપણને જગત ખરાબ લાગે છે.
સારી પ્રકૃતિવાળા માણસને ક્રોધ આવે છે, ત્યારે તેને ચહેરે બદલાઈ જાય છે. તેથી જ પ્રભુના જ્ઞાનમય શબ્દો જે ચંડકોશિયાને કહ્યા, તે યાદ કરવાના છે : “બૂઝ, બૂઝ, હે આત્મન ! તું સમજ સમજ.” આ માટે મોટામાં મેટા અપમાનને નાનામાં નાનું બનાવી દેવાનું છે, ઝેરના ઘુંટડા ગળી જવાના છે. ઝઘડાને તણખા જેટલો વધારશે. તેટલો ભડકે મેટો થઈ જશે. “ઝેરનો પાલે, મીરાં અમૃત જાણી પી ગયાં.” તેમ કેઈ ઝેરને ખ્યાલ આપે તે આપણે મીરાંની માફક અમૃત સમજીને પી જવાનું છે.
કેની ખરાબીમાં પણ સારું જોવાનું છે. કાંટાઓની વચ્ચે ગુલાબને નીરખવાનું છે, તેવી મંગળમય જ્ઞાનદષ્ટિ ઉત્તમ છે.
૧૩
For Private And Personal Use Only