________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* મંગળ દષ્ટિ
ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી વીર પ્રભુ આપણને બે દષ્ટિ અંગે સમજાવે છે : એક મંગલમય દષ્ટિ અને બીજી અમંગળમય દૃષ્ટિ.
મંગળમય દષ્ટિ દુઃખમાં પણ સુખને જુએ છે અને અમંગળમય દષ્ટિ સુખમાં પણ દુઃખને જુએ છે, કારણ કે તે દષ્ટિ કમળાના રંગ જેવી દૂષિત અપવિત્ર બની ગયેલી હોય છે. મનને શાંત બનાવવા દષ્ટિ પવિત્ર બનાવવાની છે.
દુખીનાં આંસુ લૂછવાના છે અને પરોપકારથી સુખને ઊભું કરવાનું છે. બે પૈસાની અગરબત્તી બળીને પણ સુવાસ ફેલાવે છે, તો અમૂલ્ય માનવી તે કેવી સરસ સુવાસ ફેલાવી શકે તેમ છે !
આપણે જાતે આપણી ક્ષણેક્ષણ સુધારવાની છે. દુઃખની વચ્ચે શાંત રહેવાનું છે. દુઃખીને જેટલું આપશે, તેને બદલે છેવટે જરૂર મળે છે. ધર્મ એ તે અર્પણ છે. આત્મા માટે બધું કરવાનું છે. પતિભક્તિમાં મગ્ન રહેનાર સ્ત્રી અર્પણમાં આનંદ માને છે ને માણે છે. તે પિતાના કર્તવ્યને સાચો આનંદ ગણે છે. પિતાનું ર્તવ્ય બજાવવું સરળ નથી. તે માટે આપણે અંદરથી તૈયાર થવાનું છે. તે માટે પિતાના દોષોને પોતે જ શેધવાના છે.
૧૫
For Private And Personal Use Only