________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા દીકરી : હીરે દી કરે, બાબા?
(ભાઈ દીવા જેવું અજવાળું કરે છે?) બાપ : હીરે દી કરે.
આ સાંભળી નણંદ તથા સાસુને થયું કે વહના પિયરે હાથી છે, ડેલીએ વાજાં વાગે છે. કોઠારમાં ઘણું ધાન્ય છે. હીરા છે. ખૂબ જ વૈભવ છે. તેથી તેમણે વેવાઈનું સારું સ્વાગત કર્યું. સુંદર રસેઈ જમાડી. જતી વખતે ગાડું ભરી મીઠાઈ આપી. પછી પુહિતને થયું કે મારી વહુ સમજણ ભરેલી છે.
દીકરી પાસે જ્ઞાન હતું. જ્ઞાનથી પ્રાપ્ત થયેલ સાનસમજણથી વિપત્તિને વૈભવમાં ફેરવી બતાવી.
દુખમય સંસારમાં ખેદ ન કરતાં સમતાપૂર્વક ઔદાસિન્યભાવે રહેવાનું છે. દુઃખમાંથી સુખ શોધવાનું છે. જ્ઞાનિઓ કહે છે કે વિપત્તિ આવે તે વલખાં મારવાનાં નથી-હારી જવાનું નથી. જે દુઃખ સુખ આવે છે તે આપણાં પૂર્વના કર્મ અનુસાર આવે છે. દુઃખનું સ્વાગત કરવું. દુઃખ આવતાં કટી થાય ત્યારે સમતા અને સહિષ્ણુતા હોય તે જીવન સુવર્ણમય બને છે. દીકરીઓ ગરીબી પચાવી હતી, જ્ઞાનથી દુઃખને જીરવ્યું હતું, દુખ જોયું હતું તેથી તેનામાં સમજણ શક્તિ એવી ઉદ્દભવી કે પ્રતિકૂળતાને અનુકૂળતામાં પરિવર્તિત કરી દીધી. - તે જ્ઞાન ને સમજણ હશે તે આમને પ્રગતિ કરવામાં સરળતા ને સુગમતા રહેશે.
૨૩
For Private And Personal Use Only