________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
અનંત પુણ્યાઈ ભેગી કરે, પુન્યના ઘણા પુંજ ભેગા કરે ત્યારે મનુ જન્મ મળે છે.
ચિન્તામણિરત્ન જેવા અમૂલ્ય મનુષ્ય જીવનને નોટ, કારખાના કે ફેકટરીઓ પાછળ વેડફી દેવાનું નથી. જે સમય મળે છે, તેને આત્મા માટે સોગ કરવાનું છે.
મનુષ્ય અને પશુમાં મહદન્તર છે. મનુષ્ય ઉત્તમ છે. પશુને દુઃખ થતું હોય તે તે શબ્દોમાં વ્યક્ત કરી શકશે નહીં, જ્યારે તે મનુષ્ય કરી શકશે. સુખ દુઃખ વ્યક્ત કરવાની શક્તિ ફક્ત મનુષ્યને મળી છે.
શાસ્ત્રશ્રવણથી મનુષ્યભવને મધુર બનાવવાનું છે. તપ-ત્યાગથી આગળ વધવાનું છે. શ્રવણથી વિકાસ થઈ શકે છે. મનુષ્ય જીવનમાં કરુણ, સરળતા, મૃદુતા અને નિર્લોભપણું આવશ્યક છે. સુખનાં સાધને મેળવવા પાછળ સ ગુણેને ભૂલી જઈએ છીએ. પિતાના ભેગનાં સાધનમાં ગાઢ આસક્ત કે સ્વાથી ન બનતાં, પ્રાણીમાત્રના હિતમાં સદુપયેગી અને સહાયક બનવાનું છે.
જે માણસે આગળ વધવાનું છે, તેણે નાળિયેર જેવા બનવાનું છે. ઉપરથી કઠોર પણ અંદરથી (હૃદય) મૃદુ અને મધુર બનાવવાનું છે. તે માટે મહાપુરુષોના જીવનમાંથી માર્ગદર્શન ને જીવનદષ્ટિ મેળવવાની છે આથી માણસાઈ પ્રાપ્ત થાય છે. જેનામાં માનવતા છે, તે માનવ છે. માન
For Private And Personal Use Only