________________
(1) છ ઠેર ઠેર મેડીકલ સેન્ટરો ઊભા કરવામાં ઇંડા, માંસભક્ષણ, ગર્ભપાત વગેરે અનેક સાવઘોનું પોષણ છે. છતાં
પ્રતિમાપૂજનમાં સાવધનો ખોટો હાઉ ઊભો કરી તેનાથી દૂર ભાગવું એબિસ્કુલવાજબી નથી. સંસારના મહારંભના
પાપને ધોવા “કાંટાથી કાંટો નીકળે' ન્યાયથી જિનપૂજાનો સદારંભ ખૂબ મહત્ત્વનો છે. ઉહિ જેઓ સામાયિકના ગુણ ગાતા ગાતા પૂજાની નિંદા કરે છે, તેઓ “જિનશાસનના, જિનેશ્વરે બતાવેલા તમામ
યોગો અધિકારીમાટે સમાનતયા કર્તવ્ય છે અને પ્રત્યેક યોગમાં વર્તતા અનંતા જીવો કેવળી થયા છે એવા વચનની ઘોર હીલના-મશ્કરી કરી રહ્યા છે. સામાયિક, સામાયિકરૂપે કર્તવ્ય છે, પણ પૂજાના સ્થાને પણ સામાયિક જ કરવાની વાત તો હાસ્યાસ્પદ જ છે. લોકમાન્ય તિલકપર કોઇ કેસ ચાલતો હતો. પોતે અદાલતમાં હાજર થયા, પણ પોતાના કાબેલ વકીલ હાજર ન હતા. તેથી આમતેમ નજર ફેરવતા હતા. તે વખતે નવા તૈયાર થયેલા બે દેશપ્રેમી વકીલોએ એ વકીલની જગ્યાએ સહાયની તત્પરતા દેખાડી, ત્યારે તિલકે જવાબ આપ્યો-“અઢાર વર્ષની કન્યામાટે બાવીસ વર્ષના મૂરતિયાની જગ્યાએ અગ્યાર-અગ્યાર વર્ષના બે મૂરતિયા ચાલી શકે ?” શું
પૂજાના સ્થાને પણ સામાયિક જ કરવાનો આગ્રહ આવો નથી? કિ જિનપૂજા-દ્રવ્યસ્તવ આગમમાન્ય યોગ છે, એ વાત તો અનેકાનેક ગ્રંથોની ચારસોથી અધિક સાક્ષીપાઠોથી
છલકાતા પ્રતિભાશતક ગ્રંથનો અભ્યાસ કરવાથી જ્ઞાત થશે જ. વ સંસ્કૃતિની જાળવણી અને ધર્મની રક્ષાનું શ્રેષ્ઠ સાધન દેવાધિદેવના મંદિરો છે, એવોભવ્ય સંદેશો આપતા આપણા
પૂર્વજોએ કરોડોના ખર્ચે બનાવેલા મહાન જિનમંદિરો હજી પણ આપણી પાસે છે. તે બધાના દર્શન માત્રથી
હૃદયમાં ઉઠતા શુભ ભાવો કંઇ ગ્રાફબુકમાં નોંધી શકાય તેમ નથી. કિ આજના વિલાસી વાતાવરણનું ઝેર ઉતારતા નોળવેલ તુલ્ય અને ધર્મમાં ખુટી પડતા ઉત્સાહના પેટ્રોલને પૂરવાના
સમર્થ પેટ્રોલપંપસમા જિનાલયોની મહત્તા શી ગાવી? ફિ જિનશાસનની સ્વમાં સ્થિરતા કરવા અને પરમાં પ્રભાવના કરવાનું શ્રેષ્ઠ સાધન દાનધર્મ છે. અને દાનનું શ્રેષ્ઠ રત્નપાત્ર જિનેશ્વર છે. સાધુના આવાસ બનાવવાના આરંભને અને પુસ્તકો છપાવવાવગેરે આરંભને શુભ
ગણનારાઓએ ભગવાનની પ્રતિમાની પૂજાવગેરેઅંગે થતાં આરંભને અશુભ ગણવાની ભૂલ કરવી નહિ. કિ “દુષમકાળે જિનબિંબ, જિનાગમ ભવિયણકું આધારા “ઇલી ભમરીસંગથી ભમરીપદ પાવે' વગેરે પંક્તિઓ
પરમાત્મમય બનવાના મુખ્ય આલંબન તરીકે પ્રતિમાને ગણાવે છે. બરફના સહવાસથી પાણી જો બરફ બની શકતું હોય, જો લોહચુંબકસાથેના વારંવારના પરિચયથી લોખંડ પોતે લોહચુંબક બની શકતું હોય, મેળવણરૂપે ભળેલા દહીંના સંગથી જો દૂધ દહીં બની જતું હોય, તો પ્રતિમાના આલંબને સતત પરમાત્માનો સુભગ સંગમ
થાય, અને બહિરાત્મભાવ તજી અંતરાત્મભાવદ્રારા પરમાત્મભાવ પામી જવાય તેમાં વિસ્મય શું છે? ફિ શય્યભવ બ્રાહ્મણને ચૌદપૂર્વધર, યુપ્રધાન, શાસનશિરતાજ શ્રી શય્યભવસૂરિ બનાવવામાં શ્રી શાંતિનાથ
ભગવાનની પ્રતિમાનો મહત્ત્વનો ફાળો હતો, તે નોંધી રાખવું. ‘મૂર્તિીવ તવાવણે ત્વદીતના તામ્' વચનો હરિભદ્ર બ્રાહ્મણે(પાછળથી શ્રી હરિભદ્ર સુ.મ.) જિનપ્રતિમાને જોઇને જ ઉચ્ચારેલા. શિવ, વિષ્ણુ વગેરેની પ્રતિમા જોયા પછી વીતરાગની પ્રતિમા જોઇને ઘનપાળ કવિના હૃદયમાંથી સહજ નીકળી ગયેલાં ઉતારો