Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ ધસી આવેલા આસુંના ટીપા અપૂરતા થઇ પડે છે. હૃદયના ખૂણે ખૂણામાંથી પોકાર ઉઠે છે-“એકવાર મળોને મારા સાહિબા” કે “શાંતસુધારસ નયણ કચોળે સીંચો સેવકનને રે કે “આજ મારા પ્રભુજી સ્વામું જુઓને...સેવક કહીને બોલાવો રે કે કોઇક આધુનિક ભક્ત કલાપી' ની એ પ્રસિદ્ધ પંક્તિઓને ઉછીની લઇ દિલ હળવું બનાવે-“જ્યાં જ્યાં નજર મારી ઠરે...યાદી ભરી છે આપની..આસુ મહીં એ આંખથી, યાદી ઝરે છે આપની.” તે સ્વાભાવિક છે. વિરહની આગથી શેકાતો કોઇ ભક્તકવિ તો ઓલંભડા પણ આપી દે છે. “મેં તુમ કારણ સ્વામી ! ઉવેખ્યા સુર ઘણાં! માહરી દિશાથી મેં ન રાખી કાંઇ મણા! તો તમે મુજથી કેમ અપૂંઠા થઇ રહ્યા...” અને વિરહાતુર તે ભક્તહૃદય ભગવાનના નામસ્મરણથી કે નામશ્રવણમાત્રથી પણ “અહો! અહો!' થી ભરાઇ જાય છે. સાક્ષાત્ ભગવાનન મળે તો પ્રતિમાકે ચિત્રરૂપે પણ ભગવાન દર્શન આપેતો નાભિમાંથી અવાજ ઉઠે છે “અબ તો પાર ભયે હમ સાધો!” કે “નયણચકોર વિલાસ કરત હૈ દેખત તુજ મુખ પૂનમચંદા’ ‘દરિસન દેખત પાર્શ્વકિર્ણદકો ભાગ્યદશા અબ જાગી' કે “દીઠી હો પ્રભુ! દીઠી જગગુરુ તૂજ મૂરતિ હો પ્રભુ! મૂરતિ મોહનવેલડી!” કે આજનો ભક્તકવિ એમ કહે કે “થાય છે એવું મને, તારી છબી જોયા કરું, આંખદ્વારા આંખની આ રોશની જોયા કરું તો એમાં કોઇ વિસ્મય નથી. ભઇ, પિતાજીના અગણિત ઉપકારોની યાદમાત્રથી રોમાંચિત, કૃતજ્ઞ, વિનીત, સમજુ પુત્ર પિતાના વિરહની વેદનામાં કેવો શેકાતો હોય! અને તે વેદના હળવી કરવા પિતાજીની છબીને ભક્તિથી કેવા ભાવથી પૂજતો હોય, તે માત્ર શબ્દથી સંવેદ્ય નથી; પરંતુ અનુભવગમ્ય જ છે. જેઓ પ્રતિમાને પરમાત્માતરીકે તો દૂર રહ્યું, પણ પરમાત્માના પ્રતીક તરીકે પણ ઓળખી શકતા નથી, અને પ્રતિમાને રસ્તામાં પડેલા પથ્થરની સમાનકક્ષામાં મુકી દે છે, તથા પ્રભુની ગેરહાજરીમાં પ્રભુની પ્રતિમામાં જ પરમાત્માને નિહાળી પ્રભુકૃપાથી મળેલી સામગ્રીથી ભવ્યપૂજા કરતા ભક્તગણના ભાવને નહિ જોઇ શકવાથી અને હિંસાના હેતુ, અનુબંધ અને સ્વરૂપને સમજ્યા વિના જ “હિંસા' “હિંસાની બૂમો પાડે છે. તેઓની દયા આવી જાય છે. તેઓના ગળા કરતાં તેમના હૃદયની ટ્રીટમેન્ટ વધુ આવશ્યક લાગે છે. દેવગિરિમાં અઢળક ધનના સવ્યયથી બનાવેલા જિનાલયની પ્રતિષ્ઠાવખતે નાચેલા પેથડશાહના હૃદયને સમજવા તેઓની દૃષ્ટિનું કાર્ડયોગ્રામ સમર્થ નથી. જિનબિંબનો એક બીજો પણ લાભ છે. એક બાઇ કરિયાણાની દુકાને ગઇ. એક કીલો મગ અને એક કીલો અડદની વરદી મુકી. પછી બન્ને ભેગા કરીને આપવા હ્યું. દુકાનદારે આશ્ચર્યથી પૂછયું-“અલી બાઇ! મગ અને અડદને ભેગા કરી તારે કરવું શું છે?” બાઇ બોલી - “જુઓ! આવતીકાલે રવિવાર છે. નવરા પડેલા છોકરાઓ ઘરે ધમાલ મચાવે તેના કરતા તેઓને આ મગ-અડદ છૂટા પાડવા આપી દઇશ, કામમાં મગ્ન થશે, તો તોફાન નહિ મચાવે.” દુકાનદાર છક થઇ ગયો. સાચી વાત છે! ચંચળ મનને માધ્યમ મળે, તો સ્થિર થાય. નહિતર ઠેકડા મારવાનું ચાલુ જ છે, અને હા! લોકો પૈસા ગણતી વખતે એકાગ્ર બને છે. ટી.વી.ની સીરિયલ જોવામાં તલ્લીન થાય છે, પણ એ તો વિષ્ઠા ચૂંથવામાં

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 548