Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 11
________________ વાત તદ્દન સાચી છે. ટ્રેનમાં નાના છોકરાના ભારે તોફાનથી ત્રાસેલી મહિલાએ બાળકના પિતાને કહ્યું, “તમારા છોકરાને સખણો રાખો...નહિતર જેમ એ અમને પજવે છે, તેમ અમે તમને પજવશું.” ફીક્કુ હસતા એ ભાઇએ કહ્યું, “બહેનજી! તમે મને શું પજવવાના? જુઓ, મારો આ મોટો છોકરો પાગલ છે. મારા પિતાજી દેવાનું કાઢી મોત પામ્યા છે. માને લકવો લાગુ પડ્યો છે. પત્ની દાગીના લઇ પિયર ભાગી ગઇ છે. મોટી દીકરીના છૂટાછેડાનો કેસ ચાલે છે. નાની દિકરી કુંવારી મા બની રહી છે. મકાનમાલિકે ઘર ખાલી કરવા નોટીસ મોકલી છે. મને ગળાનું કેન્સર થયું છે. આટલું ઓછું હોય તેમ આ નાનકો ટિકિટ ચાવી ગયો છે. બાનુ! મારાઓએ જ મને ત્રાસ આપ્યો છે, તમે શું આપવાના?” આપણા અનંત ભૂતકાળ તરફ નજરનાખીએ, તો આપણી આ હાલતનું ભાન થયા વિના રહે નહિ. આપણા જ કર્મ, કુવાસના અને કષાયોએ ભૂતકાળમાં આપેલા ત્રાસ જો ચલચિત્રની જેમ પરદા પર દેખાવા માંડે, તો કદાચ હાર્ટએટેક આવ્યા વિના ચડે નહિ. આવા ભયંકરભૂતકાળ અને હાલના વૈભવી વર્તમાનકાળવચ્ચે પડેલાં આંતરાના કારણતરીકે જો પરમાત્માની મહેર નજરમાં આવી જાય, એકેન્દ્રિયઆદિ અવસ્થામાં જડસાથે જડતાની હરિફાઇ કરનારા આપણી આ ચેતનવંતી અવસ્થાના મુખ્ય સૂત્રધાર તરીકે જો દેવાધિદેવ દેખાઇ જાય, ઉપમિતિના નિપૂણ્યક દ્રમક(=ભિખારી) જેવી હાલતમાં રખડતા આપણે આજે સુપુણ્યકઅવસ્થામાં રમી રહ્યા છીએ, તેમાં જો સાતમે માળે(=સાતમે રાજે) બિરાજમાન સુસ્થિત મહારાજા(=ભગવાન)ની કૃપાદૃષ્ટિ દૃષ્ટિગોચર બની જાય, | વિષયોની ભીખ માંગવા ભટક્તા આપણને આપણા રાજકુમારપણાનું ભાન કરાવનારા કે, ઘેટાંના ટોળામાં રહેલા આપણને સિંહબાળતરીકે જ્ઞાન કરાવનારા તરીકે જો ત્રિલોકબંધુ અરિહંત ખ્યાલમાં આવી જાય.... તો, તેમના અગણિત ઉપકારોના અહેસાનમાં ડૂબેલા આપણે તેમના ચરણોના દાસ બની જવા તત્પર બની જઇએ. કલિકાલસર્વજ્ઞએ કરેલી તવ શ્રેષ્યોહ્નિતાસોસ્મિ સેવકોડક્શક્ષ્મિ વિક્રમ:ા મોતિ પ્રતિપદ્યસ્વ નાથ ! નાતઃ પર ડ્યૂવે પ્રાર્થના હાર્દિક લાગે. કવિના દિલમાં રણકાર જાગે “તું સચ્ચા સાહિબ મેરા, હું બાળક તેરા તેરો તે સ્વાભાવિક લાગે. અથવા “આજ થકી પ્રભુ ચરણે રહીશું, એમ શીખવિયું મનને રે યા તો હું દાસ ચાકર દેવ! તારો શિષ્ય તુજ ફરજંદરે કે પછી “ઐસો સાહિબ નહિ કોઇ જગમેં યાસુ હોય દિલધારી' આવા આવા ગુંજનો કૃત્રિમ ન લાગે. તથા પરમાહિત્ કુમારપાળ મહારાજની ચક્રવર્તીપણાને છોડીને પણ પ્રભુના દાસ બનવાની પ્રાર્થના માત્ર દેખાવરૂપ ન લાગે. તથા કલ્યાણ મંદિર સ્તોત્રનો એ શ્લોક સતત સ્મૃતિમાં રહે “યદ્યતિ નાથ ! મવદ્ધિસરોદણાં....' આમ એક બાજુ જિનેશ્વરના ઉપકારોને યાદ કરી હૃદયમાં ઉઠતો ભક્તિસાગર વામ વામ મોજા ઉછાળીમર્યાદાને તોડી ચારે બાજુ વહેવા માંગતો હોય, અને બીજી બાજુએ પરમકૃપાળુ પોતાના પુનિતદર્શનથી આંખ અને હૃદયને ઠારતાં ન હોય, ત્યારે ભક્ત હૈયાને થતી વેદના શબ્દાતીત બને છે. કોરા કાગળો કોરા જ રહી જાય છે. આંખમાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 548