Book Title: Pratima Shatak Author(s): Ajitshekharsuri Publisher: Arham Aradhak Trust View full book textPage 9
________________ T ઉપલબ્ધ અને મુદ્રિત ગ્રંથોનું પુનર્મુદ્રણ લાંબા કાળ સુધી ન થયું હોય, તેમ બને છે. આવા અનેક ગ્રંથરત્નોનાં પુનર્મુદ્રણની તાતી જરૂરિયાત હતી છે. સાથે સાથે એ ગ્રંથોના અધ્યયન/અધ્યાપનનું ક્ષેત્ર વિસ્તરે એ પણ અતિઆવશ્યક છે. તેથી તેઓશ્રીની ૩૦૦મી પાવન પુણ્યતીથિનું નિમિત્ત પામી તેઓશ્રીના સંસ્કૃત સર્જનોનું ગુર્જર ભાવાનુવાદ સાથે પ્રકાશન કરી તેઓશ્રીને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ અર્પવાનો અમારા સંઘે ઠરાવ કરી ન્યાયાચાર્ય મહોપાધ્યાયજીના પાંચ ગ્રંથોનું પ્રકાશન કરવા જ્ઞાનદ્રવ્યનો સદુપયોગ કરવાનો નિર્ણય કર્યો. અલબત્ત, અમારે તો અર્થવ્યવસ્થા કરીને જ છૂટી જવાનું હતું. મહત્ત્વનું કામ તો પૂજ્યશ્રીના ઊંડા | આશયને યોગ્ય ન્યાય મળે તેવા ભાવાનુવાદ કરવાનું હતું. આ માટે મેધાવી અને ઊંડા અભ્યાસી શ્રમણટીમ | શોધવાની હતી. અમે અનેક મેધાવી શિષ્યોના પરમમેધાવી પથદર્શક, ન્યાયવિશારદ, સંઘહિતચિંતક આચાર્યદેવશ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજને અમારા મનની વાત કહી, અને આ કાર્ય માટે પોતાના શિષ્યવર્ગને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી. તેઓશ્રીએ અમારી વાતને સહર્ષ વધાવી. અને પોતાના મેધાવી ! શિષ્યોને આ કાર્ય માટે પ્રેરણા-આજ્ઞા-આશીર્વાદ આપ્યા. પરિણામે સંઘના પ્રબળ પુણ્યોદયે અમારી ભાવના ! પરિપૂર્ણ થઇ. પૂ. વિદ્વર્ય મુનિવર જયસુંદર વિ. મહારાજે “શાનાર્ણવ/જ્ઞાનબિંદુ' ગ્રંથનું સભાવાનુવાદ સુંદર સંપાદન કર્યું. પૂ. વિદ્વર્ય મુનિવર અભયશેખર વિ. મહારાજે “સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચોપાઇ “સામાચારી પ્રકરણ અને પ્રકીર્ણ તથા “ધર્મપરીણા' આ ત્રણ ગ્રંથોનું સુંદર ભાવાનુવાદ સાથે સંપાદન કર્યું. પૂ. વિર્ય મુનિવર અજિતશેખર વિ. મહારાજે પ્રસ્તુત “પ્રતિમાશતક' ગ્રંથનું ભાવાનુવાદ સાથે ! સંપાદન કર્યું છે. આ પાંચે ગ્રંથો સુધન્ય શ્રીસંઘને સમર્પિત કરતી વેળાએ અમારા હૃદયમાં ઉછળતો હર્ષોદધિ અવર્ણનીય છે. આ બધા ગ્રંથો અને પ્રસ્તુત ગ્રંથના સર્જનમાં પ્રત્યક્ષ-પરોક્ષથી સૌજન્યભર્યો સહકાર આપવા બદલ શ્રી સંઘ, સંઘના જ્ઞાનભંડારોના સંચાલક વગેરે બધાનો અમે ખુબ આભાર વ્યકત કરીએ છીએ. આ ગ્રંથના સુંદર મુદ્રણ માટે પૂજા પ્રિન્ટર્સ, અમદાવાદ પણ ધન્યવાદને પાત્ર છે. પ્રાંતે! આ ગ્રંથોનાં પઠન/પાઠન/મનન ખુબ જ વિસ્તરો એવી શુભેચ્છા, અને અમને શ્રુતભક્તિના ! આવા લાભો વારંવાર મળતાં રહો તેવી પરમાત્માને પ્રાર્થના. દ. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ (પ્રથમવૃત્તિમાંથી ઉદ્ધત) આ ગ્રંથની પૂર્વ બંને આવૃત્તિની નકલો ઉપલબ્ધ નહીં રહેવાથી અને પૂજ્યપાદ ગુરુદેવશ્રી આ.કે.શ્રી.વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની જન્મ શતાબ્દિના વધામણા માટે આ ગ્રંથની તૃતીય : આવૃત્તિ પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથના આ આવૃત્તિના સુંદર મુદ્રણમાટે લીંકાર 1 પ્રિન્ટર્સ(વિજયવાડા)નો આભાર માનીએ છીએ. તથા શ્રી વાસુપૂજ્ય દેરાસર, ઝવેર રોડ, મુલુંડ (પશ્ચિમ) સંઘના શ્રી તપાગચ્છીય શ્રાવિકા બેનોએ ભેગી કરેલી શાનદ્રવ્યની રકમમાંથી આ આવૃત્તિનું પ્રકાશન થઇ રહ્યું છે. તેથી અમે તેમનો પણ ! આભાર માનીએ છીએ. - અર્ટઆરાધક ટ્રસ્ટ-મુંબઈ ,Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 548