Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 8
________________ પ્રકાશકીય નિવેદન શાસપઠન = મૌન વાચના. અરિહંતના ઉપાસકને પથ્થર કે પ્રતિમા નથી દેખાતા પણ સાક્ષાત્ પરમાત્મા દેખાય છે. તે મંદિર કે | દેરાસરમાં નથી પ્રવેશતો, પણ ધર્મચક્રવર્તીના દરબારમાં પ્રવેશે છે અને ગૈલોક્યાધિપ સમક્ષ હાજર થાય છે. | તેણે પૂજા, ચૈત્યવંદન વગેરે દેવાધિદેવની કુર્નશ બજાવવારૂપ લાગે છે. તે બહાર નીકળે ત્યારે કરુણાસાગર | પ્રભુના સાક્ષાત્ મિલનની અલૌકિક આનંદમય અનુભૂતિ તેના રોમેરોમમાંથી વ્યક્ત થાય છે. આમ, જિનબિંબ ! ક્ષેત્ર/કાળથી અતિદૂર બિરાજતા ભગવાનનું સામીપ્ય માણવાનું, સાક્ષાત્ મિલનની અનુભૂતિ કરવાનું, ભગવાનની કૃપાદષ્ટિને પ્રત્યક્ષ નિહાળવાનું પ્રકૃષ્ટ સાધન છે. એવું, કાળથી અતિદૂર રહેલા પૂર્વના વિશિષ્ટ આચાર્યવગેરેના સંગમનું સાધન છે, તેઓએ રચેલા શાસ્ત્રો. શાસ્ત્રાર્થપિપાસુ વ્યક્તિ ગ્રંથના નિર્જીવ પાના હાથમાં લે છે, ત્યારે કલ્પનાની પાંખે ઊડી વર્તમાનમાંથી અતીતમાં પહોંચે છે. લખાયેલી/છપાયેલી પંક્તિઓ વાંચતી વખતે એવી મનોહર અનુભૂતિ થાય છે કે, “એ શાસ્ત્રકાર પૂજ્યનાં પ્રકાંડજ્ઞાનની ચાડી ખાતાં, સમ્યગ્દર્શનની દઢતા સૂચવતાં, ચારિત્રની પવિત્રતા દર્શાવતાં, નિર્મળ બ્રહ્મચર્યના ઓજસથી છલકાતાં, વૈરાગ્ય-દાસીન્ય-માધ્યથ્યને વ્યક્ત કરતાં, તપતેજથી દીપતાં, બારભાવનાઓના સતત ભાવનથી પુલકીત થતાં, મૈત્રી-પ્રમોદ-કારુણ્ય-ઉપેક્ષાભાવનાસંમિશ્રણથી રંગાયેલાં, આત્મીય પ્રશમભાવને અભિવ્યક્ત કરતાં, પ્રતિભાથી પ્રકૃષ્ટ અને સૌમ્યતાથી શાંત વદનકમળમાંથી વહેતી અખ્ખલિત જ્ઞાનગંગાનું શ્રુતિમધુર સંગીત શ્રવણગોચરબની રહ્યું છે.” વાંચનમાં પૂર્વાચાર્યની સાક્ષાત્ વાચનાની સંવેદના થાય છે. તેથીસ્તો એ શાસ્ત્રપઠન પણ ગણાય છે શ્રુત(શ્રવણથી પ્રાપ્ત)જ્ઞાન જ. આમ ગ્રંથપઠન બને છે, વાચના/પૃચ્છના. ગ્રંથ પૂર્વાચાર્યસાથેના અશબ્દ પરિસંવાદનું માધ્યમ બને છે. આમ, જિનબિંબ દેવતત્ત્વના સીધામિલનનું માધ્યમ બને છે, તો જિનાગમ(=આગમ+આગમમાન્ય | વફાદાર અન્યસર્જનો) ઉપકરણ બને છે વિશુદ્ધ ગુરુતત્ત્વ સાથેના મૌન વાર્તાલાપનું પ્રતિમાશતક' ગ્રંથ પ્રતિમાને અરિહંતતત્ત્વ સાથે સીધા સંપર્કનું પવિત્રતમ-શ્રેષ્ઠતમ સાધન તરીકે ! સિદ્ધ કરે છે. અને આપણને માત્ર ૩૦૦વર્ષ પૂર્વેશદેહથયેલાં અણમોલ વિશ્વરત્ન ઉપાધ્યાયયશોવિજયજી ! મહારાજ સાથે સીધો વિચાર વિમર્શ કરાવે છે. અનંતકાળના અતીતની અપેક્ષાએ ૩૦૦ વર્ષનો કાળ ઘણોન 1 ગણાય. પણ આટલા કાળનાં વહી ગયેલા પાણીએ ઘણા રંગો બદલ્યા છે. તેથી જ ઉપાધ્યાયજીની કુશાગ્રકલમે આલેખાયેલા ઘણા ગ્રંથો હાલ ઉપલબ્ધ થતાં નથી. ન્યાયવિશારદજીની તર્કકર્કશ બુદ્ધિ પ્રેરિત કલમે લીલારૂપે સર્જાયેલા અનેક ગ્રંથો આજે તીવમેધાશક્તિસંપન્ન વ્યક્તિ માટે પણ પડકારરૂપ બને છે. નવ્ય-ન્યાયથી નવા ઓપ અપાયેલા પ્રાચીન સંદર્ભોનો રહસ્યાર્થ પામવો લોઢાના ચણા ચાવવા જેવો કઠીન લાગે છે. તેથી જ તેઓશ્રીના ગ્રંથો આગમતુલ્ય પ્રામાણ્ય પામ્યા હોવા છતાં પઠન/પાઠનમાં ખુબ મર્યાદિત રહ્યાં. મુખ્યતયા આ કારણથી તેઓશ્રીના અનેક

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 548