________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ જિઅભયાણ - ભય જિતનારાને જે અ - જે વળી આઈઆ - ભૂતકાળમાં
સિદ્ધા - સિદ્ધ થયા છે ભવિસ્તૃતિ - થવાના છે, થશે અણાગએ કાલે - ભવિષ્યકાળમાં સંપઈ - વર્તમાનકાળમાં
અ - અને વટ્ટમાણા - વિદ્યમાન છે તે
સવ્વ - સર્વે-તીર્થકરોને તિવિહેણ - મન વચન કાયાથી વંદામિ - હું વંદન કરું છું
in વિવેચન :- આ સૂત્રનું સંક્ષિપ્ત વિવેચન “કલ્પસૂત્રના વ્યાખ્યાનોમાં” પ્રસિદ્ધ છે. “યોગશાસ્ત્ર અને ધર્મસંગ્રહમાં” આ વિવેચન થોડા વિસ્તારથી છે. પરંતુ અતિ વિસ્તૃત વિવેચન “લલિત વિસ્તરા” ગ્રંથમાં છે. કેમકે “લલિત વિસ્તરા' એ “નમુત્થણં' સૂત્રની જ વિશદ્ વિવેચના કરતો ગ્રંથ છે તેના પરની પંજિકા' નામક ટીકા સહિત તો તેનું કદ મહાકાય બની ગયેલ છે.
આગમસૂત્રોમાં આ “નમુત્થણ” સૂત્ર અનેક સ્થાને જોવા મળે છે. આ સૂત્રનો આખો પાઠ ‘સમવાય' સૂત્ર-૧, ‘ભગવતીજી' સૂત્ર-૬, “નાયાધમ્મકહા' સૂત્ર-૫, “ઉવવાઈ સૂત્ર-૧૦, “રાયuસણીય' સૂત્ર-૫, “જીવાજીવાભિગમ' સૂત્ર૧૮૦, જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-૨૨૭ આદિ આગમોમાં છે. કલ્પસૂત્રમાં તો આ પાઠ હોવાનું પ્રસિદ્ધ જ છે. આ ઉપરાંત કેટલાંક આગમોમાં આ પાઠ સંક્ષેપ રૂપે પણ જોવા મળે છે. વૃત્તિકારોએ પણ આ સૂત્રના શબ્દોની પરિભાષાને સુંદર રીતે સ્પષ્ટ કરેલી છે.
શક્રસ્તવ તેમજ પ્રણિપાતદંડક નામે ઓળખાતા આ સૂત્રનું વિવેચન તેના પ્રત્યેક શબ્દોને આશ્રીને કરવાનો અહીં કિંચિંત્ પ્રયત્ન માત્ર જ છે
• નમુત્યુ – નમસ્કાર થાઓ. અહીં બે શબ્દો છે નમ: અને તુ. – પાઠાંતર નોંધ :- નમોડલ્થ - (નમુત્યુ ને બદલે નમોડલ્થ કહે છે.)
૦ નમ: (નમુ કે નમો) નમસ્કાર. આ પદનો અર્થ વિસ્તારપૂર્વક સૂત્ર-૧ નમસ્કાર મંત્ર'માં અપાઈ ગયેલ છે.
– નમ: એ પૂજા કરવી અર્થમાં “અવ્યય' છે. “પૂજા' શબ્દ દ્રવ્યથી અને ‘ભાવથી સંકોચ અર્થમાં છે. તે “નમ્રતા’ કે ‘નમવું અર્થ ધરાવે છે.
– દ્રવ્ય સંકોચ - હાથ, પગ, મસ્તક વગેરે શરીરના અવયવો નમાવવા.
– ભાવ સંકોચ - મનને નિર્મળ કરી કૃતજ્ઞતા, બહુમાનથી ચૈત્યવંદનમાં જોડવું તે અર્થાત્ દ્રવ્યથી અને ભાવથી નમ્ર થવું તે.
૦ ત્યુ ( સુ) હો, થાઓ.
૦ નમુત્યુ – આ શબ્દ ધર્મસંગ્રહ, યોગશાસ્ત્ર આદિમાં ‘નમોહ્યુ’ પાઠથી પ્રસિદ્ધ છે. હૈમ વ્યાકરણના “: સંયો' સૂત્ર મુજબ પ્રાકૃતમાં જોડાક્ષરની પૂર્વનો
સ્વર હ્રસ્વ થાય છે, માટે નમોલ્યુ ને બદલે “નમુત્યુ થયું છે. છતાં નમીત્યુ પાઠ પણ યોગ્ય જ છે.
- ‘નમુત્યુ એ એક પ્રાર્થના છે. તે હૃદયની શુદ્ધિ કરનારી હોવાથી ધર્મવૃક્ષનું