________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન ખાસ બીજ છે.
– અહીં ‘ત્યુ' (કસ્તુ) “થાઓ' એમ કહીને પ્રાર્થનાનું સૂચન છે. આ શબ્દોથી ભાવનમસ્કારની પ્રાર્થના રજૂ થઈ છે. તેના દ્વારા એમ કહે છે કે ભાવ નમસ્કારનો હું દાવો કરી શકતો નથી, પણ મને તે કરવાનું મળો એ માટે પ્રાર્થના કરું છું. આ પ્રાર્થના દ્વારા ભાવ નમસ્કારની દુર્લભતા સૂચવે છે. એ કરવાનું સામર્થ્ય, એ કરવાની યોગ્યતા મળવી અતિ દુષ્કર છે.
- નમસ્કાર કરનાર વ્યક્તિ ભાવનમસ્કાર કરતા એવું જ વિચારે કે હું સીડીના છેલ્લે પગથીયે છું. હજી ઉપર ને ઉપર જવાનું છે, વધુને વધુ ચઢીયાતા ભાવો સુધી પહોંચવાનું છે. માટે “નમસ્કાર થાઓ' એમ પ્રાર્થના કરી.
• - વાયાલંકાર રૂપે વપરાયેલ પદ. – આ પદ/અવ્યય માત્ર વાક્યની શોભા અર્થે છે. • રિહંતા - અરિહંતોને. – આ પદનું વિવેચન સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર'માં જુઓ.
- પાઠાંતર - મહંતાણં આગમ ગ્રંથો, લલિત વિસ્તરા આદિમાં મહંતાઈi પાઠ મળે છે. તેમજ પાઠાંતર રૂપે ‘રિહંતાઈ' પણ માન્ય છે.
– અહીં “અરિહંત' શબ્દનો સંબંધ નન: સાથે છે. તેથી “અરિહંતોને મારા ભાવ નમસ્કાર થાઓ – એવો અર્થ સમજવાનો છે.
– વ્યાકરણના નિયમ પ્રમાણે નમ: શબ્દના યોગે ચોથી વિભક્તિ થાય. પણ પ્રાકૃતમાં ચોથી વિભક્તિને બદલે છઠી વિભક્તિનો પ્રયોગ થાય છે. તે માટે સિદ્ધહેમ વ્યાકરણમાં “વતુટ્ય: પછી' એમ સૂત્ર છે. “નમુત્યુ” ના સમગ્ર પાઠમાં અરિહંતોના બધાં જ વિશેષણોમાં સર્વ સ્થળે છટ્ઠી વિભક્તિનો પ્રયોગ છે, તે ચોથીના અર્થમાં સમજવો.
– અહીં બહુવચનવાળો “અરિહંતો' એમ પ્રયોગ પણ સકારણ છે.
(૧) “અરિહંતો' એવો બહુવચન પ્રયોગ “અરિહંત-ભગવંતના એકપણાનો નિષેધ કરીને અનેક અરિહંતો છે અર્થાત્ ભગવંતો અનેક છે એક નથી, તેમ અનેક ઈશ્વરવાદને જણાવવા માટે છે.
(૨) નમસ્કરણીય પાત્રોના બહુપણાને લીધે નમસ્કાર કરનારને (થતા). ફળમાં અતિશયપણાને જણાવવા માટે છે.
મત નિરસન :
– પતંજલિ, ન્યાય, વૈશેષિક દર્શન વગેરે એક ઈશ્વરમાં જ માને છે તે મતનું નિરસન અહીં બહુવચનવાળા “અરિહંતો' શબ્દથી કરેલ છે. ઈશ્વર અર્થાત્ ભગવંતો અનેક છે તેવું જણાવે છે.
બીજું “અરિહંત' શબ્દથી રાગ-દ્વેષાદિજન્ય કર્મોને હણી નાંખ્યા છે જેણે. આ અર્થને સ્વીકારતા જેઓ ઈશ્વરને કર્તા હર્તા માને છે, જગન્ના સંચાલક માને છે, તે મતનું પણ નિરસન થઈ જાય છે. કેમકે જેમને કર્મ નથી, રાગ-દ્વેષ નથી તેમને