________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
વીતરાગતો રાગ-દ્વેષ રહિત હોય છે, તેમને તીર્થ કરવાનું પ્રયોજન શું ? આવો સ્વાભાવિક પ્રશ્ન થાય. પણ વીતરાગતા પ્રગટવા માટે માત્ર ચાર કર્મોનો ક્ષય જરૂરી છે, જ્યારે નામકર્મ તો ભવોપગ્રાહી કર્મ છે. તેનું વેદન કે ભોગવટો તો કેવળજ્ઞાન પછી પણ બાકી જ રહે છે. તેને ભોગવ્યા વિના નિર્જરા ન થાય, તેવું એ નિકાચિતકર્મ છે. તો પછી મોક્ષ થાય ક્યાંથી ? આ તીર્થંકર નામકર્મનો ઉદય સહજભાવે તીર્થની સ્થાપના કરાવે છે. એટલે તો અરિહંતોને તીર્થ કરવાના સ્વભાવવાળા કહ્યા છે. તેઓ સ્વભાવથી તીર્થ રચના કરે છે કોઈ રાગ-દ્વેષ કે આતુરતા-ઉમળકાથી નથી કરતા.
૦ તિત્ત્વવરાળ ને બદલે તિત્ત્વ રાાં પાઠ પણ મળે છે.
૨૬
૦ સર્વ-સંબુદ્ધાળું :- સ્વયં બોધ પામેલાઓને, આપમેળે જ્ઞાન પામેલાને. યં એટલે સ્વયં, પોતાની મેળે અને સંબુદ્ધ એટલે સમ્યક્ રીતે બોધ પામેલાઓને. ‘જેઓ પોતાની મેળે સમ્યક્ પ્રકારે બોધ પામેલા છે તેને.' બોધની પ્રાપ્તિ બે પ્રકારે બતાવી છે (૧) નિસર્ગથી અને (૨) અધિગમથી. તીર્થંકર પરમાત્મા નિયમા નિસર્ગથી અર્થાત્ આપમેળે બોધ પામનારા હોય છે. જો કે ભવાંતરમાં તેઓને ગુરુ આદિનો સંયોગ નિમિત્તભૂત હોય છે. પણ તીર્થંકરના ભવમાં તેઓને અન્યના ઉપદેશની અપેક્ષા હોતી નથી અને તીર્થંકરના ભવમાં પણ લોકાંતિક દેવો ભગવંતને ‘તીર્થ પ્રવર્તાવો” એ પ્રમાણે શબ્દો કહે છે તે કેવળ વૈતાલિક-વચનરૂપ છે. ઉપદેશ રૂપ નથી. લોકાંતિક દેવોનો એ શાશ્વત આચાર છે, માટે તેમ કરે છે.
—
―
– મત નિરસન :- સદાશિવવાદી એવું માને છે કે ‘સદાશીવની કૃપાથી બોધ પમાય છે.' મહેશની મહેરબાનીથી બોધ-જ્ઞાન અને નિયમ થાય છે ઇત્યાદિ. તેઓનું આ કથન અસત્ય છે, તેમ જણાવવા માટે અરિહંતોનું વિશેષણ મૂક્યું - સર્વ સંવૃદ્ધાળું. પર ઉપદેશ વિના જ તથાભવ્યત્વ વગેરે કારણરૂપ સામગ્રીના પરિપાકથી જેઓએ પોતાની મેળે જ યથાર્થ સ્વરૂપમાં એ તત્ત્વને જાણ્યું છે, તે સ્વયં બોધ પામેલા અરિહંતોને મારા નમસ્કાર થાઓ.
૦ આ પ્રમાણે – જે જે હેતુથી અરિહંત ભગવંતો સ્તુતિ કરવા લાયક છે, તે તે હેતુને સામાન્યરૂપે બતાવનાર સામાન્ય હેતુરૂપ આ ‘સ્તોતવ્યહેતુ” નામની ત્રણ પદ રૂપ બીજી સંપદા કહી. હવે તેના જ વિશેષ હેતુ રૂપ એવી ‘સ્તોતવ્ય વિશેષહેતુ' નામની ત્રીજી સંપદા કહે છે. જેમાં પુરિસુત્તમાણં, પુરિસસીહાણું, પુરિસવરપુંડરીયાણું, પુરિસવરગંધહત્થીણું એ ચાર પદોને દર્શાવેલા છે.
અહીં ગ્રહણ કરાયેલા ચારે પદોમાં ‘પુરિસ’ એવું પદ સામાન્ય છે તે પુરિસ એટલે શું ? ‘પુર’ એટલે ‘શરીરમાં', શયનાત્ એટલે શયન કરવાથી તે પુરુષ કહેવાય છે. તેનો અર્થ છે વિશિષ્ટ પુણ્યકર્મના ઉદયથી ઉત્તમ આકૃતિવાળા શરીરમાં વાસ કરનારા જીવો તે પુરુષ. ૦ પુરિમુત્તમાળ - પુરુષોમાં જેઓ ઉત્તમ છે તેઓને.
-