________________
૨૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
આ બધી જંજાળ કે જગની માયાનું પ્રયોજન શું ? વળી બહિરાત્મદશા' અર્થાત્ બાહ્ય કાયાદિકને જ સર્વસ્વ માનવાની અવસ્થા હોય તેમને માટે આ પ્રપંચો ઠીક છે. પણ જે જીવ અંતર્ આત્મદશા તરફ વળે છે, મોક્ષની ઈચ્છા જાગે છે તો તે આત્મા ઉપરના કર્મના આવરણો ઘટાડવા પ્રવૃત્ત થાય, વધારવા નહીં. જ્યારે ઈશ્વર જો કર્તા-હર્તા કે સર્જનહાર બને તો કર્મના આવરણો વધવાના છે ઘટવાના નથી. અંતર આત્મદશાથી પરમાત્મદશાએ પહોંચેલ જીવને તો આત્મા દેહાદિ સંબંધથી જ રહિત થઈ જાય છે. પછી દેહજન્ય પ્રવૃત્તિ રહેવાની જ ક્યાંથી ? એ રીતે અરિહંત પદ થકી ઈશ્વરના કર્તા-હર્તા અને સંચાલકપણાના મતનો નિષેધ કર્યો છે.
• ભગવંતાણં - ભગવંતોને. – આ શબ્દનું વિવેચન જુઓ સૂત્ર-૫ ‘ઇરિયાવહી'માં.
– “ભગવંત’ શબ્દ અરિહંતના વિશેષણરૂપે મૂકાયેલ છે. અરિહંતના નામ, સ્થાપના, કવ્ય, ભાવ આદિ અનેક પ્રકારો છે. તેમાંથી “ભાવ અરિહંત'ને ગ્રહણ કરવા માટે આ વિશેષણ મૂકાયું છે.
– ‘ભગ’ શબ્દના છ અર્થોના નામ પૂર્વે ‘ઇરિયાવહી' સૂત્રમાં કહ્યા છે.
(૧) સમગ્ર ઐશ્વર્ય :- ભક્તિપૂર્વક નમ્રભાવે ઇન્દ્ર શુભ કર્મનો બંધ કરાવનારા આઠ પ્રાતિહાર્યો કરે છે તે અરિહંતનું સમગ્ર ઐશ્વર્ય જાણવું.
(૨) સમગ્ર રૂપ :- સર્વ દેવો પોતાની સર્વ શક્તિથી માત્ર અંગુઠા જેટલું રૂપ બનાવે તો પણ તે રૂપ ભગવંતના રૂપ પાસે અંગારા (કોલસા) સમાન દેખાય છે તેવા અતિશયરૂપથી યુક્ત.
(૩) સમગ્ર યશ :- રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓને, સુધાદિ પરિષહોને તથા દેવ વગેરેએ કરેલા ઉપસર્ગોને જીતવા માટે ફોરવેલા આત્મ પરાક્રમથી પ્રગટ થયેલો, શાશ્વતો અને ત્રણે લોકને આનંદકારી એવો ભગવંતોનો યશ જાણવો.
(૪) સમગ્ર લક્ષ્મી :- ઘાતકર્મોનો વિચ્છેદ કરવામાં સમર્થ એવા પોતાના પરાક્રમથી પ્રગટ કરેલી - સંપૂર્ણ સુખ સંપત્તિથી ભરપુર કેવલજ્ઞાનાદિ રૂપ તીર્થંકરપદની લક્ષ્મી તે અરિહંતની સમગ્ર લક્ષ્મી જાણવી.
(૫) સમગ્ર ધર્મ :- ભગવંતને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અને દાન, શીલ, તપ, ભાવમય એવો જે બાહ્ય અભ્યતર મહાયોગ તે રૂપ સમગ્ર ધર્મ.
(૬) સમગ્ર પ્રયત્ન :- એકરાત્રિની આદિ મહાપ્રતિમાઓના ભાવોઅધ્યવસાયોમાં હેતુભૂત અને તે તે કર્મોનો એકી સાથે નાશ કરનારા એવા કેવલી આદિ સમુદ્દઘાતો (પ્રયત્નો), મન, વચન, કાય યોગોનો નિરોધ તથા તે નિરોધને યોગે પ્રગટ કરેલી આત્માની શૈલેશી અવસ્થા વગેરે કાર્યોથી પ્રગટપણે ઓળખાતો ઉત્કૃષ્ટ આત્મવીર્યથી કરેલો જે પ્રયત્ન છે. ( આ પ્રમાણે ઐશ્વર્યાદિ છ પ્રકારનો ‘ભગ’ જેઓને છે તે ભગવંત એવા ભગવંત-અરિહંતને નમસ્કાર થાઓ.
૦ સ્તોતવ્ય સંપદા :- સ્તુતિ કરવા યોગ્ય કોણ કેવા હોય ? તે