________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન
જણાવવા માટે આ બે પદો અરિહંત અને ભગવંત મૂક્યા છે.
– ‘મા’ શબ્દના ચૌદ અર્થો પણ જોવા મળે છે. તે આ પ્રમાણે છે – સૂર્ય, જ્ઞાન, મહિમા, યશ, વૈરાગ્ય, મુક્તિ, રૂપ, બળ, પ્રયત્ન, ઇચ્છા, લક્ષ્મી, ધર્મ, ઐશ્વર્ય અને યોનિ. આ ચૌદ અર્થોમાં પહેલો સૂર્ય અને છેલ્લો યોનિ એ બે અર્થ સિવાય બાકીના બારે અર્થો ભગવંતને લાગુ પડે છે, જેમકે જ્ઞાનવાનું, મહિમાવાનું, યશવાનું, વૈરાગ્યવંત ઇત્યાદિ.
(૧) જ્ઞાનવાનું :- ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારથી મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોય, દીક્ષા લે ત્યારથી મન:પર્યવ એ ચોથા જ્ઞાનથી યુક્ત થાય અને છાઘસ્થિક કર્મો ખપ્યા પછી કેવળજ્ઞાની બને.
(૨) મહિમાવાન્ :- ભગવંતના કલ્યાણકો સમયે નારકીના જીવોને પણ સુખ ઉપજે, નિત્ય ગાઢ અંધકારવાળી નારકીમાં પણ પ્રકાશ થાય, તેઓ ગર્ભમાં આવે પછી કુળમાં ધન, સમૃદ્ધિ આદિની વૃદ્ધિ થાય, તેમના પ્રભાવે વિવિધ ઉપદ્રવો, રોગ, આતંક આદિ ઉપશાંત થઈ જાય ઇત્યાદિ મહિમા જાણવો.
(૩) યશવાનું :- “ભગ' શબ્દના છ અર્થોમાં લખાઈ ગયું છે.
(૪) વૈરાગ્યવંત :- ભગવંત જ્યારે દેવ અને નરેન્દ્રની લક્ષ્મી ભોગવે છે. ત્યારે પણ તેનાથી વિરક્ત હોય છે, તેમાં લગાર પણ આનંદ પામતા નથી. કામભોગોથી વિરક્ત થઈ જ્યારે ચારિત્ર પામે છે ત્યારે આ ભોગોનું શું પ્રયોજન છે ? એ પ્રમાણે ભગવંત વૈરાગ્ય પામેલા હોય છે. સુખ-દુઃખમાં કે ભવ-મોક્ષમાં સમાનભાવે ઔદાસીન્ય ઈચ્છો છો ત્યારે પણ તમે વૈરાગી છો. આ પ્રમાણે ત્રણે અવસ્થામાં અરિહંતો વૈરાગ્યના અતિશયવાળા હોય છે.
(૫) મુક્તિવાળા :- સમગ્ર કલેશના નાશરૂપ તે મુક્તિ. (૬) રૂપવાનું :- “મ' શબ્દના છ અર્થોમાં લખાઈ ગયું છે.
(૭) બળવાનું - મેરૂપર્વતને દંડ અને પૃથ્વીને છત્રરૂપ બનાવવાનું સામર્થ્ય હોવાથી તેઓ મહાનું બળવાનું કહેવાય છે.
(૮) પ્રયત્નવાનું :- “મ' શબ્દના છ અર્થોમાં જુઓ.
(૯) ઇચ્છાવાનું - જન્માંતરોમાં દેવભવમાં અને તીર્થંકરપણાના ભાવમાં દુઃખરૂપ કાદવમાં ખૂંચેલા જગતને બહાર ખેંચી કાઢવાની પ્રબળ ઇચ્છા.
(૧૦) લક્ષ્મીવાનું - “મા' શબ્દના છ અર્થોમાં જુઓ. (૧૧) ધર્મવાન્ :- “મ' શબ્દના છ અર્થોમાં જુઓ. (૧૨) ઐશ્વર્યવાન્ :- “મા” શબ્દના છ અર્થોમાં જુઓ. આવા જ્ઞાનાદિ બાર પ્રકારે “ભગ'થી યુક્ત હોવાથી ભગવંત કહેવાય છે.
પ્રથમ પદોમાં સ્તોતવ્ય સંપદા કહી. હવે “અરિહંત ભગવંતો કયા હેતુથી સ્તુતિ કરવા યોગ્ય છે? તેને જણાવનારી બીજી હેતુસંપદાનું વર્ણન છે – આ સંપદામાં ત્રણ પદો છે. આઈગરાણે, તિસ્થયરાણ, સયંસંબદ્વાણ.
• સારૂારા :- આદિ કરનારાઓને. આદિ કરવામાં હેતુભૂત થનારાઓને,