________________
૧૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણ બુદ્ધાણં બોયાણ, મુત્તાણં મોઅગાણું
- સવ્વલૂણં, સવ્વદરિસીણ સિવમયલમયમસંતમકુખયમવ્હાબાહમપુણરાવિત્તિ
સિદ્ધિગઈનામધેયં ઠાણે સંપત્તાણું,
નમો જિણાણે જિઅ-ભયાણ. જે અ આઈઆ સિદ્ધા, જે આ ભવિસ્તૃતિ-સાગએ કાલે સંપઈઅ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ v સૂત્ર-અર્થ :નમસ્કાર થાઓ અરિહંત ભગવંતોને
(જેઓ ધર્મની) શરૂઆત કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, પોતાની મેળે બોધ પામેલા છે.
(સમજવા ખાતર હવે પછીના શબ્દોના અર્થ સીધા વાક્યો રૂપે મૂકેલા છે.)
(જેઓ) પુરષોમાં ઉત્તમ છે, પુરુષોને વિશે (શૌર્યાદિ ગુણો વડે) સિંહ સમાન છે, (નિર્લેપતાને કારણે) પુરુષોને વિશે શ્રેષ્ઠ પુંડરીક-કમળ સમાન છે, પુરુષોને વિશે ગંધતિ સમાન છે.
(૩) T (જેઓ) લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકોનું હિત કરનારા છે, (મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારને નિવારતા હોવાથી) લોકમાં પ્રદીપ સમાન છે, (સંશય નિવારવા દ્વારા) લોકમાં પ્રદ્યોત કરનારા છે.
(ઓ) અભયને દેનારા છે, (શ્રદ્ધારૂપી) નેત્રોનું દાન કરનારા છે, (મોક્ષરૂપી) માર્ગને દેખાડનારા છે, શરણ આપનારા છે, (મોક્ષરૂપી વૃક્ષના મૂલરૂ૫) બોધિ (બીજ)ને આપનારા છે. | (જેઓ વિરતિરૂ૫) ધર્મના દાતા છે, ધર્મનો ઉપદેશ દેનારા છે, ધર્મના નાયક છે, ધર્મ (રૂપી રથના) સારથી છે, (ચાર ગતિનો અંત કરનાર એવા) ધર્મરૂપી શ્રેષ્ઠ ચક્રવર્તી છે.
(૬) (ઓ) સર્વત્ર અસ્મલિત કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા છે, (સર્વ પ્રકારે જેમનું) છદ્મસ્થપણું ચાલ્યું ગયેલ છે.
(જેઓ કર્માદિ શત્રને જીતીને સ્વયં) જિન બનેલા છે અને (ઉપેદશ વડે) બીજાને જિન બનાવનારા છે, (જેઓ પોતે સંસારરૂપી સમુદ્રનો) પાર પામી ગયા છે અને બીજાને પણ પાર પમાડનારા છે, (જેઓ પોતે) બોધ પામેલા છે અને બીજાને બોધ પમાડનારા છે. (જેઓ સર્વ કર્મબંધનોથી) મુક્ત થયા છે અને બીજાને પણ મુક્ત કરાવનારા છે. | (જેઓ) સર્વજ્ઞ અને સર્વદર્શી છે, (સર્વ કંઈ જાણે છે અને જુએ છે.)
– ઉપદ્રવ રહિત, અચળ, રોગરહિત, અનંત, અક્ષય, પીડારહિત અને જ્યાંથી ફરી પાછું સંસારમાં આવવું પડતું નથી તેવા પુનરાગમન રહિત એવા
(૫)
(૮)