Book Title: Prabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ ફેબ્રુઆરી, ૨૦૦૪ છે; એટલું જ નહિ પણ દ્રવ્યના ગુણો એકથી અધિક અનેક છે; ઉપરાંત પુદ્ગલ પરમાણુ અને જીવો સંખ્યાથી એક નહિ પણ અનંતા છે; માટે જ પદાર્થ અનેક ધર્માત્મક હોઈ, દ્રવ્યના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે તેના સર્વ ગુરાને અનુલક્ષીને સપ્તભંગીથી થતી વિચારણા તે અનેકાન્તવાદ છે. પ્રબુદ્ધ જીવન નિરપેક્ષ અને અસ્વાદની વચગાળાની સ્થિતિ છે, જેમ મૂળમાં રહેલ બી ફળ સ્વરૂપે પરિણમતા તે મૂળમાં રહેલ બી પાછું ફળમાં પણ મલે છે. ટૂંકમાં અનેકાન્તનું મૂળ પણ એકાન્ત છે અને ફળ પણ એકાન્ત છે. સાપેક્ષનું મૂળ પા નિરપેક્ષ છે અને ફળ પણ નિરપેક્ષ છે. સ્વાદનું મૂળ પણ અસ્યાદ્ છે અને ફળ પણ અસ્યાદ્ છે. વ્યવહારમાં, કથનમાં ક્રમિકતા છે અને ક્રમિકતા છે તેથી. નય છે. અનંત ધર્મયુક્ત પરિપૂર્ણ વસ્તુ તત્ત્વના સ્વીકારપૂર્વક તેના પૃથક એકેક ધર્મનું જ્ઞાન કે કથન એ નય છે. નય એ સ્પાાદના વિરાટ સ્વરૂપનો અંશ માત્ર છે એટલા માટે જ સ્પાઝાદને સિંધુ અને નયને બિંદુની ઉપમા આપવામાં આવી છે. એવાં અનેક નયબિંદુ ભેગાં મળે ત્યારે સ્યાદ્વાદ સિંધુ બને છે. સાહાર્દ, અનેકાન્તવાદ, સાપેક્ષવાદ એ જૈન દર્શનની વિશાળતા, સર્વગ્રાહિતા. સમગ્રતા, વીતરાગતા, મૌલિકતાને ઉદ્યોત કરનાર યથાર્થ સ્વરૂપ-નિરૂપણવાદ છે. અનેકાન્તવાદ, સાપેક્ષવાદ અને દ્રાદ એ વિવાદ માટેના વાદ નથી પણ જીવની દૃષ્ટિ છે, જીવના ભાવ છે અને જીવનો સ્વયંનો વ્યવહાર તેમજ જગત સમસ્તનો વ્યવહાર છે. વસ્તુસ્વભાવ જ તેવો છે અને વસ્તુભાવ લોકવ્યવહારનો નિયામક હોય છે. લોકવ્યવસાર કાંઈ વસ્તુભાવનો નિયામક નથી હોતો. આપણા સાંસારિક વ્યવહારમાં સ્યાદ્વાદની સ્વીકૃતિ ગર્ભિત રીતે રહેવી જ છે, પરંતુ લોક તેનાથી અજારા છે. લોકમાં કહેવત છે કે આત્મા અમર છે.' તો સામે તેપી વિરૂદ્ધ કહેવત પણ છે કે ‘નામ તેનો નાથ છે.' બંને પરસ્પર વિરૂદ્ધ ભાવ હોવા છતાં તે સહુને સ્વીકાર્ય છે. કારણ કે આત્માને અમર કહેવામાં આત્મ દ્રવ્યની અપેક્ષા છે અને નામ તેનો નાશ કરવામાં નામ અને રૂપ કહેતાં પર્યાયની ક્ષણિકતાનો દૃષ્ટિકોણ રહેલ છે. એવી જ રીતે પરસ્પર વિરુદ્ધ કહેવતો છે કે 'ન બોલ્યામાં નવ પુરા', 'બોલે તેના બોર વેચાય’, ‘આશા અમર છે', ‘પારકી આશ સદા નિરાશ’, ‘કાલનું કામ આજે કરી', 'ઉનાવળે આંબા ન પાકે પીરજના ફળ મીઠાં‘. બધાય વિધાન (કહેવતો) પોતપોતાની તે તે અપેક્ષાથી સાચા છે. અસ્તિ અને નાસ્તિ ભાંગાથી જીવે પોતાનાં અસ્તિ એટલે કે સ્વસમય યા સ્વપર્યાયને જાણી સમજી લઇને જે નાસ્તિ એટલે કે પરસમય યા પરપર્યાય છે તેનાથી છૂટી જવાનું છે. 'પર' છે તે પારકું છે અને પારકું કદી આપણું એટી 'સ્વ' થાય નહિ, પછી તે વિજાતીય હોય કે સ્વજાતીય હોય. તે જ પ્રમાણે જે ‘સ્વ’ એટલે આપણું છે તે કદી પારકું બને નહિ. સ્વમાં સ્વાધીનતા છે. પરમાં પરાધીનતા છે. પર કદી સ્વ થાય નહિ અને સ્વ કદી છૂટે નહિ. એ ન્યાયે આપણે આપણા પોતાના આપણાપણાને જાણીને સમજીને આપે આપમાં સમાઈ જવું; એ જ પરથી છૂટી જઈ કર્મવિહત, નિષ્પાપ, નિપુષ્પ, નિષ્કર્ષા, નિષ્કપાય, નિરંજન, નિદ્વાર થઈ અાદું બની રહેવું છે. બીજી રીતે આ સ્યાદ્વાદશૈલીથી સાધના પદ્દતિ વિચારીએ તો સ્વ ગુણાની અને સ્વ દોષની અસ્તિને જાણી, સ્વદોષ, અને સ્વાની નાસ્તિને જાણી; અસ્તિરૂપ દોષની નાસ્તિ કરી, નારૂિપ ગુણની અસ્તિ કરી; સ્વશુરાને અવક્તવ્ય રાખી, દોષને વ્યક્ત કરી; પરીખને અવક્તવ્ય રાખી, પરગુણને વ્યક્ત કરી, સ્વમાં સ્થિર થઈ, સ્વ પ્રકાશકતા, સ્વ-પર પ્રકાશકતા, સર્વ પ્રકાશકતા, સર્વોચ્ચ પ્રકાશકતા એવી સર્વજ્ઞતાને સિદ્ધ કરી અવક્તવ્ય (અવર્ણનીય) એવાં નિજરસ્વરૂપમાં લીન બની નિશ્ચય (નિજાનંદ)ના મહેલમાં મહાલવાનું છે. સહુ કોઈ સ્યામાંથી આસ્વાદ બને એ જ અભ્યર્થના ગુરા એ દ્રવ્યની મૂડી અર્થાત્ સંપત્તિ હોવાથી અનેકાન્ત એ વૈષ્ણવ છે. જ્યારે અનેકાન્તના મૂળમાં રહેલ આધાર દ્રવ્ય તો એક જ છે એટલે એકાન્ત છે, જે અનેકાન્તના મૂળમાં રહેલ એકાન્ત એવી મહાસત્તા છે-સ્વભાવદશા છે. આ વિશ્વમાં દરેકે દરેક પદાર્થમાં જો એક જ ગુણધર્મ હોત તો અનેકાન્તવાદ હોત નહિ, પરંતુ દરેકે દરેક પદાર્થમાં અનંત અનંત ધર્મો રહેલાં છે માટે અનેકાન્તવાદની અનિવાર્યતા છે. પરંતુ એ અનેક ધર્મ જે દ્રવ્યને આશ્રયીને રહેલા છે તે આધારભૂત દ્રવ્ય તો એક જ છે, તેથી મૂળમાં એકાન્ત છે. દ્રવ્યો એકથી અધિક છે, દ્રવ્યના ગુણ એકથી અધિક છે અને જ્યાં એકથી અધિક, બે કે બેથી વધુ વસ્તુ અને વ્યક્તિના સંબંધ હોય ત્યાં દ્વૈત હોય છે. જ્યાં જૈન હોય ત્યાં અપેક્ષા હોય છે. અપેક્ષા હોય ત્યાં સાપેક્ષતા હોય છે. અરસપરસની અપેક્ષાઓ સંતોષાતી નથી ત્યાં દ્વૈત દેવાથી ચૈતનું નિશિ થાય છે. ચૈતન જહ, રૂપી અરૂપી, નિય-અનિત્ય, ચિર-અસ્થિર, પૂર્ણ-અપૂર્ણ, ગુરા-દોષ, પુય-પાપ, સુખ-દુ:ખ, સંવર–આશ્રવ, બંધન-મુક્તિ, સાલંબન–નિરાલંબન, સાવરણ-નિરાવરણ એવાં પરસ્પર વિરોધવાચક શબ્દો સાપેક્ષવાદનો ખ્યાલ આપે છે. પૂર્વની સામે પૂર્ણની સાપેક્ષતા હોય નહિ, ક્રમ કે પૂર્ણ એક જ ભેદ હોય. તે અંત હોવાથી નિરપેય છે. પરંતુ જે અપૂર્ણ છે, શ્વેત છે તે અનંતભેદે છે. અપૂર્રાની સામે અપૂર્ણ હોય ત્યારે અનેક અપેક્ષાઓ પરસ્પર ઊભી થતી હોય છે. દરેક દ્રવ્યે પોતાના મૂળભાવ એટલે કે મૂળ સ્વભાવમાં રહેવું તે તેનો અનાદિ સિદ્ધ હક છે. માટે પૂર્ણની સામે અપૂર્ણની અપૂર્ણતાને બતાવનારો વીતરાગ સર્વશ જિનેશ્વર પ્રરૂપિત જે સર્પવાદ છે તે આધ્યાત્મિક સાપેક્ષવાદ છે અને તેથી જ તે લોકોત્તર સાપેક્ષવાદ છે કે જેના દ્વારા આધ્યાત્મિકના શિખરે ગઢી મુક્તિ બવી શકાય છે. આથી વિપરીત વર્તમાનના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર આઈન્સ્ટાઈનનો જે Thsary of Relativity સાપેક્ષવાદનો સિદ્ધાંત છે તે પુદ્ગલાભિનંદી સંસારી જીવો માટેનો સમયે સમયે પરિવર્તન પામનાર એવાં પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ સમજાવનાર લૌકિક સાપેક્ષવાદ છે. એ અપૂર્ણ સાપેક્ષ અપૂર્ણાંની વિચારસરણી છે જ્યારે જૈન દર્શનનો સાપેક્ષવાદ એ નિરપેક્ષ (પૂર્ણ) સાપેક્ષ અપૂર્ણ એવો સાપેક્ષવાદ છે. આમ છતાં પદાર્થ પાછો પોતાના મૂળ સ્વરૂપે, મૌલિકરૂપે તો પોતે પોતાથી જ એવો સ્વયંભૂ નિરપેક્ષ જ છે. એ મૂળભૂન દ્રવ્ય અનાદિ, અનંત, અનુપમ, અવિનાશી, નિષ્ફળ, સ્વયંભૂ જ છે.વી અને એના ગુણાકાર્યમાં પણ અન્ય પદાર્થની લેશમાત્ર અપેક્ષા નથી. આમ સાપનું મુળ નિરપેક્ષ જ છે અને એનું ફળ ચૈતમાંથી અદ્વૈત, કંડમાંથી નિર્દે થવા રૂપ સુખદુ:ખમાંના દ્વંદ્રમાંથી મુક્ત થઈ નિર્દે આનંદ સ્વરૂપ બનવારૂપ ફળ નિરપેક્ષતા છે, જ્યાં કોઈના સાથ, સહકાર, સહયોગ, મૈત્રીની આવશ્યકતા નથી. બાકી જ્યાં સાપેક્ષતા છે ત્યાં પ્રેમ, સાથ, સહકાર, સહયોગ, મૈત્રીની અનિવાર્યતા છે. નહિ તો સંધર્ષ નિર્માણ થાય છે. વળી જ્યાં કથંચિતતા, આંશિકતા (અસર્વતા) ત્યાં સાતા છે અને તેથી સ્યાદ્વાદ છે. અનેકાન્ત, સાપેક્ષ અને સાદું એ મૂળ અને ફળરૂપે એકાન્ત, ૯ (સંકલન : સૂર્યવદન ઠાકોરદાસ ઝવેરી)

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138