Book Title: Prabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 72
________________ પ્રબુદ્ધ જીવન પ્રકાર એમને વધુ પ્રિય હતો. દૂધા ઉપર એમનું પ્રભુત્વ સવિશેષ હતું. સંસ્કૃત ભાબા ઉપરના પ્રભુત્વને લીધે એમની કવિતામાં સંસ્કૃત શબ્દોનો ઉપયોગ અર્થના ગાંભીર્થમાં વૃદ્ધિ કરે છે. અને એમની વાણીને શિષ્ટતા અને રમણીયતા અર્પે છે. આ વર્ષો દરમિયાન મનસુખભાઈએ શાસ્ત્રીય સંગીતનો વ્યવસ્થિત અભ્યાસ કરી લીધો હતો. રાગ-રાગિણીની તેમની જાણકારી સરસ હતી. તેઓ કોઈ વાજિંત્ર વગાડતા નહિ, પણ માતા સારું. દક્ષિણામૂર્તિમાં શિક્ષણ લીધા પછી તનસુખભાઈ પાછા સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા હતા. ૧૯૩૩માં ગાંધીજીએ દાંડીયાત્રાનું વિચાર્યું ત્યારે તનસુખભાઇની ઉંમર ઓગણીસ વર્ષની હતી. તેઓ દાંડીયાત્રામાં જોડાયા અને પછી સત્યાયની ગળામાં ભાગ લીધો. સત્તાપને પરિણામે તનસુખભાઈએ ત્રણ વખત કારાવાસ સેવ્યો હતો. એક વખત એમની સાથે જેલમાં એમના મોટા ભાઈ હરિહર ભટ્ટ હતા. એક વખત તો પ્રાણશંકર ભટ્ટ અને એમના ત્રણે દીકરાઓ હરિહર, તારાનાથ અને તનસુખભાઈ–એમ ચારેય એક જ વખતે જુદી જુદી જેલમાં હતા. પ્રાણશંકર ભટ્ટ અને એમના કુટુંબે સ્વાતંત્ર્યની લડતમાં કેટો ભોગ આપ્યો હતો તે આના પરથી જોઈ શકાશે. અને પરિણામે તનસુખભાઇનો શાળા-કોલેજનો અભ્યાસ નિયમિત રહ્યો નહોતો. તેઓ ૧૯૩૫માં ચોવીસ વર્ષની વયે મેટ્રિક થયા હતા. પછી તેઓ અભ્યાસ ક૨વા મુંબઈ આવ્યા હતા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. એમના વખતમાં કૉલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ હેમિલ્ટન હતા. કૉલેજમાં તનસુખભાઈ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ ૧૯૪૦માં બી.એ. થયા હતા. દરમિયાન તેઓ અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા સી.એન.વિદ્યાવિહારમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ૧૯૪૩માં ગુજરાત વિદ્યાસભામાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈ તેઓ મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. થયા હતા. તેઓ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં આવ્યા હતા. તે વખતે એમની સાથે ડૉ. ભોગીલાલ સાંડેસરા, પ્રો. રામપ્રસાદ શુકલ અને પ્રો. ઉપેન્દ્ર પંડ્યા પણ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. વડોદરાના ડૉ. શાર્જિનભાઈ પટેલ ત્યારે અમદાવાદમાં તા. તેઓ પણ એમ.એ.ની તૈયારી કરી રહ્યા હતા. તેમને તનસુખભાઇની સાથે ગાઢ મૈત્રી થઈ હતી. એ મૈત્રી વધુ વર્ષ સુધી, ૧૯૯૭માં તનસુખભાઈ પોંડીચેરી ગયા ત્યાં સુધી રહી હતી. યુવાન વયે તનસુખભાઈ ક્રિકેટના સારા ખેલાડી હતા. ટેસ્ટ મેચ જોવા તેઓ બોર્ન સ્ટેડિયમમાં જતા. પાછલાં વર્ષોમાં ટી.વી. પર મેચ જોવાનું તેઓ ચૂકતા નહિ. તનસુખભાઇએ ત્રીસ વર્ષની વયે ૧૯૪૧માં ‘મેં પાંખો ફફડાવી’ નામની નાનકડી આત્મકથા લખી હતી. એમાં શૈશવકાળનાં સંસ્મરણો આત્મકથનાત્મક શૈલીએ લખાયાં છે. આ આત્મકથા ‘કુમાર’માં ક્રમશ: પ્રગટ થઈ હતી. એમાં જીવનનાં થોડાંક વર્ષોની જ વાત હોવાથી આત્મકથા નાની બની હતી. એની પ્રસ્તાવના કવિ ઉમાશંકર જોષીએ લખી હતી. ૧૬ જુલાઈ, ૨૦૦૪ ગાંધીયાન દ્વારા તે મૂર્ત થાય છે.' ઉત્તરાવસ્થામાં તનસુખભાઈનો બે નાનાં પુસ્તકો પ્રગટ થર્યા હતાં. ૧૯૭૭માં 'અતીતના અનુસંધાનમાં' પ્રકાશિત થયેલું, એમાં સુંદર રેખાચિત્રો છે. ૧૯૮૧માં ‘આશ્રમના આંગણ'માં પ્રકાશિત થયેલું, એમાં સાબરમતી આશ્રમમાં પોતે રહેલા એ સમયનાં સંસ્મરણો છે. ત્યાર પછી ‘દાંડીયાત્રા' ખંડકાવ્ય અને ગાંધીજીના જીવન વિશે મહાકાવ્ય 'મહાત્યાયન' પ્રગટ થયું હતું. આ મહાકાની જેટલી નોંધ ગુજરાતમાં લેવાવી જોઇએ તેટલી લેવાઈ નથી. મનસુખભાઇની કાળી મુખ્યત્વે 'કુમાર' અને 'પ્રસ્થાન' માસિકમાં છપાયાં હતાં. એંસી જેટલાં આ કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યલહરી’ તૈયા૨ે થયો ત્યારે એની પ્રસ્તાવના એમના વિદ્યાગુરુ પ્રકાંડ વિદ્વાન શ્રી રસિકલાલ પરીખ લખી આપી હતી. આ કાવ્યસંગ્રહમાં મુખ્યત્વે ય કામો છે, છંદોબદ્ધ કાવ્યો ઓછાં છે. આ બધાં કાવ્યોમાં મુક્તકો છે, અંજલિ કાવ્ય પણ છે. સ્વ. રસિકલાલ પરીખે પ્રસાવનામાં નોંધ્યું છે તેમ ‘કવિ જુવાન છે, પણ ' કાવ્યલહરી'માં યૌવનને સુલભ અને ગુજરાતી કવિતાને મલકાવી દેતી સ્ત્રીપુરુષના પ્રેમની કવિતા નથી, આ કવિનો સ્થાપીભાવ પરમાત્મરતિનો છે. એક પક્ષે સાધુ સંતોના વહેણમાં તો બીજે પક્ષે સમાજસેવા એ તનસુખભાઈની એક મનગમતી પ્રવૃત્તિ હતી. અમદાવાદમાં હતા ત્યારે તનસુખભાઇ સમાજસેવાના કાર્યમાં પડા સક્રિય ના. તેમણે અમદાવાદની જ્યોતિસંઘ નામની સંસ્થામાં ગુલઝારીલાલ નંદા સાથે કેટલોક વખત કામ કર્યુ હતું. (મુંબઈ આવ્યા પછી તેઓ કેન્સર માટેની એક સામાજિક સંસ્થામાં પોતાનો સમય આપના.. તનસુખભાઇનું નામ મેં સૌથી પહેલું સાંભળ્યું હતું ૧૯૪૪માં. મેટ્રિક પાસ કરીને હું કોલેજમાં દાખલ થયો ત્યારે મુંબઈ ભણવા આવેલા અમદાવાદની સુપસ શાળા સી.એન. વિદ્યાવિહારના કેટલાક સહાધ્યાયી મિત્રો પોતાના શિક્ષક તનસુખભાઇ ભટ્ટની બહુ પ્રશંસા કરતા. ત્યારે યુવાન તનસુખભાઈ વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. તેઓ ઘણા વિદ્યાર્થીઓને નામથી ઓળખતા અને શાળા છોડી જાય તે પછી પણ તેઓની સાથે પત્રવ્યવહારથી સંપર્ક રાખતા. એ જમાનામાં અમદાવાદના શિક્ષામાં સનસુખભાઇનું નામ મોટું હતું, સી.એન.માં ભાવતાં ભણાવતાં જ એમણે એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી અને તેજસ્વી શિક્ષક હતા. ત્યાર પછી મારે તનસુખભાઇની ગેંગન સંપર્ક થયો ૧૯૪૯૫૦માં ત્યારે હું એમ.એ.માં અભ્યાસ ગુજરાતી વિષય લઇને કરતો હતો. તેઓ અમદાવાદ છોડી મુંબઇની સિદ્ધાર્થ કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. તેઓ એમ.એ.ના અમારા વર્ગ પણ લેતા. ત્યારે સિદ્ધાર્થ કોલેજને પોતાનું મકાન નહોતું. મરીન લાઇન્સ પર લશ્કરી બેરેકના ખાલી પડેલા ઓરડાઓમાં કામચલાઉ વ્યવસ્થા થયેલી. દર અઠવાડિયે એક વાર અધ્યાપક પોતાની કોલેજમાં વર્ગ લેતા. ત્યારે તનસુખભાઈ ખાદીના કપડાં-રંગીન કોટ અને સફેદ પેન્ટ તથા ખાદીની આછા ચોકલેટી રંગની ટાઈ પહેરતા. ચુસ્ત ગાંધીવાદી હોવાને કારણે કોટ-પેન્ટ-ટાઈ પહેરવાં એમને ગમતાં નહિ, પણ મુંબઈના તે કાળના અધ્યાપકીય જીવનમાં તેમ કરવાની ફરજ પડી હતી. મુંબઇની સિદ્ધાર્થ કૉલેજમાં તેઓ સંસ્કૃત અને ગુજરાતી એમ બે વિષયો ભણાવતા. વર્ગમાં અધ્યાપન કરાવવા માટે તેઓ પૂરા સજ્જ થઇને આવતા. તેઓ સારું ભાવતા. શરૂઆતમાં વર્ગો મોટા હેવાને કારી તેમને ઉંચ્ચ સ્વરે બોલવું પડતું, પણ પછી બી.એ.ના ગુજરાતી વિષયના વર્ગોમાં ઓછા વિદ્યાર્થીઓ હોવાને કારણે એવા ઉચ્ચ સ્વરે બોલવાનું રહેતું નહિ. તેમણે કેટલાયે વિદ્યાર્થીઓને ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યમાં રસ લેતા કર્યા હતા, પરંતુ આ વર્ષો દરમિયાન એમની આસપાસ ખટપટ અને તેજોદ્વેષના વાતાવરણની એમના ચિત્ત ઉપર માઠી અસર થઈ હતી. તનસુખભાઇ અમદાવાદમાં સી.એન. વિદ્યાવિહારમાં શિક્ષક હતા ત્યારથી જ તેઓ અમદાવાદના નામાંકિત કવિઓ-શિક્ષકોના તેજોદ્વેષના ભોગ બનેલા. તનસુખમાઇને એમના સત્યપ્રિય સ્વભાવને કારણે સહન ઘણું કરવું પડયું હતું. પછીથી તો તેઓ મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં અધ્યાપક તરીકે આવ્યા ત્યારે એ તેજોદ્રેષ મુંબઇમાં અધ્યાપકીય વર્તુળમાં પ્રસર્યો હતો, કારણ કે એમના કરતાં ઉંમરમાં નાના અને ઓછી

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138