Book Title: Prabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 129
________________ ૧૬ ડિસેમ્બર, ૨૦૦૪ મોભામાં એક દિવસ એક બાવો અમારા ઘરે માગવા આવ્યો. બાએ એને લોટ અને ચોખા આપ્યા. બાની ઉદારતા જોઈ એણે ભોજનની માગણી કરી. બાએ ના કહી તો પણ ઘરમાં કોઈ પુરુષ નથી એ જોઇને એણે હઠ લીધી અને ઓટલે બેઠો. બેત્રણ વાર કહેવા છતાં એ ખસ્યો નહિ. બાવો બદમાશ જેવો લાગ્યો. બાપુજી ઘરમાં હતા નહિ એટલે - બાએ તરત સમયસૂચકતા વાપરી મને પાછલે બારોથી અલીકાકાને બોલાવવા મોકલ્યો. મુસલમાન અલીકાકા અમારા ઘરની નજીક રહેતા હતા. મેં દોડતા જોઈ અલીકાકાને વાત કરી. તેઓ હાથમાં લાકડી લઇને આવી પહોંચ્યા. એમણે લાકડી ઉગામી બાવાને ગામ બહાર ભગાડ્યો. ` એક વાર મોભામાં રાતના આઠ-નવ વાગે ‘સાપ આવ્યો, સાપ આવ્યો' એવી બૂમ પડી. બધા ઘરની બહાર નીકળી ગયાં. પાંચ છ ઘર દૂર સાપ દેખાયો હતો. બધા લાકડી લઈ બહાર દોડ્યા. કોઈક સાપ પકડવાનો લાકડાનો લાંબો સાાસો લઈ આવ્યું. અંધારું હતું એટલે સાપ ક્યાં ભરાઈ ગર્યા તે દેખાયું નિહ. સાપ લપાતો લપાતો બાજુવાળા પડોશીના ઘરમાં ભરાયો તે દેખાયો. ત્યાંથી સાપને ભગાડતાં પાછી બારણેથી નીકળી ગયો, પણ પછી ત્યાંથી અમારા ઘરમાં ભરાયો. ફાનસના અજવાળે તે દેખાયો. પણ ભગાડવા જતાં તે મોભ ઉપર ચડી ગર્યા અને એક બખોલમાં ભરાય. ત્યાંથી ઘણા પ્રયત્નો કરવા છતાં તે ઊતર્યો નહિ. છેવટે નક્કી કર્યું કે બધાંએ ફળિયાંમાં ખાટલા ઢાળીને સૂઈ જવું. થોડાક પુરુષો લાકડી સાથે જાગતા રહે. બાએ અમને ભાઈબહેનને ખાટલામાં સૂવાડ્યાં. અને પોતે જાગતાં રહીને નવકારમંત્રનું રટણ કર્યું. પિતાજી પણ જાગતા રહ્યા. બીકને લીધે આખી રાત સાપ નીકળ્યો નહિ, પણ સવાર થતાં ઘરની બહાર નીકો તે અમે બધાએ જોયું પણ એને કોઈ પકડે તે પહેલાં તો તે ઝડપથી વગડામાં પહોંચી ગયું. પ્રબુદ્ધ જીવન મોભામાં સ્ટેશનની પાસે જ અમારું ઘર હતું. એટલે સ્ટેશન પર અમે કેટલાક છોકરા રમવા જતા. સ્ટેશન માસ્તરને પણ એ ગમતું કારણ કે એમને અમારી ઉંમરનો એક દીકરો હતો. આખા દિવસમાં એક ગાડી આવે અને એક જાય. પછી માસ્તરને કંઈ કામ નહિ. ત્યારે અમે પાટા પર સમતોલપણું રાખીને ચાળવાની હરીફાઈ કરતા. સિગ્નલથી કેવી રીતે પાટા છૂટા પડે તે તથા એન્જિનનું મોઢું બદલવું હોય તો તે માટેના કૂવાના પાય કેવી રીતે ફેરવવા તથા ક્યારે કેટલા ડંકા વગાડવા તે માસ્તરનો મદદનીશ અમાને સમજાવતો. મોભામાં એક વર્ષ રહી દુકાન સંકેલી પિતાજીને પાદરા પાછા ફરવું પડ્યું, મારા અમૃતલાલ દાદાના છેલ્લા માંદગીના દિવસોનું અને એમના અવસાનના દિવસનું ચિત્ર હજુ નજરમાં તરવરે છે. માંદગીના વખતે ઉપરના માળે (મેડા ઉ૫૨) એમને સુવાડ્યા હતા. તેઓ શૌચાદિ માટે બહાર જઈ શકે એમ નહતા એટલે એમને માટે પાટ મંગાવવામાં આવી હતી. અમે એમને જોવા ઉપર જઇએ તો તરત નીચે જવાનું કહેવામાં આવતું, તેઓ ગુજરી ગયા તે વખતે અમને બધાં છોકરાંઓને બાજુના એક મકાનમાં પૂરવામાં આવ્યા હતા જ્યાંથી અમે જોઈ શકીએ. દાદાની ઠાઠડી · ઊંચકીને લઈ ગયા પછી અમને છોડ્યા હતા. દાદાના ગુજરી ગયા પછી અમુક દિવસ સુધી એજ સવારે ફળિયામાં રોવાકૂટવાનું રાખવામાં આવતું એ માટે સગાં સંબંધીની સ્ત્રીઓને હેશ મોકલાતું. નજીકની શેરીમાં રહેતા બે હીજડાઓ પરશિયા ગવડાવતા. કેટલીક સ્ત્રીઓ છાતી ફૂટવામાં માત્ર બે હાથનો અભિનય કરતી દાદીમાં અમથીબા તથા ચારે વહુઓ જોરથી ફૂટતી અને છાતી લાલઘૂમ કરતી, અમે છોકરાઓ એ વર્તુળની બહાર ઊભા રહીને નિહાળતા. રેવાબા જ્યારે બહુ ફૂટતાં અને લાલધૂમ છાતીમાં લોહીની ટશરો ફૂટતી ત્યારે એ દૃશ્ય જોઇને અમે છોકરાંઓ રડતાં. ત્યારે અમીબા પણ રેવાબાને અટકાવતો, એક દિવસ તો તડકામાં છાતી ફૂટતાં રેવાબા બેભાન પણ થઈ ગયાં હતાં. પારકે ઘેર ફૂટવા જવાનું હોય તો પણ રેવાબા પોતાનું ૫૨ હોય તેમ સમજી જોરથી છાતી ફૂટના. અમૃતલાલદાદાના અવસાન પછી એકાદ વર્ષે માચ પિતાશ્રી અને એમના ભાઇઓએ મિલકતની વહેંચણી કરી એ દિવસો મારી નજર સમક્ષ અત્યારે પણ તાદશ છે. પિતાશ્રીના પિતાશ્રી અમૃતલાલ શેઠને ધંધામાં ભારે ખોટ આવી હતી. એક જમાનાના આખા પાદરા તાંલુકાના પ્રથમ નંબરના સૌથી મોટા સંપત્તિવાન ગણાતા અમૃતલાલ શેઠ પોતાના રૂ–કપાસના વેપારમાં આગમાં ૯૦૦ જેટલી ગાંસડી બળી જતાં થયેલા નુકસાનને કારણે રાતોરાત દેવાદાર થઈ ગયા હતા. પછીના દિવસો એમના વળતા પાણીના શાન્ત દિવસો હતા. ઘરની બહાર જવાનું એમને ગમે નહિ. ઘરનું ઘર વેચાઈ ગયું હતું, પરંતુ એમાં પોતે પતિપત્ની જીવે ત્યાં સુધી રહેવાની અદાલતે છૂટ આપી હતી. ૧૯૩૩માં એમનું અવસાન થયું તે પછી પિતાશ્રી અને એમના બીજા ત્રણે ભાઇઓ-એમ ચાર જણ વચ્ચે વહેંચવાનું હોય તો તે માત્ર ઘરવખરી જ હતી. પિતાશ્રીના માતુશ્રી અમથી બા અમારી સાથે રહે એમ નક્કી થયું હતું, મિલકતમાં રોકડ તો કંઈ હતી નહિ. અમૃતલાલ શેઠ-બાપાએ ચારે દીકરાઓને વખાણ કરી કાયદેસર ફારગતી આપી દીધીહતી કે જેથી પોતાના દેવા માટે દીકરાઓને કોઈ સતાવે નહિ. વહેંચણીમાં માત્ર ઘર વખરી હતી, પરંતુ મોટું ઘર એટલે ઘરવખરી ઘણી હતી. એમાં તપેલાં વર્ષથી, માળી વાટકા વગેરે તાંબા પિત્તળનાં વાસો, ગાદલાં, ઓશીકાં, ચાદરો, ખાટલા, ડામચિયા, ઘંટી, બંબા, સગડીઓ, અથાણાની કાચની બરણીઓ, ગોળ અને ચોરસ ફાનસો, ચીમનીઓ, હીંચકા, પાટ, લાકડાની ખુરશીઓ, માટીના માટલાં, ઘડા ઇત્યાદિ. ઘર હોય એટલે સેંકડો વસ્તુઓ હોય. સૂચના પ્રમાણે રોજ થોડી થોડી સ૨ખી સરખીવસ્તુઓ ઘરમાંથી બહાર ફળિયામાં અમે છોકરાંઓ લાવીને મૂડીએ વડીલો એના ભાગ પાડે. અને દરેક પોતાનો ભાગ પોતાને ઘરે લઈ જાય. એ વખતે પિતાશ્રી પોતાની પ્રકૃતિ અનુસાર કશું માર્ગ નહિ કે કશા માટે આગ્રહ રાખે નહિ. જે આવે તે સ્વીકારી લે. એ વખતે ઘરે ગયા પછી રેવાબા પિતાશ્રીને ઢીલા સાદે કહે, 'તમે કેમ કંઈ બોલતા નથી ? બધી સારી સારી વસ્તુઓ બીજા ભાઇઓ લઈ જાય છે અને તૂટેલી નકામી વસ્તુઓ આપણા ભાગમાં આવે છે.’ પિતાજી કહેતા, ‘આપણે મોટું મન રાખવું. સારી સારી વસ્તુઓ લઇ જઇને જો તેઓ રાજી થતા હોય તો ભલે થાય. કોઈ ચીજવસ્તુ માટે ઝઘડા થાય એવું મને ગમતું નથી. આપાને અન્યાય થાય છે એ હું સમજું છું પણ મને જે મળે એમાં સંતોષ છે. આજે આટલું વર્ષે પણ એ દશ્યો મારી નજર સમક્ષ તરવરે છે. પિતા કશું બોલે ની, જે ભાગમાં આવે તે શાંતિથી લઈ લે, અને પછી એકાંત મળતાં બા-બાપુજીની સમાધાનભરી વાતો સાંભળવા મળે. અમે નાના હતા ત્યારે ઇરાનીઓની બહુ બીક રહેતી. અમે જુદા રહેવા લાગ્યા ત્યારે એક વખત પાદામાં ઇરાનીઓ આવી ચડ્યો. ગામને પાદર તંબૂ તાણીને રહે અને પોતપોતાના ટોપલા સાથે બજારમાં છરી, ચપ્પુ, કાત૨ વગેરે ઓજારો વેચવા બેસતા. હોંશિયાર જબરા માણસો બરાબ૨ ભાવતાલ કરીને વસ્તુ ખરીદતા, પણ નબળા માણસોને ખરીદવા બોલાવી, લોભાવીને છેતરી લેતા. એકંદરે તેમની છાપ ખરાબ હતી. ઇરાનીઓ ગોરા અને તેમાં પુરુષ્ઠ પાટલૂન અને સ્ત્રીઓ ફ્રોક પહેરતી. અને બે ચોટલા વાળી આગળ બે નાની લટ ઘટકતી રાખતી. પુરુષો કરતાં સ્ત્રીબહુ ખુબી હોય. ગામમાં ઇરાનીઓ આવે તો તેમને અટકાવી શકાય નહિ, પણ કોઈ ખાસ ખરીદી ન કરે તો તેઓ બેત્રણ દિવસમાં જ બીજું ગામ ચાલ્યા જાય. ગામ બહાર કોઈ એકલદોકલ મળે તો લૂંટી લેતા. એક વખત ગામમાં અફવા ઊડી કે એક ઇરાની નાના છોકરાને કોથળામાં નાંખીને ઉપાડી ગયો. ત્યારથી આખું ગામ સાવ બની ગયું. એ વખતે હું પાદરામાં ટાલવાળી સ્કૂલમાં ભઋતો. આખી બાંયનું ખમીસ, એવું પાટલૂન અને માથે સફેદ ટોપી પહેરીને ઉઘાડા પગે ખભા પાછળ દફ્તરની થેલી

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138