Book Title: Prabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 132
________________ પ્રબુદ્ધ જીવન જેટલી શિખંડ આપ્યો. બંનન ભાળ્યો. એટલે બાએ એક બીજી ચમચી ભરીને આપ્યો અને પાસે બંને માટે વાડકી ભરીને મૂકી. બંને બધી શિખંડ બાઈ ગયાં અને વધુ શિખંઢ માર્થા અને ધરાઇને ખા. ત્યારથી બંને બાળકોએ 'શિખંડવાળાં બા' એવું ખાનું નામ પાડ્યું અને એમને માટે એ કાયમનું થઈ ગયું. પછી જ્યારે બાને ઘરે જવાનું હોય ત્યારે શિખંડ બનાવવાનું તેઓ અચૂક કહેવડાવતાં. એક દિવસ સાંજે અર્થે ઘરમાં બેઠાં હતાં. બાપુજી ઑફિસેથી હજુ આવ્યા નહોતા. તે વખતે બા પલંગ પર બેઠાં હતાં ત્યાં અચાનક કંઈ અસંબદ્ધ બોલવા લાગ્યો. અવાજ મોટો થઈ ગયો. આંખો પહોળી થઈ ગઈ. અમે વિચારમાં પડી ગયાં. થયું કે બાને માથે મરણી ચડી ગઈ છે. શું કરવું તે સૂઝતું નહોતું. ડૉક્ટરને બોલાવવાનો વિચાર કરીએ છીએ ત્યાં મારા નાના ભાઈ પ્રમોદભાઇએ પાણી ભરેલો ઘડો લાવી બાને માથે ઢોળી દીધો. કાના કપડાં પોળ્યો અને પોરી પણ પાળી ‘આવું કાય ?' એવો અને પ્રમોદભાઇને ઠપકો આપવા લાગ્યા, ત્યાં તો બા ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયાં અને અમને ઠપકો આપવા લાગ્યાં કે ‘એને વઢો નહિ. એણે મારે માથે પાણી રેડવું એટલે મને ટાઢક થઈ ગઈ. હવે સારું લાગે છે. મને ગરમી ચઢી ગઈ હતી.' એથી એમણે ખૂબ આનંદ અનુભવ્યો. લકવામાંથી બા સાજા થયાં અને હરતાં ફરતાં થયાં. કેટલીક જાત્રાઓ પણ કરી આવ્યાં. પણ પછી આંખે મોતિયો આવ્યો, અને તપાસ કરાવતાં ડાયાબિટિસ પણ નીકળ્યો. એટલે મોતિયાનું ઓપરેશન કરવાની દાક્તરોએ ના પાડી. પરિણામે બાને આંખે ઝાંખપ વધતી ગઈ. સાવ નજીક માણસ આવે ત્યૌર ઓળખાય. મોતિયાને લીધે પછી તો ઘરની બહાર જવા આવવાનું બંધ થયું. બહેન ઈન્દિરા રસોઈ ઉપરાંત ખાની બધી ગાકરી કરતી ચાર ભાઈ અને એક બહેનનાં લગ્ન થતાં ખેતવાડીની ચાલીની રૂમમાં હવે બા-બાપુજી સાથે બે ભાઈ અને એક બહેન રહ્યાં. હવે ગુજરાનની ચિંતા નહોતી. બધા ભાઇઓને ત્યાંથી ૨૫ આવતી હવે બાનો હાથ છૂટો રહ્યો. પિતાજી નોકરી છોડી નિવૃત્ત થયા. બીજા બે ભાઈનાં લગ્ન થતાં બા-બાપુજી અને બહેન ઇન્દિરા વાલકેશ્વર મોટા ઘરમાં રહેવા આવ્યાં. રાણીની રૂમ પછી છોડી દીધી. દરમિયાન પ્રમોદભાઇએ પણ જુદું ઘર લીધું, ઇન્દિરાબહેનનાં પણ લગ્ન થયાં અને ભરતભાઇએ પણ મોટું ઘર લીધું. જીવનના અંત સુધી બા બાપુજી માર્ગભભાઇને ત્યાં રહ્યા. * સિત્તે૨ની ઉંમરે દાંત ગયા પછી બાને આંખે મોતિયો પાકવા આવ્યો - ત્યારે અમે કહ્યું 'બા તમે ઓપરેશન કરાવો તો બરાબર દેખાશે.' એ દિવસોમાં ઓપરેશન એ મોટી વાત હતી. મોતિયાના ઓપરેશનમાં ચારેક દિવસ હોસ્પિટલમાં એવું પડતું. બાએ કહ્યું, 'મારે ઓપરેશન કરાવવું નથી. નહિ દેખાય તો મારે જોઇને પણ શું કામ છે ?' હું મારે શાંતિથી એવા માગું છું.' પછી નો બાને ડાયાબિટિશની તકલીફ ચાલુ થઈ એટલે ડૉક્ટરે જ ઓપરેશનની ના પાડી. પરિણામે બાને તદ્દન ઝાંખું દેખાતું. સાવ પાસે કોઈ આવે તો અણસાર આવે. અવાજથી જ બધાંને ઓળખે. આંખના અંધાપા સાથે બાની શારીરિક અશક્તિ પણ વધી ગઈ. તેઓ આખો દિવસ પલંગમાં બેસતાં કે સૂતાં. પિતાશ્રી પણ આખો દિવસ બા પાસે બેસતા અને નવકારમંત્ર, સ્તવનાદ સંભળાવતા. બા અમારા સૌથી નાના ભાઈ ભરતભાઇને ત્યાં રહેતાં. એમણે તથા એમનાં પત્ની જયાબહેને છેલાં વર્ષોમાં બાને નવડાવવામાં, ખવડાવવામાં, શીયા ક્રિયા કરાવવામાં ઘણી સારી સેવાચાકરી કરી હતી. · એમ કરતાં પોષ સુદ ૭, વિ. સં. ૨૦૨૧ના દિવસે ઈ.સ. ૧૯૭૫માં ૭૫ વર્ષની વયે બાએ મધરાતે હૃદયરોગનો હુમલો થતાં શાન્તિથી દેહ છોડ્યો. એક ઉત્તમ આત્માએ જીવનલીલા સંકેલી લીધી. એ વખતે તત્ત્વના જાણકાર પિતાશ્રીએ સારી સ્વસ્થતા અને સમતા ધારણ કરી હતી. અને અમને પણ સ્વસ્થ રહેવા કહ્યું હતું. અમને થયું કે સંભવ છે કે ખાનું પ્રેશર વધી ગયું હશે; પરંતુ એ દિવસોમાં તએ ડપ્રેશર મપાવવાનો વિચાર આવતો નહિ, વળી બાને એવું પછી કેટલાક વર્ષ સુધી થયું નહોતું. એટલે ત્યારે એ ચિંતાનો વિષય નો અમારું કુટુંબ સાધાર સ્થિતિનું હતું. એટલે બા-બાપુજીને ચિંતાનો સૌથી મોટો વિષય ને દીકરાઓની સગાઈનો હતો. જ્ઞાતિમાંથી કન્યા મળે નહિ અને જ્ઞાતિ બહારની મળે પણ તે લેવાય નહિ. એ દિવસોમાં ૧૮૨૦ વર્ષની ઉંમરે લગ્ન થતાં, અમારા સગાંઓમાં બધાનાં દીકરા-દીકરીનાં લગ્ન થઈ ગયાં, પણ સૌથી મોટા ભાઈ ૨૨-૨૩ વર્ષના થયા, પણ હજુ સગાઈની કોઈ વાત આવતી નહિ. આથી બાને વધારે ચિંતા થતી. અડધી રાતે પણ પથારીમાં બેઠાં વિચાર કરતાં હોય. છેવટે ૨૬ વર્ષની વર્ષે સૌથી મોટા ભાઈનાં લગ્ન થયાં. એક વખત લાઈન ચાલુ થઈ એટલે પછી ચાલવા લાગી. અમારા ત્રણ ભાઈનાં સગાઈ-લગ્ન થઈ ગયાં. મારાં લગ્ન વખતે પરિસ્થિતિ ઊલટી થઈ. મેં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરવા લાગ્યો. હવે જ્ઞાતિમાંથી વારંવાર કન્યાની વાત આવતી પણ બાને તે યોગ્ય લાગતી નહિ. છેવટે મારાં લગ્ન જ્ઞાતિ બહા૨ ક૨વાનો નિર્ણય થયો, એમ થાય તો અમને જ્ઞાતિબહાર મૂકવામાં આવે, પણ હવે જ્ઞાતિનાં બંધનો શિથિલ થયાં હતાં. એટલે મારાં લગ્ન માટે અન્ય જૈન જ્ઞાતિનાં અને કોલેજમાં સહાધ્યાર્થિની, મુંબઈની સોહાયા કોલેજનાં અધ્યાપિકા તારાબર્મનની એમના પિતા તરફથી દરખાસ્ત આવી ત્યારે બાએ અને કુટુંબના સર્વેએ એ સહર્ષ સ્વીકારી લીધી. બાનો ઉલ્લાસ એટલો બધો હતો કે અમારાં લગ્નના દિવસે તેઓ દાદર ઊતરતાં પડી ગયાં અને વાગ્યું તો પણ સમગ્ર વિધિ અને સત્કાર સમારંભ દરમિયાન કોઈને જણાવા દીધું નહોતું. વળી ત્યારે સોફાયા કોલેજનાં પ્રિન્સિપાલ મધ૨ વોર્ડને પગે લાગવા અમે ગયાં તો તેઓ સાથે આવ્યાં હતાં. આ રીતે એમણે સોફાયા કોલેજ પણ જોઈ. ત્યાર પછી કેટલાંક વર્ષ બાને સારું રહ્યું. તેઓ શત્રુંજય, શંખેશ્વર, મહુડી, માતર, ઝઘડિયા, કાવી વગેરે સ્થળે કેટલીક વાર જાત્રા કરી આવ્યાં. વળી તેઓ સ્પેશિયલ ટ્રેઇનમાં ૪૫ દિવસની શિખરજીની યાત્રા કરી આવ્યા, જેમાં દિલ્હી, આગ્રા તથા ઉત્તર, વિકાર, પ્રદેશ અને આંધ્ર સહિત શાં બધાં તીર્થોનો સમાવેશ થયો હતો. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૪ - ત્યાર પછી બાને ૧૮ વર્ષની ઉંમરે લકવાનો હુમલો આવ્યો. તરત હૉસ્પિટલમાં દાખલ કર્યાં અને અઠવાડિયામાં સારા થઇને ઘરે આવ્યાં. ત્યાર પછી અર્ધ બા-બાપુજીને વિમાનમાં ભાવનગર લઈ જઈ શત્રુંજયની જાત્રા કરાવી આવ્યા. વિમાનમાં બેસવાનો એમનો પહેલો અનુભવ હતો. બાનું જીવન એટલે સમ-વિષમ સંજોગોથી સભર ધર્મમય સમતામય ‘જીવન. બાની કૂખે અમને જન્મ મળ્યો એ અમારા જીવનની ધન્યતા છે. એમના પુણ્યાત્માને કોટિ કોટિ વંદન. !] રમણલાલ ચી. શાહ સંઘનું નવું પ્રકાશન જૈન ધર્મના પુષ્પગુચ્છ લેખક : ડૉ. બિપિનચંદ્ર શ્રી. કાપડિયા ડૉ. રમણલાલ ચી. શાહ હિંમત-૪, ૧૦૦/ (નોંધ-સંઘના સભ્યોએ અડધી કિંમતે કાર્યાલયમાંથી મેળવી ૩. મોકલવામાં આવશે નહિ.. I નિરુબહેન એસ. શાહ I ધનવંત ટી. શાહ મંત્રીઓ,

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138