Book Title: Prabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 80
________________ ૧૦ ૧૬ જુલાઈ, ૨૦૦૪, જરૂર છે. તેથી સંસાર કોનો ? જીવનો કે અજીવનો ? આનો ઉત્તર સ્પષ્ટ છે કે જીવનો નહીં કે અજીવનો. જરા વળાંક લઈ ઉપર જે ૮ ગુણો આત્માના ગણાવ્યા છે તેમાં અનેનવીર્ય એક શ ગણાવ્યો છે. તેનું દૃષ્ટાંત જોઇએ. કલ્પસૂત્રમાં જેનો ઉલ્લેખ કરાયો છે તે પ્રસંગ ભગવાન મહાવીર સ્વામીના જન્મ વખતની છે. ઈન્દ્ર પ્રભુને મેરુ પર્વત પર લઈ પૂ.પાંચ રૂપ ધારણ કરી સ્નાત્રાભિષેક ક૨વાના મોટા કલશોમાંથી પાણી ચાઈ રહ્યું છે ત્યારે ઇન્દ્રને શંકા થઈ કે નાનો બાળક આ કેવી રીતે સહન કરી શકશે ? ત્યારે ભગવાને પોતાની શક્તિ બતાવવા ડાબા પગનો અંગૂઠો સિંહાસન પર દબાવો ત્યારે સિંહાસન,ાિપદ, સમસ્ત મેરૂ પર્વત આખો જંબુદ્વિપ કંપિત થઈ ગયો. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી ઇન્દ્રે સાચી પરિસ્થિનિ જાણી તથા પ્રભુની શક્તિના પરમાથી પશ્ચાત્તાપ કરી પ્રભુની માફી માંગી. જીવાસ્તિકાય (આત્મા) રંગ વગરનો અરૂપી છે. શાયદ છે. તે દ્રાથી વાસ્તિકાય, ારાથી વાસ્તિકાય, ક્ષેત્રથી લોકપ્રમાણ છે. કાળથી શાકાત છે. ભાવથી રંગઠિત, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. અર્થાત્ અરૂપી (અવાદ) અગંધ, અરસ, અર્થ યુક્ત છે. ગુણાપી ઉપયોગ ગુજા પ્રધાન છે. પ્રબુદ્ધ જીવન છે, આકર્ષે છે. પોતાની અંદર સમાવિષ્ટ કરે છે જે આવની પ્રક્રિયા છે. એમાં રાગ-દ્વેષની પ્રવૃત્તિ, ઇન્દ્રિયો, કષાયો, અવ્રત, યોગ, ક્રિયાઓ મુખ્ય કારણભૂત છે. આ આશ્રવ માર્ગે સર્વ પ્રથમ પ્રદેશ બંધ થાય છે. રાગ-ઢપના આધારે તેમાં રસ ઉમેરાય છે જેની સાથે કાર્યણ વણા ચોંટી જશે. વળી મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય, યોગાદિ હેતુઓ બંધ હેતુઓમાં ઘણો મોટો ભાગ ભજવે છે. આત્માનો જે શાનદર્શનાદિ ગુણાત્મક સ્વભાવ હતો તેના પર કર્માણુઓ છવાઇ જશે. ચિરંતનાચાર્યજી પંચસૂત્રમાં જણાવે છે કે ‘અણ્ણાઈ જીવે, અાઈ જીવસ્સ ભવે, અણ્ણાઈ કર્મી સંજોગ નિવિત્તિએ.' મુક્તિ મહેલમાં, પ્રવેશોલો આત્મા માટે ગયેલો અનાદિ સાન્ત છે, જ્યારે સંસારી જીવો અનાદિ અનંત છે, જેનો અંત નથી તે અનંત. આ પ્રકારનો મુક્તિ પામેલા જીવનો તેથી કોઈ કર્તા નથી. કર્મ થકી સંસારી હતો. હવે તે ભાવ નિર્જરાથી મુક્તિ પાર્મેલી હોઈ તેની કર્તા કર્મ સિવાય કોઈ હોઈ શકે નહીં તેવો જૈન દર્શનનો સિદ્ધાન્ત તથા તત્ત્વજ્ઞાન છે. અનાદિ હોવાથી તેનો કોઈ કર્તા હોઈ શકે તેમ નથી. કેમકે પરસ્પરાદિ આશ્રિત એવાં દ્વન્દ્વો જેવાં કે રાત અને દિવસ, મરથી અને ઇંડું, વૃન અને તેનું બીજ. કોશ પહેલું અને કોણ પછી તેનો નિશ્ચય કરવો અશક્ય છે; અસંભવિત છે. તેથી જૈનદર્શનમાં કર્મકૃત જીવનો સંસાર છે અને તે નષ્ટ થતાં તે આત્મા તેના પાસમાંથી મુક્ત થઈ મુક્તાત્મા કહેવડાવે છે. ઉંગાર કર્તૃત્વની માન્યતામાં ઘણી વિસંવાદિતા નથી. દર્દો રહેલાં છે. ઇશ્વરે સૃષ્ટિ શેમાંથી બનાવી ? ક્યાં રાખી હતી ? તેની સૃષ્ટિમાં અનેકાનેક વિષમના તથા વૈવિધ્ય હોવાથી સર્વજ્ઞ, સર્વશક્તિમાન ઈશ્વરે આપી દર્યા. સૂષ્ટિ સર્જા તે માનવામાં ઉંગારના ઈયરકત્વમાં દોર્ષા, ઉણપો વગેરે હોવાથી ઈશ્વરને તે વિસંવાદિ સૃષ્ટિના સર્જનહાર માનવામાં ઇશ્વરનું ઇશ્વરત્વ લજવાઈ જાય છે, તેને પામર અને પાંગળો પરાધિન બનવું પડે તેમ છે. કર્મવૃત જીવનો સંસાર તથા મોક્ષની માન્યતામાં સુસંવાદિતા રહેલી છે. ભવ એટલે સંસાર. ‘અણાઈ જીવસ ભવ.' જીવનો આ સંસાર અનાદિ કાળથી છે. જીવ પોતે પણ અનુત્પન્ન અનાદિ છે. અનાદિ કાળથી આજ સુધી અનંતપુદ્ગલપરાવર્તકાળ વ્યતીન થઈ ચૂક્યા છે. તેથી આત્માના અસ્તિત્વનો ક્યારે પણ નાશ નહીં થાય. જો અસ્તિત્વનો નાશ થઈ જાય તો મોક્ષમાં કશું પણ રહે નહીં. આત્મા નામનું દ્રવ્ય રહે જ નહીં તેથી આત્માનું અસ્તિત્વ અનાદિ અનંત કહ્યું છે. સંસાર જાવનો છે. જીવનો નહીં. સંસાર સવમય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાસ્તિકાય, પુદ્ગાસ્તિકાય અજીવ તી છે. તે મય જગત, વિશ્વ, બ્રહ્માંડ છે. અનન્તકાળમાં ક્ષણવાર પણ જીવ અજીવનો સંબંધ વિનાનો થયો નથી. સંસાર જીવનો છે; પરંતુ અજીવ સાયોગિક છે. જીવ અનાદિ અનુત્પન્ન છે. તેમ સંસાર અનાદિ અનુત્પન્ન છે. કર્તા, હર્તા, ભોક્તા જીવ છે તેથી સંસાર જીવનો છે. અજીવ સાંયોગિક, નિમિત્તક છે. જીવે જે કર્મો બાંધ્યા તે રાગ-દ્વેષાદિથી છે. ૧૮ પાપસ્થાનકો જીવે જે સેવ્યા તે પુદ્ગલ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ થકી જ છે. પૌદ્ગતિક પદાર્થોના નિમિત્તે જીવ થણાં કર્મો બોધ છે અને ગાર ાતિના સંસારમાં પરિભ્રમણ કરે છે. શ્રી. આચારોગસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી જણાવે છે કે જે એ જારાઈ રો નું જાઈ, જે એકને જાણે તે સર્વને જાણ ક તે કોણ ? એક આત્માને ઓળખીએ તો બધું ઓળખાય. તેથી ‘આત્માનં વિધિ' સંસારના સમસ્ત દ્રવ્ય આત્માને કેન્દ્રમાં રાખી રહેલાં છે. જેમ વર્તુળના મૂળમાં કેન્દ્ર છે તેમ સમસ્ત સંસારના કેન્દ્રમાં આત્મા છે. ધર્મારાધનાના મૂળમાં આત્મા છે. તત્ત્વજ્ઞાનના કેન્દ્રમાં આત્મા છે. તેથી એક આત્માને ઓળખીએ તો બધું જ ઓળખાઈ જાય, તેને ન ઓળખ્યો તો જગતનું બધું જ જાણવા છતાં પણ કંઈ પણ જાણતા નથી તેમ સમજવું. માટે આત્મતત્ત્વ, આત્મશાન, અધ્યાત્મશારોના અભ્યાસની શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વીરપ્રભુએ દેશના સમયે જણાવ્યું છે કે આત્મા પોતે જ સુખ-દુ:ખનો કર્તા તથા નાશ કરનારો છે. પોતે જ પોતાનો મિત્ર-શત્રુ છે. આવી રીતે જીવાભિગમ, ભગવતીસૂત્ર, આચારોગ, સ્થાનોંગા ખાગમોમાં અનેક સ્થાને પ્રરૂપણા કરી છે. જિનાગમોના આધારે પૂર્વાચાર્યોએ અનેક પ્રકરણ ગ્રંથો, દર્શનશાસ્ત્રો રચી આત્મવિષયક ચર્ચા કરી છે. જે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો કર્યાં છે, તે જ કર્મોના ફળની ભોંકતા છે. કર્માનુસાર સ્વર્ગનરકાર્ડિમાં પરિક્ષણ કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોની સાધનાથી કર્મનો ક્ષય કરી મોક્ષ પામનાર છે તે જ આત્મા છે. પદાર્થોનું ઉપરોક્ત સ્વરૂપ સર્વજ્ઞ કેવલી પરમાત્મા દ્વારા પ્રણીત છે. તેઓ તે બનાવવા નથી ગયા. પદાર્થોના ગુણધર્મો જેવાં હતાં તેવાં જ જ્ઞાન યોગમાં જોયા, જાણ્યા તેવાં વીતરાગ ભાવથી જ કહ્યા છે. કર્મો જીવની સાથેના સમાગમથી સંસારચક્રમાં ઘુમ્યા કરે છે તેથી ઇશ્વરને તે માટે જોડવાની જરૂર જ નથી. શા માટે વિપરિત માનવું ? રાગ-દ્વેષથી આપણે અન્યથા સમજીએ તો તેમાં આપણી કુતા છે, મૂર્ખતા છે, મિથ્યાત્વ છે. તેથી સત્યની દિશામાં જવું, બુદ્ધિ ઠેકાણે રાખી, શાન સાચું અને પાકું થાય એ જ સમગ્ર શ્રદ્ધાનો વિષય છે, સમકિત છે, સત્ય દર્શન છે, સાચું તત્વજ્ઞાન છે, માટે સાૌ સગુ શ્રદ્ધાથી આત્માને લાભાલાભ જ છે; તેથી ઉલટી મિથ્યા વિચારધારાથી આત્માને નુકસાન છે, જેથી ભવપરંપરા વધે છે. ઉપર આપણે જોયું કે જૈનદર્શન આત્માને કર્તા તથા ભોકતા બંને સ્વરૂપે માને છે. આત્મા સ્વદેહ પરિમાણ છે. કીડીનો આત્મા કીડી જેટલો, હાથીનો હાથી જેટલી. આત્માનો ગુણધર્મ સંકોચ-વિકાસશીલ છે. તે અણુ જેટલો પણ હોઈ અને ૧૪ રાજલોક જેટલો વિસ્તરી શકે છે. વાદિદેવસૂરિ મહારાજાએ પ્રમાાનય તત્ત્વોકમાં વિસ્તૃત રીતે ચર્ચા કરી છે. એક એક વિશેષણો અન્ય મતના ખંડન માટે અને સ્વમતની પુષ્ટિ માટે આપ્યાં છે. એવી રીતે અન્ય જૈન દાર્શનિક મહાપુરુષોમાં પૂજ્ય ઉમારવાતિ મહારાજ, પૂ. સિદ્ધોન દિવાકર, પૂ. હરિભદ્રસૂરિ, પૂ. હેમચંદ્રાચાર્ય, પૂ. ઉપાધ્યાય પોવિજયજી વાચક અને અનેક પૂજનીય, વંદનીય, આદરણીય મહાપુરુષોએ તાર્કિક અને દાર્શનિક પદ્ધતિએ પોતપોતાના ગ્રંથોમાં આત્માનું અદ્ભુત સ્વરૂપ વર્ણવ્યું છે. (ક્રમશઃ)

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138