Book Title: Prabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 87
________________ ૧૬ ઑગસ્ટ, ૨૦૦૪ પ્રબુદ્ધ જીવન સ્વ. વીરચંદ રાઘવજીના અપ્રગટ પત્રો E .પૂ. શ્રી શીલચંદ્રસૂરિજી મહારાજ [મારી પાસે ગઈ સદીના એક મહાન તત્ત્વચિંતક, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેનાર, સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીએ અમેરિકાથી લખેલા પત્રો છે, જે અપ્રકાશિત રહ્યા છે. આ પત્રોનું ઐતિહાસિક દસ્તાવેજી મૂલ્ય છે. એટલે એ હીં રજૂ કરું છું. એમાં ભાષા અને જોડણી જેમ છે તેમ જ રાખ્યાં છે.-શીલચંદ્ર]. (૨) અમેરિકા જવાનું કારણ (ભૂમિકા) હિંદુસ્થાનનો વતની ગમે તે હેતુથી બીજે દેશ જાય, પરંતુ જો તેના મનમાં પોતાના દેશના કેળવણી વેપાર વીગેરેના ખાતાઓ અને તેમની રીતીઓ ધ્યાનમાં હોય તો તે બીજા દેશમાં મુસાડી કરતા જે જે બાબતો નજરતÄ આવે છે, તેમાંથી ધી વીચાર કરવાની વાર્તા અને અગત્યના મુદ્દાઓ તેને મળે છે. જુદી જુદી જાતની કેળવણીને લીધે, જુદી જુદી જાતના વેપાર નરને લીધે, જુદી જુદી જાતના ધર્મવિચારને લીધે, અને જીંદગીના આચાર વિચારને લીધે માણસજાતના કેવા જુદા જુદા ભાગો પડી ગયા છે તેનું અવલોકન કરવાની ઘણી સારી તક મળે છે. એથી ભુતકાળમાં કેવા કારોને લીધે લોકોની કેવી સ્થીતિ થઈ છે એ જાણવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ હવે કેવી રીતે વેપાર, હુનર વીગેરેનો વધારો કરવો જોઈએ કે જેથી માણસજાતને વધારે સુખી અને લાયક બનાવી શકાય. દીલર્ગરીની વાત છે કે ઈતિહાસનો અભ્યાસ કરવાનો આ મુખ્ય નેમ આપણી માણસજાતમાં આરે નથી થતી. એને ઘણીવાર ત્રીસારી દેવામાં આવે છે. ગયા વખતની વાત આપણા કબજામાં રહી નથી અને તેથી તેના સારા અથવા નરસા પરિણામ આપણે ભોગવ્યા વીના છુટકો નથી. પરંતુ આવતી કાલે કેમ વર્તવું તે આપણા કબજાની વાત છે. માટે ભવિષ્યમાં માણસજાતને કેમ સુખી અને લાયક કરવી એની આધાર એક હલકામાં હલકા માણસની રીતભાત અને જીંદગી ઉ૫૨ પણ રહેલો છે. ૫ કેલવણીની બાબતમાં યુનાઈટેડ સ્ટેટસના લોકોએ જે ફેરફાર, વધારા અને સુધારા કીધા છે તેનો ઈતિહાસ વાંચવાથી અજાયબી ઉત્પન્ન થયા વીના રહેતી નથી. વિશેષે જ્યારે માલમ પડે છે કે એ બધું સો વરસના અરસામાં થઈ ગયું છે ત્યારે આશ્ચર્યની હદ રહેતી નથી. કેલવણીની રીતી, સાધનો અને ખાતાઓમાં કરેલા ફેરફારો સારા થયા છે કે ખોટાં એ સંબંધી લોકો ગમે તેટલો મતભેદ રાખે, ની પણ આટલી વાત તો ખરી છે કે તેમની કોમન સ્કૂલ સીસ્ટમ એટલે કે ગરીબ તેમ જ તવંગર વર્ગના બાલકોને મત કેલવાડી આપવાની રીત અમેરિકાના ઉપોગી સુધારામાંનો પહેલો સુધારો છે. ગરીબ અને તવંગર વર્ગના બાળકો એક નિશાળમાં સાથે બેસી કેલવણી લે અને પૈસાદારના છોકરાં પૈસાની ખુમારી અને મગરૂરી ભૂલી જાય તેમ જ ગરીબના છોકરાં સમજે કે બધા માજાસજાત તરીકે કેલવણીનો સરખો હંક ભોગવી શકે છે એ વાત માણસજાતના સુખમાં અને જીંદગીની બીજી નેમમાં ઘણો લાભદાયક વધારો કરે. છે. એ બાબતમાં લોકોના જુદા મત થઈ શકતા નથી. 4 વરસના અરસામાં જુદા જુદા શહેરોમાં ફરી જુદી જુદી જાતની કેવી આપતી શાળાઓની મેં મુલાકાત લીધી છે. બે વરસથી પાંચ વર્ષના બાળકોને રમતગમતથી જ્ઞાન આપવાની કિંડરગાર્ટન નિશાળો, મુળ કેલવણીની શાળાઓ, હાઈસ્કૂલો, ગાયન શીખવાની નિશાળો, સાયન્સ વિદ્યા શીખવાની નિશાળી, કસરત શાળાઓ કોલેજો, યુનિવસીટી, ધંધા શીખવાની શાળા, વક્તૃત્વ શીખવાની કોલેજો વીગેરે પણ જોઈ શક્યો છું. એવી જાતની નિશાળો અથવા કોલેજોમાં શીખવવાની રીતી એક જ નથી એટલું જ નહી પરંતુ એક જ જાતની જુદી જુદી નિશાળોમાં જુદી જુદી રીતીઓ છે. અમેરિકાની કોમન સ્કૂલ સીસ્ટમ સ્થાપનાર હોસ મેન નામન ગૃહસ્થ છે. આજથી પચાસ વરસ પહેલા તે અમેરિકાની પાર્લામેંટનો મેમ્બર નીમાયો હતો અને મેસેચ્યુસેટ્સના કેળવણી ખાતાની સંકટરી હતો. કેલવણીની રીતીઓ તપાસવા માટે તેણે યુરોપમાં મુસાફરી કીધી, ત્યાંના ખાતાઓનો સારી રીતે અભ્યાસ કી અને જે જે બાબતમાં પોતાના દેશમાં ખામી જણાઈ તેમાં સુધારો કરવાનું પહેલું પગલું તેણે લીધું. જુદા જુદા કામ માટે જુદી જુદી હજારો નિશા અને પાઠશાળાઓ છે. દરેક જાતની નિશાળમાં કેવી રીતથી કેલવણી આપવામાં આવે છે તેનું વર્ણન કરવું અશક્ય છે. બે ત્રણ દાખલા આપવા બસ છે. એટલાથી સમજી શકાશે કે આપણે તેમાંથી શું શીખી શકીએ છીએ. શું બીજા બધા દેશોની માફક અમેરિકામાં જુની અને નથી એવી બે પાર્ટી છે. જુની પાર્ટી જુના વખતની રીતીઓ પસંદ કરે છે. નવી પાર્ટી નવા નવા સુધારા દાખલ કરવા માગે છે. નવી પાર્ટી-કેલવણીનો હેતુ પહેલા સમજવો જોઈએ. સામાન્ય રીતે, અમુક જથામાં જ્ઞાન અને હુશીયારી મેળવવી એ કેલવણીનો હેતુ સમજવામાં આવે છે. (૨) અમેરિકા જવાનું કારણ (નિમ્બં ધ ) ત્યાં બે વરસ રહી ઘણી બાબતો જોવામાં આવી કે મુખ્ય બાબત છે જેથી અભ્યાસ કરવાની બાબતો, તથા પરીક્ષાની તપાસ કરવી અગત્યની ૧. અમેરિકાના લોકોની આગતાસ્વાગતા, પરોણાગત. ૨. ત્યાંની કેલવણી. એનાથી નકી કરવામાં આવે છે. આ હેતુ ભુલભરેલો છે. ખરો હેતુ માણસ, શરીર, મન અને આત્મા સરખી રીતે ખીલવવા એ છે. હુશીયારી અને જ્ઞાન માત્ર આ કામના સાધન તરીકે છે. હુશીયારી અને જ્ઞાન એ કંઈ કેલવણીના હેતુ નથી. ખરી કેલવણી એ છે કે જેનાથી માણસ પોતાની ફરજો સમજી બરાબર બજાવી શકે, એ હેતુ પાર પાડવા માટે શીક્ષકે માણસની માનસીક શક્તિઓ કેટલી બહાર આવી શકે છે તે જાણવું જોઈએ- અને તે બહાર લાવવા માટે તેના મનને કેવી સ્થિતિમાં મુક્યું તે જાવું જોઈએ. છોકરાઓને કશું પણ કરતાં શીખવવા માટે શીક્ષકે પોતે તે કરતાં જાણવું જોઈએ. શિક્ષકનો અવાજ સારો કેળવાયેલો હોવો જોઈએ. તેની અસર બહુ સારી થાય છે. સારો ન હોય તો કેળવવી જોઈએ. સારું વાંચતા (ઉકેલતા નહીં આવડવું જોઈએ. વાંચવાની રીતિ બહુ અસર કરે છે. ગાતા આવડવું જોઈએ. સારૂં લખતા (અક્ષર) આવડવા જોઈએ. ચિતરતા આવડવું જોઈએ. કારણ ચિત્રશ્રી બાલકના મન ઉપર મજબૂત છાપ પાડી શકાય છે. માટીમાંથી સારા આકાર કરતા આવડવા જોઈએ. ભૂગોળ શિખવવા માટે એ બહુ જરૂરનું છે. વાંચતા શીખવવું વાંચવું એટલે લખેલા અથવા છાપેલા શબ્દો ઉપરથી વિચાર ઉત્પન્ન

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138