Book Title: Prabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 36
________________ પ્રબુદ્ધ જીવન. છે. એટલે ભગવતી સૂત્રમાં ભગવાને કહ્યું છે: ને સે રિસે અનિવાર્ય નિષ્વકાર મંપિચે એક સરળ દેવ) એટલે કે જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અન્ય કર્મબંધ કરે છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો પણ પ્રમાદ-આચરણમાં આવી જાય છે. એની વાત સુસ્પષ્ટ છે. નિદ્રાની ગાના શાસ્ત્રકારોએ પ્રમાદમાં કરી છે. વ શરીર માટે, સારા આરોગ્ય માટે આવશ્યક જ નહિ, અનિવાર્ય મનાય છે. એમ છતાં સ્વસ્થ રહીને નિદ્રા ઘટાડી શકાય છે. સ્વરૂપમાં લીન રહેનાર મહાત્માઓ કેટલી ઓછી નિદ્રા લે છે. ! ભગવાન મહાવીરે સાડા બાર વર્ષની તપશ્ચર્યાના કાળમાં કેટલી ઓછી નિદ્રા લીધી હતી ! નિંદ્રા પાંચ પ્રકારની છે. જે નિદ્રામાંથી આનંદપૂર્વક જાગ્રત થઈ શકાય, સુખે ઉઠાય તે સાચી નિદ્રા. જે નિદ્રામાંથી ઊઠતાં કષ્ટ પડે, ગમે નહિ તે ‘નિદ્રા નિદ્રા’. ઊભા ઊભા ઊંઘનું ઝોંકું આવે તે પ્રચલા નિદ્રા ચાલતાં ચાલતાં કે નિકા આવે તે પ્રચક્ષા પ્રચલા'. થોડો આવી રીતે ઊંઘ લઈ લેતો હોય છે. દિવસે વિચારેલું કાર્ય રાતના ઊંઘમાંથી ઊઠીને કરી નાખીને પાછો સૂઈ જાય અને છતાં પોતાને ખબર પણ ન હોય, સવારે પૂછો તે કંઈ યાદ ન હોય એવી પ્રગાઢ નિદ્રા તે સ્થાનહિ નિદ્રા કહેવાય. આવી સ્થાનર્દ્રિ નિદ્રાવાળા માણસમાં નિદ્રામાંથી ઊઠતી વખતે ઘણું જ બળ હોય છે. દિવસે જાગૃતિમાં પણ એવી વ્યક્તિમાં સરેરાશ કરતાં ત્રણ-ચાર ગણું બળ હોય છે અને રાતના જાગરણ દરમ્યાન આઠગણું બળ અથવા વાસુદેવ કરતાં અડધું બળ હોય છે.સ્થાનઢિ નિદ્રાનો વિવિધ ઉદાહરણો શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે. આવી ત્યનર્જિવાળો લાખોમાં એક હોય તો હોય, પણ એ અવશ્ય નઙે જનાર જીવ હોય છે. ૧૬:પ્રલ, ૨૦૦૪ નંદિત્તસૂત્ર'ની નીચેની ગાથામાં અનર્થદંડ-વિરમણ વ્રતના પ્રાચ અતિયા કથા છે : રાજકથા એટલે રાજકારણાની કા, રાજ્યોની કથાઓમાં યુદ્ધની, હારજીતની, રાજાઓના વૈભવ વિલાસની, રાજકુટુંબોમાં ચાલતી ખટપાની, રાજાઓના હિસાયુક્ત શોર્યની કે ચશની કથાઓ હોય છે. એ બર્ષોમાં ગિન્નના અધ્યવસાયો બગડે છે. વર્તમાનમાં લોકશાહીમાં રાજદ્વારી પક્ષો, નેતાઓ અને તેમના જૂઠાણાં, ખટપટો, ભ્રષ્ટાચાર એ બધાની વાતો તે રાજકથામાં આવી જાય છે. એ કથાઓ હોય છે રસિક, માણસને પ્રવાહમાં ખેંચી જાય એવી, પરંતુ તે વિકથા છે. રાજકથા, સ્ત્રીકથા વગેરે વિકા માટે 'શ્રુતિ' શબ્દ પણ પ્રયોજાય. અનર્થદંડ : વિરમણ વ્રત ધારણ કરનારી પછી તલવાર, બંદૂક કુહાડી, છરી વગેરે હિંસક શસ્ત્રો કે સાધનોનો વૈપાર પા ન કરી શકાય. વળી ખોટાં તોલમાપ રાખવા, પરમાં પોપટ, કૂતરું, બિલાડી પાળવાં વગેરે પણ અનર્થદંડ વિરમણવ્રતનો ભંગ કરવા બરાબર છે. અનર્થદંડના પાંચ અંતિચાર આ પ્રમાણે ઉપદેશપ્રાસાદમાં શ્રી લક્ષ્મી રિએ કહ્યા છે संयुक्ताधिकरणत्वमुपयोतिरेकता । मौर्य को कंदपऽनर्थदंडगा । સપનોને સતત જોડેલાં રાખવા, પોતાના ઉપભોગ માટે જરૂરી હોય તેનાથી વધુ વસ્તુઓ રાખવી, અતિવાચાળપણું, ચેષ્ટાઓ કરવી, કામોત્તેજક વચનો બોલવાં એ અનર્થડના અતિયાર છે. कंदपणे कुकुए मोहरि अडिगरण भोग अरिते । दंडम्मि अणट्ठाए तइयंमि गुणव्वए निंदे ॥ દર્પ, કુચ્છ, મુખરતા, અધિકરણ (સંયુક્તાધિકા) અને ભોગાતિરિક્ત-અનર્થનો સંબંધમાં આ પાંચ અતિચારને ત્રીજા પુરાવતમાં (અનર્થદંડ વિરમાં વ્રતમા) હું નિદ્ .. વિકા એ પ્રમાદનો એક પ્રકાર છે. વિયા એટલે વિકાર કરનારી ખોટી કથા. જે કથાઓમાં રસ લેતાં અશુભ કર્મબંધ થાય છે એવી આ પ્રકારની કથાઓમાં રાજકથા, સ્ત્રીકથા, દેશકથા (અથવા ચોકથા)કરવો, અને ખનકથા નથા-ભોજનકથા) એવા ચાર પ્રકાર બતાવવામાં આવે છે. વળી એ પ્રત્યેકના ચાર ચાર પેટા પ્રકાર એ રીતે સોળ પ્રકારની વિકથા બતાવવામાં આવી છે. કંદર્પ એટલે કામત. પોતાને કે બીજાને ક્રામવિકાર ઉત્પન્ન થાય એવાં સ્પષ્ટ માર્મિક કે દ્વિઅર્થી વચનો બોલવાં, કામરસની કથાઓ વાંચવી, બીજાને કહેવી. વિજાતીય વ્યક્ત્તિના હાવભાવ, વિલાસ, શૃંગાર, ભાગોપભોગ, અગાંગોનું વર્ણન કરવામાં આવે કે જેથી ચિત્તમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય અને એની માઠી અસર થાય, કુકર્મ કરવા પ્રેરાય, આથી આ વ્રતમાં પ્રમાદ આચારણનો અતિચાર લાગે છે. ભ્રમર કોકુચ્ચ એટલે કુચેષ્ટા, પ્રમાદ આચરણનો એ અતિચાર છે. ચડાવવી, નાક મરોડવું, આંખ મીંચકારવી વગેરે કુષ્ટાઓ, વિવિધ આશયથી થાય છે. માણસ પોતાનાં અંગાંગોને એવી રીતે મરોડે કે જેથી એની ખરાબ પ્રતિક્રિયા થાય. એકલા મસ્તકનાં જ માઁ, હોઠ, નાક, આંખ વગેરેના લટકાં મટકાં દ્વારા વિવિધ વિચિત્ર હાવભાવ વ્યક્ત થઈ શકે છે. તથા ડોક, હાથ, પગ, કમર વગેરેને વિચિત્ર વળાંક આપીને અમુક ચેષ્ટાઓ-સંકેતો વ્યક્ત થઈ શકે છે. આવા હાવભાવથી, ઇશારાઓથી માણસ પોતે ખરાબ દેખાય છે. એનો ઉપહાસ થાય છે. ક્યારેક પોતાની કામુકતા વ્યક્ત કરવા થાય છે. એથી પોતાનામાં અને ક્યારેક બીજામાં કામવિકાર ઉત્પન્ન થાય છે. અથવા વિનાકારણ ઘૃણા કે લજ્જા ઉત્પન્ન થાય છે. આવી ત્રષ્ટાઓ અનર્થદડમાં પરિણમે છે. મૌખર્ચ અથવા મુખરતા એટલે મુખનો વધુ પડતો ઉપયોગ બોલવામાં વધુ પડતું બોલવાથી, અતિશય વાચાળ બનવાથી બિનજરૂરી બોલાય છે, અસંબદ્ર બોલાય છે, બડબડાટ, બકવાસ થાય છે અને એથી અનર્થ થવાની, ઝઘડા થવાની શક્યતા રહે છે. એથી પાપ બંધાય છે. પાપોપદેશની સંભાવના રહે છે. પોપદેશનો અતિયાર લાગે છે. ,' ઉપહાસ, મજાક, હાસ્યકટાક્ષ, ચીડવવું ઇત્યાદિ પણ અનર્થનાં નિમિત્ત બની શકે છે. હસવામાંથી ખસવું થાય છે એ તો ખરું, પણ સામાન્ય મજાક-મશ્કરીમાં ભોવાતાં હાસ્યરચનામાં પણ અનર્થ ઠંડી દોષ રહેલો હોય છે. રાજા કુમારપાલના બનેવી, શાકંભરીના રાજા આનાક પોતાની રાણી સાથે ચોપાટ રમતો, અમુક સોગઠીને મારતી વખતે ‘માર મુંડિયાને’ (જૈન સાધુને) એવું વચન બોલતાં. રાણી સાથે ઝધડો થતાં ઠેઠ કુમારપાલ સાથેના યુદ્ધમાં પરિણામે છે અને રાજા આનકને પરાજિત થઈ માફી માગવી પડી હતી અને એની જીભ ખેંચી કાઢવાના પ્રતીક રૂપે એના પોતાના રાજ્યમાં પાધડીનો એક છેડો જીમની જેમ લટકતી રાખમની રજા કુમારપાળની આજ્ઞા માનવી પડી હતી. સંયુક્તાધિકરણ એટલે અધિકોને સંયુક્ત રાખવાં અર્થાત્ સાધનોને જોડેલાં રાખવાં. જૂના વખતમાં અને હજુ પણ ગામડાઓમાં આદિવાસી પ્રદેશોમાં ખાંડણીમાં પરાણે મૂકી રાખવી, ખાયામાં સાંબેલું મૂકવું, હળ સાથે તેનું ફળું જોતરી રાખવું, ધનુષ્ય સાથે બાણ ચડાવી રાખવું, ઘંટીના પડ સાથે બીજું પડ પણ ચડાવી રાખવું, કુહાડી સાથે હાથો જોડી રાખવો, ગાડી સાથે બળદ જોડી રાખવા વગેરે સંયુકત્તાધિકારણે જોવા મળે છે. તૈયાર જોડેલાં સાધનો અનર્થ કરાવી શકે. સાધનો જોડેલાં હોય તો બીજા માંગવા આવે ત્યારે સરળતાથી આપી દેવાય છે, એટલું જ નહિ, પોતાને પણ એ કાર વગર, પ્રયોજન વિના તરત વાપરવાનું મન થાય છે. એથી અજાણતાં અનર્થદતનો દોષ લાગવાનો સંભવ છે. આ જૂના વખતની ગામડાઓની વાત છે. વર્તમાન જીવનમાં

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138