Book Title: Prabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 39
________________ મ ૧૬ એપ્રિલ ૨૦૦૪ મારતા પુરુષની બુદ્ધિનું પંખેરું તો ખોપરી તોડીને માયા-લોકમાં ઉડ્ડયન કરતું ગોથાં ખાતું હોય છે. ઢોર, ગવાર, પશુ ઔર નારી, એ સબ તાડન કે અધિકારી, તુલસીદાસજીને ખાતે જમા થયેલી આ પંક્તિ માટે જો ટેલિપથીથી એમના આત્માનો સંસર્ગ સાથી પૂછાવ્યું તો કહે કે એ મારી પંક્તિ જ નથી, કો'ક ગમારે મારા નામે એ પ્રચલિત કરી દોષી છે, બાકી હું 'ઢાર' અને પશુનો પુનરાવર્તનનો દોષ કર્યું ખરો ? મને એમ લાગે છે કે કો'ક મારકણી નારીએ એના ગમાર પતિને પીબી નાખ્યો હશે, એટલે હણાયેલા ગમાર પતિએ વૈર વાળવાના આશયથી નારી અને અધિકારી'નો પ્રાસ મેળવી દીધો લાગે છે, બાકી મારી આશય તો ‘બુધે માર્યા પાણી (વારિ)' જુદાં ન પડે એ કહેવત રચીને ભાઇઓ ભાઈઓના ઝડા બુધ માર્યા વારિ' જેવાં હોય છે. એમ કહેવાનો હતો પણ પેલા ગમારે ‘વારિ’ને બદલે નારીને બેસાડી દીધી. * આવી પાઠાતર દીષ તો શિષ્ટ સાહિત્યમાં પણ ક્યાં જોવા મળતો નથી ! મને તુલસીદાસજીની વાત સાચી લાગે છે. ભવાઇમાં, ઘણી જ્ઞાતિઓનાં વ્યાવર્તક લક્ષણોને છતાં કરતા પદો હોય છે. નાગરવાડામાં નાનકડી, નાજુક નારી પિયુની પ્રતીક્ષા કરતી, કાંકરીવ કાગને ઉડાડતી વર્ણવાય, બારણાવાડામાં ગાય ને તુલસીનો ઉલ્લેખ, અનિવાર્ય ગણાય, કણબીવાડામાં 'ભગરી ભેંસ, મલપતો પાડી, વીણે ને જાડા સાડલાની વાત આવે જ...પણ એક પદમાં ધમ્મરવલો ગજવે ગૌરી' ને બદલે સાસુ વહુને કહે છે: “ઊઠો, વપૂજા | મહુડાં ખાંડો.' દવે સાચું પાઠાનર, મને લાગે છે કે મનૂડાં ખોડો' ને બદલે ‘વલણો માંડો' હોવું જોઇએ. તુલસીદાસજીની એ પંક્તિને પછા પાઠાત્તરની કોટિમાં મૂકવું જોઇએ ને બહેનોએ ખોટું લગાડવું જોઇએ નહીં, કોઈ સ્ત્રીએ એ પંક્તિ લખી હોત તો 'નારીને બદલે માળી' લખ્યું હોત. હાળી એટલે મંજૂરી કૂટતો (પતિ 1) એવાને તો તાહનની પણા થી જરૂર ? કાળી મજૂરી ફૂટતાં જ અધમૂઓ થયેલો હોય છે. એક કહેવતમાં દીકરીને ઉકરડી સાથે સરખાવી છે..મને લાગે છે કે એમાં ખોટું શું છે ? એ કહેવત આ પ્રમતો છે. દીકરીને ને ઉકરડીને વધતાં ૐશી વાર ? આમાં તો સરખામણી કેવા ‘વૃદ્ધિ સાથે કરી છે પણ ઉકરડી'ની સાથે સંકળાયેલા ગંદકીના સંસ્કાર દેખાય છે પણ એની ફર્ટીલીટી ફળદ્રુપતાની ઉપેક્ષા થાય છે ! મારી ભત્રીજીની જ વાત કરું ! નાનો ભાઈ મુંબઈમાં ડૉક્ટર. સંતતિમાં એક દીકરો ને એક દીકરી. દીકરી તરીકે માતાપિતાએ પક્ષપાતી ધ્યાન આપેલું એટલે દીકરી પંદર વર્ષે બારની ભાગતો હતો ને તેર વર્ષની દીકરી ચાર વર્ષની લાગતી હતી. મુંબઈથી ગામડે આવેલી મારી એ ભત્રીજને જોઇને મારા પિતાજી બોલેલા બધુ તો મોટા બૈરા જેવી લાગે છે. ગુજરાતીની જગ્યાએ તેર વર્ષની પંજાબી છોકરી મારા પિતાજીની દૃષ્ટિને, સંભવ છે કે પચ્ચીસની લાત ! મારો અનુભવ તો એવો છે. ૐ પંદર વર્ષના છોકરાની તુલનાએ પંદર વર્ષની છોકરી શરીર અને સમજાની બાબતમાં આગળ હોય છે. સંભવ છે કે એની દેદવૃદ્ધિને ભાવિ માતૃત્વ સાથે સંબંધ હોય મેં એક કહેવત છે: કોયલ, કાગડી સરખી નાર, જણીને નાખ્યાં ઠગને દ્વાર.' આ કહેવત તો રાજા - દુષ્કૃતના જમાનાથી ચાલી આવે છે. સગર્ભા શકુંનલાને સ્મૃતિભ્રંશને કારી રાજા દુષ્કૃત ઓળખી શકતો નથી એટલે ટોણો મારતાં કહે છે. પ્રકૃતિથી જ સ્ત્રીઓ ચતુર હોય છે. દત આપતાં કહે છે: કોથલ કાગડીના માળામાં ઇંડાં મૂકી આવે છે-ઈંઠા સર્વે કાગડી ને પાંખો આવતાં 'કા કા કા કા'ને બદલે કહું છું' બોલાનું કોલંબચ્ચું વાઈ જાય છે. શાહીન શકુંતલા એને ‘અનાર્થ'નો ઈલ્કાબ ન આપે તો જ નવાઈ । આ કવિતાઈ કે વતનો આક્ષેપ જેવો તેવો નથી ! પણ એક મૃત્ય માટે સ્ત્રીઓએ ગૌરવ લેવું જોઇએ 'સ્ત્રીઓ પ્રકૃતિ તુર' હોય છે. પુરુષો પ્રકૃતિ-જડ હોય છે એ અધ્યાહાર રાખેલું સત્ય પુરુષો ક્યારે સમજવાના ? એક કહેવત છે કે: 'કૂંવારી કન્યાને સો પર ને સો વર. દ્રૌપદી અને સીતાના સ્વયંવરને આ કહેવત લાગુ પડતી નથી. આ પ્રબુદ્ધ જીવન ? એમાં તો પસંદગીની સ્વતંત્રતાને કેવડો મોટો અવકાશ છે ? બીજી એક કહેવત છે: 'દીકરીવાળું પર ને બોરડીવાળું ખેતર '... આમાં 'દીકરી' અને 'બોર'ની સરખામણી કરી છે...પણ મૈં ગામડામાં ખાસ જોયું છે કે ખેતરમાં આવેલી બોરડીને ઝૂંડમાં ને ખંખેરવામાં, છોકરાઓ કરતાં છોકરીઓનો હિસ્સો મોટો હોય છે !...બાકી જો દીકરીવાળાં ધરની તુતાના ખોરને બદલે ખેતર સાથે કરો તો જો એ ખેતર બોડી બામણીનું' હોય તો જુદી વાત છે, બાકી સરસ્વતીચંદ્રના માનચતુર ડોસાનું ઘર હોય તો કોઇની ખૈર નથી કે દૃષ્ટિદોષ કરે, ખંખરવાની વાત તો દૂરની રહી ! ડોસો ખંખેરનારને જ ખંખેરી નાંખે. દીકરી સાસરે સારી કે મસાણે સારી’ આ કહેવત રચવામાં ને એનો પ્રચાર કરવામાં હું માનું છું કે પુરુષો કરતાં સ્ત્રીઓનું જ પ્રદાન માટે છે ! સ્વ" જાતિ શત્રુતાને કોણ મહાત કરી શકે ? ‘દીકરીએ દીવો ન થાય’ એ કહેક્ત ધારો કે પુરુષસમાજે કરી છે પણ હું તો આજકાલ દીકરીઓને જ ઘેર ઘેર દીવા કરતી જોઈ રહ્યો છું...ને દીવડાઓને રાણા કરતા દીકરાઓની ય ક્યાં ખોટ છે ? પિતા પુત્રની સોરાબી-રૂસ્તમી અને જનરેશન ગેપ અને અહંકેની વ્યક્તિત્વને કારણો, કાળક્રમે આ અનિષ્ટ વાનું ઘટવાની કોઈ શક્યતા લાગતી નથી. શળાઓ, મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોનાં પરિણામો પર ઊડતી નજર નાખતા મેં સમજાશે કે દીકરા દીવા કરે છે કે દીકરી ? વર્ષોથી ખુબ પાલી ગયેલી જડ માન્યતાનું આ પરિણામ છે. એ જડ ઉખડતી જાય છે. બાર વર્ષ સુધી હું હતો સાવ ગામડિયો, ગામડામાં જન્મ ને ગામડામાં ઉછેર ભણાતર, મારાથી આઠ વર્ષ મોટી એક મિત્ર ખેડૂત-પોલો, એક સંતાનનો પિતા. એ મને સ્ત્રીઓ સંબંધે કહેતો કરે તા પરણેલી નવોઢા માટે કહે: "પહેલા આવી ખાય નહીં, બીજે આણં ધરાય નહીં ને ત્રીજું આણુ માર ખાધા વિના જાય નહીં.” હું સમજણો થયો ત્યારે જોયું કે એ કહેવતમાં ‘પહેલા આણે ખાય નહીં’–એટલી વાત જ સાચી હતી. લજ્જાને કારણે એમ જ હોય. ‘નહીં ધરાવવાની’ તેને માર ખાવાની વાત ખોટી હતી. એવી જ બીજી કહેવત એશે કઠેલી સ્ત્રી માત્ર એંઠું ખાય, જૂઠું ગાય અને નવસ્ત્રી હોય.' પતિ અને સંતાનોનું વધેલું ખાતી અમારીઓ ગામડે ગામડે મેં અનેક જોઈ છે...પટ્ટા દરેક ‘વધેલું' એંઠું ન ગણાય. એમાંય કરકસર ને કુટુંબપ્રેમ છે. જૂઠું ગાવાની વાતમાં પણ કવિતા છે, રસિકતા છે, મધુરતા છે. સોનાના પોટલા પર ભાઈને સ્નાન કરો કલ્પી ગાવું એમાં ખોટું શું છે ! બધાં જ લગ્ન ગીતોમાં અતિશયોક્તિ નથી હોતી ? ખરે, આપણાં લોકગીતોમાં પણ સવામકા સોનાનું દાતરડું પર નથી આવતું? રાજાને ત્યાં પરા સવા પણ સૌનાના દાતરડાની શક્યતા નથી. પણ આ તો અતૃપ્ત વાસનાનું આવિષ્કરણ કરવાનું હોય તો કે દમા દાળમાં પાણી' પડવાનું જ. 'ન-વસ્ત્ર" નાવાની વાત દરિદ્રતા સૂચક પણ હોય! આ કહેવતો પ્રાપ્ય છે ને ગામડા પૂરતી જ સીમિત છે. ગોળ વિના જેવો કંસાર, મા વિના એવો સંસાર.. પ્રેમાનંદની આ કવિતાઈ ઉક્તિ લોકોક્તિ લોક-કહેવત જેવી બની ગઈ છે. ભીલ કે અભણ- સર્વ સ્ત્રીપુરુષોને એ કંઠા છે. માતૃત્વ છે. પ્રત્યેક સ્ત્રી માત્રનો અધિકાર છે એનું એ ગૌરવ-સ્તોત્ર છે. કવિ અને છે કવિતાનો એ વિજય છે. 'રઘુવંશ' મહાકાવ્યમાં ખેતીનું અવસાન થતાં પતિ અત્ર જે વિલાપ કરે છે એ વિલાપ જ સ્ત્રીની ગૌરવ-ગાથા બની જાય છે. ગૃહિણી, સચિવ, સખી, તાલિતકલાઓ વિષે પ્રિય શિષ્યા... આમાં શેની 'ન્યૂનતા છે ?' 'ગૃતિથી ગૃહમુચ્યતે' એ ગૃહિણી પદની મહત્તા કે પ્રતિષ્ઠા શી રીતે ઊહી છે ? આદર્શ ગૃહિણી એ સચિવ-શોમ મિનિસ્ટર-પણ છે. દામ્પત્ય જીવનમાં ને દામ્પત્યજીવનનાં સુખદુઃખ જે સાથે સહે છે તે સખી એવું સખ્ય કેવડા મોટા તપને અને પ્રાપ્ત થાય ? વિ પત્ર, મેઘદૂતમાં 'મારું ઘર' નથી કહેતી પણ અમારું

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138