Book Title: Prabuddha Jivan 2004 Year 15 Ank 01 to 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 47
________________ ૧૬ મે, ૨૦૦૪ પ્રબુદ્ધ જીવન ૩. ખાધે રાખે છે. પરિણામે સૌથી વધારે જાડા માણસો અમેરિકામાં છે. બની જાય છે. માણસને આંખથી કોઇપણ એક વસ્તુ ધારી ધારીને સતત જોવાનો કે કાનથી અમુક ધ્વનિ સાંભળવાનો થાક લાગે છે. એટલે જ જીભને વશ રાખવાનું કામ ઘણું દૂર છે. એક બહેન વાંચતાં વાંચતાં માણસ ઊંઘી જાય છે. સંગીત સાંભળતાં પણ ઝોલાં કહેતાં કે ‘મારે જો જીભ ન હોત તો ક્યારની દીક્ષા લીધી હોત.' ખાય છે. પણ આહાર મળતાં જીભ સક્રિય થઈ જાય છે. વળી એને એમને દીક્ષા લેવી હતી, પણ એમની સ્વાદેન્દ્રિય બળવાન હતી. બધી માત્ર ગળ્યો કે એવા એક રસમાં જ નિહ, પાર્ટી, તીખો, તી કે કેડવા જ ધર્મક્રિયાઓમાં એમને રસ પડે. પૂરી નિષ્ઠાથી એ ક્રિયાઓ કરે પણ જેવા રસમાં પણ રસ પડે છે. જીભ જેમ થાકતી નથી તેમ ઘરડી પાખરાં, પરંતુ સ્વાદની વાત આવે, ભાવતાં ભોજનની વાત આવે ત્યાં તેઓ હારી જાય. ભોજનમાં કશું જ ઓછું કે નબળું ન ચાલે. વળી એમની સ્વાદવૃત્તિ પણ એવી કેળવાયેલી કે મરીમસાલા બરાબર પડ્યા છે કે નહિ તેની તરત પરખ થાય, વળી તરત જાતે વિવિધ પ્રકારની સરસ રસોઈ બનાવી શકે. એમની સાથે વાત કરીએ તો એમની પાકશાસ્ત્રની જાણકારીથી આશ્ચર્યચકિત થઈ જવાય. થતી નથી. માણસ આંખે આંધળો કે કાને બહેરો થઈ જાય છે, પણ ખાવાના ચટકા તો સો વર્ષની ઉંમરે પણ હોય છે. દાંતનો વિરહ થાય તો પણ જીભને વૈરાગ્ય ઊપજતો નથી. આ જીભ ઉપરના અસંયમને કારણે જ કેટલાયે લોકોને આખો દિવસ કંઈક ને કંઈક ખાવા જોઇએ છે. દુનિયામાં, વિશેષત: અમેરિકામાં કેટલાયે લોકો Compulsive Eaters હોય છે. ખાવાનું એમને વ્યસન થઈ જાય છે. ખાવાનું ન મળે તો અસ્વસ્થ, ગાંડા જેવા, અરે ક્યારેક તો તોફાન મચાવતા થઈ જાય છે. અમેરિકામાં (અને બીજા કેટલાક દેશોમાં પરા રસવૃત્તિને સતેજ કરે એવા વિવિધ પ્રકારના નવા નવા આહાર બજારમાં મૂકવામાં આવે છે. માસો એક પછી એક વાનગી ધોળો વાળ : સર્વશ્રેષ્ઠ સદુપદેશ I ૫. પૂ. શ્રી પૂર્ણચન્દ્રસૂરિજી મહારાજ ધોળા વાળ જેવો કોઈ ઉપદેશ નથી અને મૃત્યુનાં દર્શન જેવી બીજી કોઈ બની નથી. જે કોઈ વિચારક હય, જાતની સાથે વાત કરવાનું જેનું મન હોય, એના માટે જ આ ઉપદેશ અને ચેતવણીની આ લાલબત્તી અસરકારક નીવડી શકે. બાકી કે બુદ્ધિની બારી જ બંધ કરીને બેઠી હોય, અને ધોળાવાળનાં દર્શનેય કાળા કામ બંધ ક૨વાનું મન ન થાય અને કોઇનું મૃત્યુ જોવા છતાં અને પોતાના મૃત્યુની યાદ પણ ન આવે; આપણા સૌની બુદ્ધિની ક: બારી ખોલવા એક સુભાષિતકાર એવો દેશ સંભળાવે છે કે, માળે લટકી છે ૐ રહેલી મૃત્યુની તલવારને લોકો જો જોઈ શકે, તો તો એ લોકોને ખાવાનું મેં બંને માટે ની અને ગળે કોળિયો ઉતારવાનું મેં ફાવે ની, પછી પાપકાર્યો કરવાની તો રુચિ થાય જ શાની ? ચિત્તને ચોટ લાગી જાય એવી આ સચોટ વાતને સમજવા એક કલ્પનાચિત્ર આંખ સામે ઉપસાવીએ. ભાંગેલી-તૂટેલી ખુરશી પર કોઈ માણસને બેસાડવામાં આવ્યો હોય, અને એના માથે કાચા સૂતરના તાંતણે બાંધેલી તાતી તલવાર લટકતી હોય, આવો ભાસ ભુખ્યો હોય અને એની સામે બત્રીસ પકવાન ને તેત્રીસ શાકથી ભરેલું ભાણું પીરસવામાં આવ્યું હોય, તો એ ભાણું આવા માનવીને ભાવે ખરું ? આવી કટોકટીની પળે એના મનમાં ભોગવિલાસના પાપો કરવાની વિચારણા ય જન્મે ખરી ? આ સવાલનો જવાબ નકારમાં જ હોવાનો, કેમકે માથે લટકી રહેલી તલવારમાં એ માનવીને મૃત્યુનો આભાસ થાય છે. અને આ આભાસ એની બધી જ મજા લૂંટી લે છે. આ જાતનાં મૃત્યુનાં દર્શને એ એવો તો ગમગીન અને ગંભીર બની જાય છે કે, કકડીને ભૂખ લાગી હોવા છતાં એને ખાવાનું મન થતું નથી. ભૂખ હોવા છતાં જ્યાં ખાવાનું સૂઝે નહિ, ત્યાં પાપો કરવાનો તો વિચાર પણ એને ક્યાંથી આવે ? આપણી પાપરસ ઘટતો ન હોય, તો આ કલ્પનાચિત્રની ખુરશીમાં આપણે આપણી જાતને બેસાડી દેવાપૂર્વક પછી આગળની કલ્પનાસૃષ્ટિ વિચારવી જોઇએ, આપણો આ જાતની સૃષ્ટિ જો બરાબર નિહાળી જાણી, તો આપણને ય ખાવું-પીવું ભાવશે નહિ અને પાપકૃત્યો કરવાના વિચારોની વણઝાર તો વરાળ થઈને ઊડી જશે. દુનિયાના ભોજન પવહારથી તદન વિભિન્ન દિશામાં જૈન ધર્મ સાધુઓના આહારની ગવેષણા કરી છે. અલ્પ આહારે જૈન સાધુઓ જે સુખાનંદ અનુભવે છે તે કેટલો ઉત્કૃષ્ટ કોટિનો છે તે વિશેષ તો અનુભવે જ સમજાય એવી છે. 7 રમણલાલ ચી. શાહ આ કોઈ ખોટી કે સાવ જ અસંભવિત કલ્પના નથી, આ તો સાવ જ સાચી, સો નહિ, સહસ્ર ટકા સંભવિત ઘટના છે. કેમકે આપણે દેહની જે ખુરશીમાં બેઠા છીએ, એના આયુષ્યરૂપી પાયા ક્યારે તૂટી પડે, એ કહી શકાય એવું નથી. અને આપણા માથે મૃત્યુનો ભય તો તલવાર બનીને લટકી જ રહ્યો છે. આપણું જ આ ચિત્ર આપણે જો બરાબર નિહાળતા થઈ જઈએ, તો પછી ભૌગવિલાસના શો તરફ હાથ લંબાવવાનું પણ આપદાને મુન નહિ થાય અને પાપો કરવાની આપણી યોજનાઓ તો આકાશમાં અદશ્ય જ બની જશે. આ એક કલ્પનાદર્શન છે, પણ ભારોભાર સચ્ચાઈથી સભર આ કલ્પના હોવાથી એનું મહત્ત્વ જરાય ઓછું અંકાય એવું નથી. ધોળા વાળનો ઉપદેશ જા જ્યારે નકાર્યા જાય અને અન્યના મૃત્યુની વણી પણ જ્યારે નિરર્થક નીવડતી જાય, ત્યારે ભોગનો રસ અને પાપ પ્રવૃત્તિની યોજનાઓના હવાઈ કિલ્લા ગણ્યા કરવાની દ્ધિને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવા આપવા જ મૃત્યુની આપણે કલ્પના કરવી રહી. ગમે તેવા ભડવીર ભાયડો હોય, ભોગવિલાસ મળવાની એની ભુખ ગમે તેટલી ભડભડતી બોય, તેમ જ પાપનો એ ભલે પાકો રસિયો હોય, પણ એને જ્યારે એવી ખાતરી થઈ જાય કે, મૃત્યુ મારા જીવનનાં દ્વાર ખખડાવતું ખડું છે, ત્યારે એ ભડવીરને પણ ભાંગી પડતાં વાર લાગતી નથી. એક જ મૃત્યુની કલ્પના પણ એને એવો તો કાયર બનાવી દેતી હોય છે કે, એ કાયરતાની જોડ જડવી અશક્ય ગણાય. આપણા માથે મંડાયેલી મૃત્યુની તલવાર વહેલી-મોડી તૂટી જ પડવાની છે, આ એક એવું સનાતન સત્ય છે કે, જેને કોઈ જ ખોટું પાડી ન શકે. આ અફર સત્યની સામે આપણે આંખ મીંચીને બેસી જઇએ, એથી કંઈ એ સત્યની અફરતા ચાલી જતી નથી. પરંતુ ભોગ અને પાપનો રસ આપણને પેલા કબૂતરની અથવા સાંલાની કથામાં મૂકી દે છે. મોતનો પંજો પહોળો કરીને સામેથી તરાપ મારવા આતા શિકારીને જોતાં જ ભવિળ થઈને આંખ મીંચી દઈને અથવા આંખ આડા કાન કરી દઈને મનોમન એવી માંડવાળ કરી દેતું હોય છે કે, હવે મને દેખાતું નથી, માટે શિકારી નથી અને થય નથી. પણ મનોમન એની આવી માંડવાળ જ એનો ભોગ લઈ લેતી હોય છે. આપણે હવે જ્ઞાનીની દૃષ્ટિ પ્રાપ્ત કરી લઈએ અને હર ઘડીપળે મસ્તકસ્થાયી મૃત્યુનો વિચાર કરતા જ રહીએ, તો આપણો ભોગ અને પાપનો રસ ઊડી ગયા વિના નહિ રહે. એક મૃત્યુનું દર્શન જો આપણામાં આવું પરિવર્તન આણી શકે, તો સર્વજ્ઞના જ્ઞાન ઉપર વિશ્વાસ મૂકીને આપણે ભવોભવના અનંત-મૃત્યુની વિચાર-સૃષ્ટિને આંખ સામે ઉપસાવીએ, તો તો મૃત્યુમુક્ત બનવા માટે આપણે મોક્ષના અને એ માટે ધર્મના રસિયા બન્યા વિના રહીએ ખરા ?

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138