Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ ન્યાયભૂમિકા સુધી એ આ જાણે નહિં કે અમુકની ઇચ્છા' થઈ છે ત્યાં સુધી એને પૂરું સમાધાન થતું નથી. માટે “ઇચ્છા' એ સાપેક્ષ પદાર્થ છે. આ રીતે જ્ઞાન, દ્વેષ, અભાવ વગેરે પણ સાપેક્ષ પદાર્થો છે. (૨) નિરપેક્ષઃ (અસંબંધિક) - જેને જાણવા માટે બીજાને જાણવાની જરૂર નહિં તેવા પદાર્થો. દા.ત. ઘડો, મકાન... વગેરે... આમાંથી સાપેક્ષ પદાર્થો જે છે તેના સંબંધીઓના બે ભેદ છે. (૧) વિષય જ્ઞાન, ઇચ્છા (રાગ), દ્વેષ, પ્રયત્ન (કૃતિ) અને સંસ્કાર, આ પાંચ સાપેક્ષ પદાર્થો એવા છે કે એના સંબંધીને “વિષય’ કહેવાય છે. જ્ઞાન થયું...શાનું? ઘડાનું.... માટે ઘડો એ જ્ઞાનનો સંબંધી થયો. એટલે ઘડાને જ્ઞાનનો વિષય કહેવાય છે અને જ્ઞાન ઘટવિષયક' કહેવાય છે. કારણ કે સંબંધી = વિષય, એ જેનો સંબંધી હોય તે વિષયવાળો હોવાથી વિષયી કે વિષયક કહેવાય. એમ, મોક્ષની ઇચ્છા.. મોક્ષ એ ઇચ્છાનો વિષય બને અને મોક્ષયિષધિ છ I માટી પર પ્રયત્ન... मृद्विषयकः प्रयत्नः રાગ પર દ્વેષ रागविषयकः द्वेषः દયાના સંસ્કાર. दयाविषयकः संस्कारः ‘ઘટશ જ્ઞાન’ વગેરેમાં ષષ્ઠીનો અર્થ સંબંધી.., તેથી ઘટસંબંધિજ્ઞાન વગેરે અર્થ થાય.. અને ઘટ એ જ્ઞાનવિષય બને. (૨) પ્રતિયોગી: ઉપરોક્ત પાંચ સિવાયના જે કોઈ સસંબંધી પદાર્થો હોય તે બધાના સંબંધીઓને પ્રતિયોગી કહેવાય છે. અને તે તે સસંબંધી પદાર્થ ‘પ્રતિયોગિક' કહેવાય છે. દા.ત. મૂતને સંયોજક, કર્યા ? પદય તેથી મૂતત્તે પસંયોગ, અર્થાત્ તેથી, ઘટ એ સંયોગનો સંબંધી, એટલે કે भूतले घटसंबंधिसंयोगः ઘટ એ સંયોગનો પ્રતિયોગી. માટે સંયો: પદપ્રતિયોજિ: કારણ કે ઘટ છે પ્રતિયોગી જેનો તે ઘટપ્રતિયા કહેવાય. એમ મૃતને અમાવઃ, સ્થ? ઘટય... તેથી ઘટ અભાવનો સંબંધી થયો. માટે ઘટ અભાવનો પ્રતિયોગી અને અભાવ ઘટપ્રતિયોગિતા:.... એમ, રામમાં પુત્રત્વ છે, કોનું? દશરથનું.. તેથી, દશરથસિમ્બન્ધિ પુત્રત્વ માટે, દશરથ એ પુત્રત્વનો પ્રતિયોગી બન્યો અને ' પુત્રત્વ એ દશરથ પ્રતિયોગિક થયું. નિયમ: - યો યઃ તમિન તત્તમ જે જે, હોય તેમાં તેપણું રહે. દા.ત. ચૈત્રઃ આર્ય તેથી ચૈત્રે માર્યત્વમ્ કંબુગ્રીવાદિમાન્ પદાર્થ ઘટ છે, માટે, એમાં ઘટત્વ છે. રામ, દશરથનો પુત્ર છે, માટે રામમાં દશરથનું પુત્રત્વ છે. એમ, દશરથ એ રામપિતા છે, તેથી દશરથમાં રામનું પિતૃત્વ છે. રામપિતૃત્વ એટલે રામસંબંધિક પિતૃત્વ.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 244