________________
| શ્રી ગઈ નમઃ | श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ।
श्री महावीरपरमात्मने नमः । श्री प्रेम-भुवनभानु-धर्मजित-जयशेखरसूरीश्वर सद्गुरुभ्यो नमः ।
ऐं नमः
न्यायभमिका>
પ્રશ્ન : ન્યાય ભણવાની આવશ્યકતા શી છે ?
ઉત્તરઃ કોઈ પણ તત્ત્વના રહસ્યને પામવા માટે-સ્પષ્ટ સમજવા માટે ન્યાયની જરૂર પડે છે. કારણ, ઘણીવાર સમજ્યા વગર ખોટું બોલાય છે. જેમ કે “જ્યાં જ્યાં આર્ય ત્યાં ત્યાં આર્યત્વ.” આવું બોલવું યોગ્ય નથી. કેમકે આર્ય તો મુંબઈમાં છે. સુરતમાં છે... પણ મુંબઈ વગેરે શહેરમાં આર્યત્વ નથી. માટે એવું બોલવું યોગ્ય છે કે જે જે આર્ય તેમાં તેમાં આર્યત્વ.” આ બધું ન્યાય સમજાવે છે.
પ્રશ્નઃ પણ ન્યાય-વૈશેષિક વગેરે અન્ય દર્શનોના ગ્રન્થોને શા માટે ભણવા જોઈએ?
ઉત્તરઃ (૧) અન્ય દર્શનીઓના શ્રુતના ઉત્પત્તિસ્થાન પણ ભગવાન્ છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે નય સુi પમવો’ ભગવાન્ જો માત્ર સભ્ય શ્રતના પ્રભવસ્થાન હોત તો અહીં સુમસ’ એમ એક વચનનો પ્રયોગ કર્યો હોત. પણ બહુવચનનો પ્રયોગ કર્યો છે તે એ બતાવે છે કે મિથ્યાશ્રુતો પણ ભગવાનમાંથી ઉત્પન્ન થયા. તે શી રીતે ? આ રીતે - ભગવાને સાતે નયોથી યુક્ત વાણી ઉચ્ચારી... એમાંથી એક એક નયને ગ્રહણ કરી-બીજાને સર્વથા બાદ કરી મિથ્યા શ્રતનો પ્રભવ થયો. આમ મિથ્યા શ્રત પણ ભગવાનમાંથી નીકળ્યું હોવાથી ભણવું જોઈએ. વળી,
(૨) સાત નવયુક્ત એવી પ્રભુની વાણીને વધુ ઊંડાણથી સમજવા માટે ન્યાય જરૂરી છે. એમ શાસ્ત્રોમાં ક્યારેક ક્યારેક શિષ્યની બુદ્ધિનો તે તે બાબતમાં વિકાસ થાય એ માટે કોઈ એક નયની વાત પણ “જ'કારપૂર્વક કરી હોય છે. આવા શાસ્ત્રવચનો વખતે તે તે વાત કયા નયની અપેક્ષાએ કહેવામાં આવી છે એનો નિર્ણય સૂક્ષ્મબુદ્ધિથી કરવો પડે છે. એ નિર્ણય કરવામાં જો ભૂલ થઈ જાય તો અર્થનો અનર્થ પણ થઈ જાય ! આ સૂક્ષ્મબુદ્ધિ ન્યાયશાસ્ત્ર ભણવાથી થાય છે. આપણે ત્યાં કર્મ વગેરે બીજા ઘણા વિષયો બતાવવાના છે. તેથી ન્યાયને એટલો અવકાશ નથી. બીજાં કેટલાક દર્શનોએ માત્ર ન્યાય પર જ ચર્ચાઓ કરી ઊંડું ખેડાણ કર્યું છે. માટે તે જાણવાથી બુદ્ધિ તીક્ષ્ણ થાય છે, જેથી પછી આગમ વધુ સારી રીતે સમજી શકાય છે.
(૩) પૂર્વપક્ષ ઊઠાવી ઉત્તરપક્ષ કરવાની પણ ઘણી પદ્ધતિઓ આપણા આગમો વગેરેના વૃતિગ્રન્થો વગેરેમાં જોવા મળે છે. એની પકડ આ વાયગ્રન્થો પરથી સુગમ રીતે આવી શકે છે.
(૪) વળી બીજાઓનું નિરૂપણ ગલત હોય તો પણ, એમાં શું દોષ રહેલા છે એ જાણીએ તો જ ‘એ નિરૂપણ ગલત છે એમ જાણી શકાય છે ને પછી નિર્દોષ નિરૂપણ શું હોઈ શકે? એનો નિર્ણય થઈ શકે છે. આના માટે પણ ન્યાયદર્શનના અભ્યાસ દ્વારા તર્કશક્તિ ખીલવવી આવશ્યક છે. ન્યાયને-તર્કને સમજવા તેની પરિભાષા જાણવી જોઈએ જે આ ન્યાયભૂમિકાથી પ્રાપ્ત થાય છે.
ન્યાયદર્શનના હિસાબે જગત્માં પદાર્થો બે જાતના છે :
(૧) સાપેક્ષ (સસંબંધિક) - જેને સમજવા માટે બીજાને જાણવાની જરૂર પડે, એટલે કે તેના સંબંધીનું જ્ઞાન જોઈએ... તેવા... પદાર્થો. અર્થાત્, તેના એ સંબંધીને જાણીએ નહિ ત્યાં સુધી આનો બોધ પણ અધૂરો લાગ્યા કરે તેવો પદાર્થ.
દા.ત. કોઈ કહે છે કે મને ઇચ્છા થઈ છે. તો સાંભળનારને તરત મનમાં થાય છે કે શેની ઇચ્છા થઈ છે ? જ્યાં