________________
(અહીં અભયકુમારની બુદ્ધિના બે ત્રણ પ્રસંગેનું વર્ણન મહાવીર ચરિત્રમાં કરેલ છે તે વાંચવા ચેશ્ય છે.)
ચોમાસા બાદ પ્રભુએ આ વર્ષમાં અનેક સ્થળે વિહાર કર્યો. પ્રથમ કાકંદીપુરીમાં આવ્યા. ત્યાં ભદ્રાશેઠાણના પુત્ર ધન્યને પ્રભુને ઉપદેશ લાગ્યું. તેણે માતા પાસે આવી દીક્ષા લેવાની આજ્ઞા માગી. માતાએ બહુ સમજાવ્યા છતાં ન સમજવાથી ભદ્રા ત્યાંના રાજા પાસે ગઈ. તેણે પણ તેને ઘેર આવીને ધન્યને સમજાવ્યું. ધન્યકુમારે કહ્યું કે “જે તમે જરા તથા મરણને રોકી શકતા હે તે હું સંસારમાં રહું.” રાજાએ તેની અશકયતા બતાવી અને પોતે જ બીજા અનેક શ્રેણીપુત્રો સાથે તેને દીક્ષા મહોત્સવ કર્યો. પ્રભુએ સર્વને દીક્ષા આપી. ધન્યકુમારે થોડા વખતમાં જ્ઞાનાભ્યાસ સાથે એવી તપસ્યા કરી કે તેના દેહમાં હાડ માત્ર રહ્યા. પ્રભુનું રાજગૃહી પધારવું.. શ્રેણિક રાજાએ “સર્વ મુનિમાં શ્રેષ્ઠ કોણ છે?' એમ પ્રભુને પૂછતાં પ્રભુએ ધનાકાકંદીને બતાવ્યા. તેઓ એક માસનું અનશન કરી સદગતિએ ગયા. તેના ભાઈ સુનક્ષત્રે પણ પ્રભુ પાસે દીક્ષા લીધી.
ત્યાંથી પ્રભુ કાંપિપુર પધાર્યા. ત્યાં કુડકલિક નામના ગૃહસ્થ પ્રભુને ઉપદેશ સાંભળી શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. તે પ્રભુના મુખ્ય દશ શ્રાવકમાં છઠ્ઠા હતા. તેને શાળકમતિ એક દેવ સાથે પ્રશ્નોત્તર થયા. તેણે દેવને નિરુત્તર કર્યો અને તે. દેવ પ્રભુના માર્ગમાં દઢ થયે.
પ્રભુ ત્યાંથી પોલાસપુર પધાર્યા. ત્યાં સદાલપુત્ર નામે કુંભાર આજીવિકમતિ હતો. તેને પ્રભુએ અનેક પ્રકારે સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com